Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 6
________________ શ્રીમદ્ રાજચંદ્ર ભય. (૪) વેદનાભય એટલે અસાધ્ય રોગ આદિ દુઃખ મને આવી ઇ જશે તો શું કરીશ? તેનો ભય. (૫) અરક્ષાભય એટલે આ જગતમાં મારી રક્ષા કરનાર કોણ છે? તેનો ભય. (૬) અગુતિભય એટલે પોતાની માનેલી વસ્તુઓ સાચવવાનો ભય તથા (૭) અકસ્માત ભય એટલે અકસ્માત કોઈ દુઃખ આવી પડ્યું તો મારે શું કરવું ? વગેરેનો ભય. આ સર્વ પ્રકારના ભયને નિવારનાર હે પ્રભુ! આપ જ છો. નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન; અભિનંદન અભિનંદના, ભયભંજન ભગવાન. ૪ અર્થ :- હે પ્રભુ! આપ શુદ્ધ સ્વરૂપને સંપૂર્ણ પામવાથી નિત્ય એવા મોક્ષપદને પામ્યા છો. કર્મરૂપી કાલિમાંથી રહિત એવા નિત્ય નિરંજન પરમાત્મા છો. આપ મારા ગુમાન એટલે અહંકારના ગંજ એટલે ઢગલાનું ગંજન અર્થાત્ નાશ કરનાર છો. માટે હે અભિનંદન એટલે નમસ્કાર કરવા યોગ્ય એવા પ્રભુ! આપને મારી અભિવંદના એટલે મારા ભાવભક્તિપૂર્વક કોટીશઃ પ્રણામ હો. આપ તો સદૈવ સર્વ જીવોના સર્વ પ્રકારના ભયને ભાંગે એવા બોધના દાતાર ભગવાન છો. ઘર્મઘરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિગ્રહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૫ અર્થ - આ ઘર્મઘરણ એટલે વસ્તુ સ્વભાવરૂપ આત્મધર્મને સદૈવ ઘારણ કરનાર છો. આપ સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોના તારણ એટલે તારનાર છો, કેમકે આપ સ્વયં તરણ અર્થાતુ તરવામાં કુશળ છો. માટે આપના ચરણકમળનું હું સન્માનપૂર્વક એટલે પરમ વિનય સહિત શરણ અંગીકાર કરું છું. આપ સર્વ પ્રકારના વિદ્ગોને હરણ કરવા સમર્થ છો. આપની ભક્તિ મારા પાપોને હરી લઈ મને પાવનકરણ એટલે પવિત્ર બનાવવા શક્તિમાન છે. કેમકે આપ અમારા સર્વ ભયોનું ભંજન કરનાર ભગવાન છો. ભદ્રભરણ ભીતિહરણ, સુથાઝરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૅરણ, ભયભંજન ભગવાન. ૬ અર્થ - આપ જગત જીવોના ભદ્ર એટલે કલ્યાણ તેના ભરણ અર્થાતુ કરનાર છો. ભીતિહરણ એટલે અનાદિથી ચાલતી આવતી ભય સંજ્ઞાના હરનાર છો. આપ શુભવાન એટલે પુણ્યવાન પ્રભુના મુખથી સુધાઝરણ અર્થાત્ પ્રભુપ્રાર્થના વિવેચન બોઘરૂપી અમૃતનું ઝરણ થાય છે; તે પીને મુમુક્ષુઓ અમર થાય તે છે. ક્લેશ એ દુઃખનું બીજ હોવાથી આપ તેને હરનાર છો. ચિંતા જ એ ચિતા સમાન બાળનાર છે; પણ આપનો બોથ ચિંતાનું ચૂર્ણ કરી દે એવો છે. કેમકે આપ ભયભંજન ભગવાન છો. અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૭ અર્થ :- હે પ્રભુ! આપ સર્વ કર્મોને હણી અવિનાશી એવા શુદ્ધ આત્મસ્વરૂપને પામવાથી અરિહંત બન્યા છો. તેથી અખંડ એટલે કોઈ દિવસ પણ ખંડિત નહીં થાય એવા અમાન એટલે અમાપ અનંતગુણના ઘારક થયા છો. હવે આપને જરાવસ્થા નથી, મરણ નથી તથા જન્મ પણ નથી. આપ તો સર્વ પ્રકારે જીવોના ભયને ભાંગનાર એવા ભગવાન છો. આનંદી અપવ તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુક્ળ આપજે, ભયભંજન ભગવાન. ૮ અર્થ - હવે આપ સહજાન્મસ્વરૂપથી પ્રાપ્ત એવા આનંદથી ભરપૂર છો. તેથી સદા સહજાનંદી છો. આપ ભાવનયે મોક્ષમાં જ બિરાજમાન હોવાથી અપવગ એટલે મોક્ષમાં જ જનાર છો. આપની ઉચ્ચ અંતરઆત્મગતિનું અનુમાન કરવું પણ અમારા માટે અકળ અર્થાત્ કળી શકાય એમ નથી. માટે હે પ્રભુ! આ પામર પર કૃપા કરી એને પણ આવું સહજાન્મસ્વરૂપ પ્રાપ્ત થાય એવી અનુકૂળ આશિષ અર્થાત્ આશીર્વાદ આપજો કે જેથી અમારું પણ કલ્યાણ થાય. આપ તો ભયભંજન ભગવાન છો માટે આપને આવી વિનંતી કરીએ છીએ. એ વિષે પ્રજ્ઞાવબોઘમાં જિનદેવ સ્તવન' નામના બીજા પાઠમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે કે “અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન; કેવળ કષ્ણામૂર્તિ, દેજો તમને ઘટતું દાન. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન.” નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિઘાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૯ અર્થ - હે પ્રભુ! આપને મૂળસ્વરૂપે જોતાં નિરાકાર સ્વરૂપી શુદ્ધ આત્મા છો. જગતના સર્વ મોહાદિ ભાવોથી રહિત નિર્લેપ છો. તથા પાપમળથી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 105