Book Title: Pushpmala Author(s): Shrimad Rajchandra, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 7
________________ શ્રીમદ્ રાજચંદ્ર / રહિત સદા શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ છો. તેથી સર્વ પ્રકારની ન્યાયનીતિના આપ ભંડાર છો. માટે હે મોહરહિત નારાયણા એટલે પરમાત્મા આપ ખરેખર સર્વ પ્રકારના ભયને ભાંગવામાં સમર્થ એવા ભગવાન જ છે. સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા ભયભંજન ભગવાન. ૧૦ અર્થ - હે પ્રભુ! આપ તો સચરાચર એટલે સચર તથા અચર સર્વ પ્રકારના જીવાદિ પદાર્થોમાં જ્ઞાન અપેક્ષાએ સર્વત્ર વ્યાપેલા સ્વયંભૂ એટલે ઈશ્વર છો. સચર એટલે જે હાલી ચાલી શકે એવા જંગમ જીવાદિ પદાર્થ તથા જે આપોઆપ ચાલી શકે નહીં એવા અચર એટલે સ્થાવર જીવાદિ તથા સર્વ જડ પદાર્થમાં પણ આપનું કેવળજ્ઞાન સર્વત્ર વ્યાપેલું છે. કેવળજ્ઞાનથી આપ સર્વ પદાર્થોને જોઈ રહ્યા છો. માટે સર્વ જીવોને સુખ ઊપજે એવી સાન એટલે અક્કલ આપજો. કેમકે આપતો સકળ સૃષ્ટિના નાથ છો. ત્રણેય લોકના નાથ હોવાથી સર્વના ઈશ્વર છો. તેમજ સર્વ લોકોના ભયને ભાંગનાર ભગવાન છો. સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૧૧ અર્થ - હે પ્રભુ! જીવોના સકળ શોક તથા સંકટને હરનાર એવું આપનું નૌતમ એટલે નૂતન, અપૂર્વ જ્ઞાન જ ખરેખર નિદાન એટલે કારણભૂત છે, માટે હે પ્રભુ! હવે મારી વિકળ એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ભટકતી ઇચ્છાને રોકી આપના બોબળે સહજાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવામાં જ તેને સ્થિર કરો. જેથી મારા સર્વ પ્રકારના ભયનો નાશ થાય. આપ જ એક માત્ર ભયભંજન ભગવાન છો. આપના જેવો આ જગતમાં બીજો કોઈ નથી. આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળું કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૨ અર્થ:- હે પ્રભુ! મારી આથિ એટલે માનસિક ચિંતા, વ્યાધિ એટલે શારીરિક રોગાદિ તથા ઉપાધિ એટલે ઘર ઘંઘા કુટુંબાદિની ઉપાધિનું સર્વકાળને માટે હરણ કરો. કેમકે આ બઘો તંત તોફાન એટલે કર્મોના કારણે ઉત્પન્ન થતો ઉપદ્રવ છે. તેને હે કરુણાળુ નાથ! કરુણા કરીને હવે દૂર કરો. કેમકે આપ જ પ્રભુપ્રાર્થના વિવેચન એકમાત્ર સર્વ પ્રકારના દુ:ખ કે ભયને ભાંગનાર પ્રભુ અથવા ભગવાન [ી છો. આપના સિવાય મારો બીજો કોઈ રક્ષક નથી. કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. ૧૩, અર્થ:- હે પ્રભુ! આપનો કિંકર એટલે સેવક તેની મતિ કંકર અર્થાત્ કાંકરા જેવી તુચ્છ છે. તે અજ્ઞાનમય બુદ્ધિના કારણે પોતે કોણ છે ? તેની ભયંકર ભૂલ અનાદિથી ચાલી આવે છે. તેને હવે આત્માનું ભાન આપી અથવા આત્મા સંબંઘી જ્ઞાન આપી દે શંકર ! એટલે સમના ઘારક મહાદેવ એવા વીતરાગ પ્રભુ આપ સ્નેહપૂર્વક અમારા અજ્ઞાનને દૂર કરો. કેમકે આપ જ એકમાત્ર સર્વ ભયના ભાંગનાર એવા ભગવાન છો. શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૪ અર્થ - હે પ્રભુ! આ બાળકને મોક્ષ પુરુષાર્થ કરવા અર્થે શક્તિ આપજો. તે મોક્ષ, ભક્તિ વિના પ્રાપ્ત થતો નથી; એ આપની કહેલી યુક્તિ જગત જાહેર છે. માટે હે ભયભંજન ભગવાન! આપના પ્રત્યે અમારી અનન્ય ભક્તિ પ્રગટે એવી કૃપા કરો. નીતિ પ્રીત નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૫ અર્થ :- હે ભયભંજન ભગવાન! આપ ન્યાયનીતિ, સર્વમાં પરસ્પર નિસ્વાર્થ પ્રેમ, પ્રીતિ તથા નમ્રતા સહિત આત્માનું ભલું કરનારી એવી પ્રભુ પ્રત્યેની પરમભક્તિનું, આર્ય સંસ્કારવાળી પ્રજાને ભાન આપજો. આપના સિવાય સાચા સુખનો માર્ગ દર્શાવનાર જગતમાં કોઈ નથી. દયા શાંતિ ઔદાર્યતા, ઘર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. ૧૬ અર્થ :- હે પ્રભુ! મને સર્વ પ્રાણી પ્રત્યે દયાભાવ તેમજ સ્વઆત્માને જન્મ મરણથી છોડાવાનો દયાભાવ આપ. તથા આત્મશાંતિના સમુદ્રમાં મને ઝીલાવ. ઔદાર્યતા એટલે ઉદારતાનો ગુણ મને આપી કૃતાર્થ કર કે હું કૃપણતા જેવા મોટા દોષનો ત્યાગ કરું. વળી ઘર્મનો મર્મ, તે દેહાધ્યાસનું છુટવું અનેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 105