Book Title: Pushpmala Author(s): Shrimad Rajchandra, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૦ ( અર્થ - યૌવન, ઘનસંપત્તિ, અધિકાર એટલે સત્તા અને 6 અવિવેકીતા એટલે હિત અહિતનું જેને ભાન નથી. આ ચારમાંથી એક પણ જો જીવનમાં હોય તો તે અનર્થનું કારણ છે. તો ચારેય જે પ્રાણીમાં હાજર હોય તેના અનર્થ બાબત તો શું કહેવું! વનિતા એટલે સ્ત્રી સંબંઘીના જગતમાં ગણાતા બધા વિલાસ ઉપલબ્ધ હોય, પ્રૌઢતા એટલે પોતાની મોટાઈનો પ્રકાશ હોય અર્થાતુ પોતાના યશનામકર્મના ઉદયે જગતમાં તેનો પ્રભાવ પડતો હોય, દક્ષ એટલે હોશિયાર અર્થાત્ આશાવલંબી અનુચરો હોય, ઘામનું સુખ હોય અર્થાત્ રાજમહેલ જેવું ઘર હોય, ઘરમાં પાંચેય ઇન્દ્રિયોને ભોગવવાની બધી સુવિધા ઉપલબ્ધ હોય; પણ શ્રીમદ્ રાજચંદ્ર એમ વદે છે અર્થાતુ એમ કહે છે કે સઘર્મ એટલે આત્મધર્મ પ્રાપ્તિના ઉપાયને ઘારણ કર્યા વિના એ બધી ભૌતિક સુખ સામગ્રીને તું માત્ર બે બદામ જેટલું તુચ્છ સુખ માની લેજે કારણકે તે સાવ અલ્પ માત્ર છે, તેથી કંઈ વિશેષ નથી. અને તે જીવને રાગદ્વેષના ભાવો કરાવી દુર્ગતિમાં લઈ જનાર હોવાથી સદૈવ ત્યાગવા યોગ્ય છે. મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળવૃંદ તોડવાને, હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી; મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી; અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને, ઘર્મ ઘારણાને ઘારો, ખરેખરી ખાંતથી. ૨ અર્થ - ઉપરની ગાથામાં ભૌતિક ક્ષણિક સુખને મિથ્યા અને આત્માના બંધનકારક જણાવી હવે આ ગાથામાં તે ક્ષણિકસુખને ત્યાગવાનો ઉપાય બતાવી સત્ય આત્મધર્મને ઘારણ કરવાનો ઉપદેશ કરે છે. પ્રત્યેકના અંતરમાં રહેલ પરપદાર્થો પ્રત્યેનો મોહ એટલે આસક્તિ અને માન એટલે અહંકાર તેને તોડવાને અર્થાત્ તેનો નાશ કરવા માટે, ઇન્દ્રિયોનું ફેલપણું કહેતા ભયંકર તોફાનને તોડવાને માટે, જાળફંદ એટલે આઠ પ્રકારે વળગેલા કર્મોના જાળફંદને પોતાના હાથે જ પોતાના હેતે એટલે હિત માટે ઘર્મ વિષે વિવેચન તોડવાને, કુમતિ એટલે દુર્બુદ્ધિને કાપીને દૂર કરવાને માટે, અને ( સુમતિ એટલે સમ્યક્ઝકારની સન્મુરુષે આપેલી સબુદ્ધિને પોતાના , હૃદયમાં સ્થાપવાને માટે, મમત્વ એટલે મારાપણાને હવે માપીને એટલે તે કેટલું જીવને બંધનકારક છે તે સકળ જૈન સિદ્ધાંતના આધારે જાણીને તેને દૂર કરવાને માટે, જેમકે કહ્યું છે કે મમતાથી બંઘાય છે,નિર્મમ જીવ મૂકાય; યા તે ગાઢ પ્રયત્નસેં, નિર્મમ કરો ઉપાય.”-ઇટોપદેશ માટે તે મમત્વભાવને દૂર કરી મહા એટલે સર્વોત્તમ એવા મોક્ષસુખને માણવાને માટે એટલે અનુભવ કરવાને માટે, જગદીશ એટલે પરમાત્માના સ્વરૂપને જાણવાને માટે, અજન્મતા એટલે જન્મમરણના દુઃખથી રહિત થવાને માટે, વળી ભલી ભાતથી એટલે સત્પરુષે બતાવેલ સમ્યમાર્ગના આધારે સંપૂર્ણપણે વર્તીને, અલૌકિક એટલે લૌકિક એવા પૌગલિક સુખથી પર એવા અલૌકિક અનુપમ આત્મિક સુખને અનુભવવાને માટે હે ભવ્યો! તમે ઘર્મની ધારણા એટલે શ્રદ્ધાને મનમાં ઘારણ કરો, અને તે પણ ખરેખરા ખંતથી એટલે સાચેસાચા અંતરના ઉત્સાહથી, ઉમંગથી ઘારણ કરો. કેમકે—જગતમાં ‘વીતરાગનો કહેલો પરમશાંત રસમય ઘર્મ પૂર્ણ સત્ય છે અને સર્વ જન્મજરામરણ કે આધિ, વ્યાધિ, ઉપાધિના દુ:ખને સર્વથા નષ્ટ કરવાનો એકમાત્ર સાચો ઉપાય છે. દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે. શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને, ભર્તાર વિહીન જેવી, ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ઘાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ૩ અર્થ - દિનકર એટલે સૂર્ય, તે વિનાનો દિવસ તે દીન અર્થાત્ નિસ્તેજ જણાય છે. શશી એટલે ચંદ્રમા વિનાની શર્વરી અર્થાત્ રાત્રિ શોભાને પામતી નથી. પ્રતિપાળ એટલે રક્ષક એવા રાજા વિના નગરની પ્રજા અસુરક્ષિત છે. સુરસ એટલે સારા રાગ વિનાની કવિતા તે નીરસ જણાય છે. સલિલ એટલેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 105