Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
તો મુનિરાજને પોતાના ભેદ પ્રભેદમાં રોકાવું પણ પોષાતું નથી. આ રીતે યથાજાતરૂપ પણાની બે અવસ્થાઓનું વર્ણન કર્યું.
ગા
૨૦૧
ગ્રહી પરમગુરુ-દીધેલ લિંગ, નમસ્કરણ કરી તેમને, વ્રત ને ક્રિયા સુણી, થઈ ઉપસ્થિત, થાય છે મુનિરાજ એ. ૨૦૭. પરમગુરુ વડે દેવામાં આવેલા તે બન્ને લિંગને ગ્રહીને, તેમને નમસ્કાર કરીને, વ્રત સહિત ક્રિયાને સાંભળીને ઉપસ્થિત (આત્માની
સમીપસ્થિત) થયો થકો તે શ્રમણ થાય છે.
·
આ અધિકારમાં પાત્ર જીવને મુનિપણું લેવાનો ભાવ આવે છે ત્યારથી તે શું કરે છે તેની એક અપેક્ષાએ સમાલોચના કરે છે. તેને અનુરૂપ ટીકાકાર આચાર્યદેવે ગાથાનું મથાળું તૈયા૨ કર્યું છે. જે કાંઈ થાય છે તેને ભવતિ ક્રિયા એવું નામ આપ્યું છે. જે પરિણામ સહજપણે થાય છે તેને કરે છે એમ કહ્યું છે. જ્ઞાની જે પરિણામને કરે છે તે સહજ જ છે માટે તે સહજપણે થયા છે એમ પણ કહી શકાય છે. તેથી મથાળામાં ભવતિ ક્રિયાને થવા યોગ્ય ક્રિયા કહી છે.
ટીકામાં ચાર વાત લીધી છે. મુનિદીક્ષા ગ્રહણ કરે છે. ગુરુને નમસ્કાર કરે છે. વ્રત અને ક્રિયાને સાંભળે છે. ઉપસ્થિત થાય છે. મુનિદીક્ષા આપનારમાં તીર્થંકર ભગવાન અને દીક્ષાચાર્ય બન્નેને સમાવી લીધા છે. શ્રામણ્યાર્થી પોતે પોતાના પુરુષાર્થ અનુસાર યથાજાતરૂપ થાય છે. ત્યારે મુનિદીક્ષાના ગ્રહણની વિધિ સમજાવનારના તીર્થંક૨ ૫૨માત્મા અને દીક્ષાચાર્ય બન્નેને સાથે રાખીને તેઓ વ્યવહારથી આ લિંગના દેના૨ છે એવું પ્રતિપાદન ક૨વામાં આવે છે. લેના૨ અને આપના૨ વચ્ચેના સુમેળને નિશ્ચય અને વ્યવહા૨ લાગુ પાડવામાં આવ્યો છે. દીક્ષિત મુનિ પ્રથમ પોતાની મુનિદશાનું સન્માન કરે છે.
૨૨
પોતાની ભાવના ફળે છે. તેનો તેને અંતરંગમાં પ્રમોદ છે તેથી એવી હોંશપૂર્વક એ પોતાના સ્વરૂપમાં લીન થાય છે. આ રીતે મુનિરાજ મુનિદીક્ષા અંગિકા૨ કરીને નિર્વિકલ્પ થાય છે.
નમસ્કાર વિધિમાં તીર્થંક૨ પરમાત્મા અને દીક્ષાચાર્યમાં બધા પંચ પરમેષ્ટિ ગર્ભિતપણે સમાય જાય છે. તેમના વડે મુનિદશા વર્ણવવામાં આવી છે. અનાદિ કાળથી મુનિદશા કેવી હોય છે તે જાણીને તેનું વર્ણન કર્યું છે. પોતે એવું મુનિપણું અંગિકાર કર્યું હતું અથવા કર્યું છે અને તેનું વર્ણન કર્યું કરે છે. આ રીતે પાંચ પરમેષ્ટિ નમસ્કારને યોગ્ય હોવાથી તેને નમસ્કાર ક૨વામાં આવે છે.
હવે દીક્ષાચાર્ય પાસેથી ઉપદેશ સાંભળે છે. ઉપદેશમાં ત્રણ વાત લીધી છે. સામાયિક અર્થાત્ સામ્યભાવનો લાભ થાય એવી ક્રિયા તેનો ઉપદેશ આવે છે. તેમાં મહાવ્રતના પરિણામથી પ્રથમ વાત કરે છે. મુનિરાજ હિંસાના ભાવને છોડે છે. તે અહિંસાના શુભભાવને પણ છોડે છે અને નિર્વિકલ્પ થાય છે. એટલો ઉગ્ર પુરુષાર્થ ચાલતો નથી ત્યારે અહિંસા મહાવ્રતના પરિણામરૂપે પરિણમે છે. અશુભ એવા હિંસાના ભાવમાં તો જવું જ નથી તેથી અહિંસા મહાવ્રતનું પાવન કરે છે. આ અપેક્ષાએ મુનિરાજને અપ્રમત એવી શુદ્ધોપયોગ દશા પણ હોય છે અને પ્રમત એવી મહાવ્રતરૂપ દશા પણ હોય છે. શ્રીગુરુની વાણી આનું વર્ણન કરે છે. તેમાં અન્ય ચાર અશુભ ભાવનો ત્યાગ અને અન્ય ચાર મહાવ્રતોની વાત ગર્ભિતપણે આવી જાય છે. ઉપદેશ તો અહીં યથાજાતપણાના બે લિંગનો છે પરંતુ તે સમયે પણ મુખ્યતા તો નિશ્ચય મહાવ્રત અર્થાત્ શુદ્ધોપયોગની જ છે. જેને એવો શુદ્ધોપયોગ છે તેને આ બહિરંગ અને અંતરંગ લિંગો સહજપણે પ્રાપ્ત થાય છે. શ્રીગુરુનો ઉપદેશમાં જેની મુખ્યતા છે એવા સામ્યભાવની મુનિ પ્રાપ્તિ ચરણાનુયોગસૂચક ચૂલિકા