Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ પ્રિયંકરપ ચરિત્ર. સ્મરણ કરવાથી માણસને ઉદય, ઉપાય, ઉત્તમતા, ઉદારતા અને ઉચ્ચ પદવી–એ પાંચ ઉકાર પ્રાપ્ત થાય છે તથા શ્રી પાર્શ્વનાથના મરણથી પુણ્ય, પાપક્ષય, પ્રીતિ, પદ્મા (લક્ષ્મી) અને પ્રભુતા–એ પાંચ પકારની પ્રાપ્તિ થાય છે. જે પુરૂષ માન ધરી, નિશ્ચળ આસન કરી અને મનને સ્થિર રાખી આ ઉપસર્ગહરસ્તેત્રને નિરંતર એક આઠવાર જાપ (ધ્યાન) કરે તેને રાજસન્માન મળે છે, પગલે પગલે કાર્યસિદ્ધિ અને ચંચળ લક્ષ્મી પણ સદાને માટે નિશ્ચળ થાય છે. જળમાં, અગ્નિમાં, પર્વતમાં, ચેરના ઉપદ્રવવાળા માર્ગમાં અને ભૂતપ્રેતથી વ્યાપ્ત સ્થાનમાં આ ઉપસર્ગહરસ્તેત્રનું સ્મરણ કરતાં સર્વ પ્રકારના ભય દૂર થાય છે. આ ઉપસર્ગહરસ્તેત્રનું છ માસ પર્યત ધ્યાન ધરતાં આ લોકમાં શાકિન્યાદિકને ભય તથા રાજભય નાશ પામે છે. હવે ગ્રંથકર્તા આ સ્તર રચનારને આશીર્વચન કહે છે – “કરૂણા કરવામાં તત્પર એવા જેમણે આ ઉપસર્ગહરસ્તાત્ર રચીને શ્રી સંઘનું કલ્યાણ કર્યું તે શ્રી ભદ્રબાહુગુરૂ જયવંતા વ7. ” હાલ કળિકાળમાં દેવતાઓ, મંત્ર કે સિદ્ધિઓ પ્રત્યક્ષ નથી, પરંતુ આ સ્તંત્રને પ્રભાવ હમણું પણ સાક્ષાત્ દેખાય છે. આ સ્તોત્રના સ્મરણથી પુત્રહીન પુત્રને પામે છે, લક્ષ્મીહીન કુબેર જે શ્રીમાન થાય છે, એક સાધારણ માણસ મેટી પદવી પામે છે અને દુઃખી માણસ તરત સુખી થઈ જાય છે. કારણકે કલ્પવૃક્ષ અથવા ચિંતામણિ રત્નના ચિંતનથી શું શું સિદ્ધ થતું નથી ? આ સ્તોત્રમાંની માત્ર એક ગાથાનું સ્મરણ કરતાં પણ શાંતિ થાય છે, તે પાંચ ગાથા પ્રમાણ સંપૂર્ણ સ્તંત્રનું સ્મરણ કરતાં શું પ્રાપ્ત ન થાય ? આ પરમ તેત્રનું ધ્યાન ધરતાં ઉપસર્ગો બધા ક્ષય થાય છે. વિધલતાએ છેદાઈ જાય છે અને મન પ્રસન્નતા પામે છે. પ્રિયં

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 100