Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 10
________________ ૧૨ ૧૩ શ્રીમદ્ રાજચંદ્ર / પાણીથી વિહીન અર્થાત્ રહિત એવી સરિતા એટલે નદી તે શોભાયુક્ત જ લાગતી નથી. લૌકિક દૃષ્ટિએ ભર્તાર એટલે પતિ વગરની ભામિની અર્થાત્ સ્ત્રી શોભા યોગ્ય જણાતી નથી. તેમ આત્મશક્તિનું વીરત્વ જેને પ્રગટ થયું છે એવા શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે સતુઘર્મ એટલે આત્મધર્મના મર્મને યથાર્થ રીતે જાણ્યા વિના હૃદયમાં ઘાર્યા વિના લોકોમાં મોટો ગણાતો એવો માનવી પણ કુકર્મીઓની કોટીમાં જ ગણવામાં આવે છે. હવે થર્મનો મર્મ શું છે? તો કે દેહાધ્યાસનો ત્યાગ કરવો અર્થાત દેહમાં આત્મબુદ્ધિ મૂકી આત્મામાં આત્મબુદ્ધિ કરવી તે ઘર્મનો મર્મ છે. પોતે સ્વયં આત્મા છે, તેને ઓળખવાના લક્ષે કરેલી ઘાર્મિક ક્રિયા તે મોક્ષફળની દાતા છે. આત્માર્થના લક્ષ વગરની ક્રિયા તે માત્ર સ્વર્ગાદિ સુખોનું કારણ હોઈ શકે, પણ મોક્ષ પ્રાપ્તિનું કારણ બની શકે નહીં. માટે જીવે ઘર્મના મર્મને જાણવાનો અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ અને તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરવો જોઈએ. છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ, નહીં ભોક્તા તું તેહનો, એ જ થર્મનો મર્મ.” ચતુરો ચોંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી, કલ્પતરુ કથે જેને, સુવાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ઘર્મરૂપ જાણી, “ઘર્મવૃત્તિ ધ્યાન ઘરો, વિલખો ન વે’મથી.” ૪ હવે મોટા પુરુષો ઘર્મનો પરમપ્રેમથી આદર કરે છે તે આ ગાથામાં જણાવે છે - અર્થ - ચતુરો એટલે ચતુર પુરુષો ઘર્મના સ્વરૂપને ચોંપેથી એટલે ખરા ઉત્સાહથી ચાહે છે અર્થાત્ ઇચ્છે છે. કેમકે તે ધર્મને ચિંતામણિ રત્ન સમાન ચિત્તમાં ગણે છે. કારણકે ઘર્મની આરાધનાવડે ભૌતિક સુખ તો શું પણ મોક્ષસુખ પણ જીવને મળે છે. પંડિતો વળી પ્રેમથી ઘર્મને પારસમણિ સમાન ગણે છે. કારણકે પારસમણિ લોઢાને સોનું કરે છે તેમ આત્મઘર્મ આરાઘવાથી પોતે લોઢા ઘર્મ વિષે વિવેચન જેવો હોવા છતાં સોનારૂપ શુદ્ધ આત્મા બની જાય છે. / Tી ઉત્તમ કવિઓ તે આત્મધર્મને પરમ કલ્યાણકારી અને કલ્પવૃક્ષ સમાન કહે છે અને સાધુપુરુષો તો ઘર્મને શુભ ક્ષેમ એટલે પરમ કલ્યાણકારી, સુખકારી માની તેને સુઘા એટલે અમૃતનો જ સાગર કહે છે કે જે આત્માને સર્વકાળને માટે જન્મમરણથી મુક્ત કરી અમર બનાવે છે. માટે પરમકૃપાળુદેવ અંતમાં કહે છે કે જો તમે તમારા આત્માના ઉદ્ધારને ઉમંગથી એટલે ઉત્સાહથી જો અનુસરવા માંગતા હો તો તમે પ્રથમ નિર્મળ એટલે પવિત્ર થવાને માટે ભગવાનને નીતિ નેમપૂર્વક એટલે નીતિનિયમપૂર્વક નમન કરો. અર્થાત્ સાતે વ્યસન કે સાત અભક્ષ્યના નીતિનિયમપૂર્વક આરાઘેલો ઘર્મ જ આત્માને નિર્મળ બનાવશે. માટે હમેશાં ભગવાને ઉપદેશેલ ઘર્મનું મર્યાદાપૂર્વક પાલન કરો. વદે રાયચંદ વીર એટલે વર્તમાન વિદ્યમાન એવા વીર શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે એવું આત્મધર્મનું અદ્ભુત સ્વરૂપ જાણી તમે ઘર્મવૃત્તિ એટલે આત્મઘર્મને પામવા તરફ ધ્યાન આપો અર્થાતુ એ વાતને હવે લક્ષમાં લ્યો; પણ તેને વે'મથી એટલે મનમાં થર્મને વિષે શંકા લાવી કદી વિલખો એટલે દુઃખી થશો નહીં અર્થાતુ ગભરાશો નહીં. કેમકે જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધાનો અભાવ છે. અને જ્યાં શ્રદ્ધાનો અભાવ છે ત્યાં સમકિતનો અભાવ છે અને સમકિતનો અભાવ છે ત્યાં કેવળજ્ઞાનનો અભાવ છે. અને કેવળજ્ઞાન વગર જીવનો કદી મોક્ષ થતો નથી. માટે સઘર્મમાં સદા નિશંક રહેવું અને સદ્ગુરુ આજ્ઞાએ વર્તી આત્માનું કલ્યાણ કરવું એ જ જીવને પરમસુખકારક છે. S

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 105