Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
કોઈ
સ્વાનુભવ ન થાય. જે શુભ ભાવને ભલો માને, ક૨વા જેવો માને, તે જીવને સ્વાનુભૂતિ ન થાય. શુભાશુભ ભાવો જીવના અશુદ્ધ પરિણામો છે અને બંધનું કા૨ણ છે. જે બંધના કારણો હોય તે મુક્તિના કારણો ન બને. તેથી આગમનોજિનાગમનો અભ્યાસ કર્યા બાદ પણ જીવ શુભ ભાવને મોક્ષનું કારણ માનીને એવા ભાવો અને તઅનુસા૨ પ્રવૃતિ કરતા હોય તેમને સ્વાનુભૂતિ ન થાય અર્થાત્ આત્મ જ્ઞાન - સમ્યજ્ઞાનની પ્રગટતા ન થાય. એ રીતે આ ગાથામાં સદ્ભાવ શબ્દ દ્વારા શુભભાવને હિતનું-મોક્ષનું કારણ માનવું એવો અર્થ દર્શાવવામાં આવ્યો છે.
સમયસાર શાસ્ત્રમાં ૨૦૧ ગાથાના શબ્દો પણ લગભગ આ પ્રકારે જ છે પરંતુ બન્ને ગાથાઓના ભાવમાં મોટો તફાવત છે. અહીં ગાથા છે.
:
ગાથા
૩૯
અણુમાત્ર પણ મૂર્છા તણો સદ્ભાવ જો દેહાદિકે, તો સર્વઆગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. ૨૩૯. અને જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂર્છા વર્તતી હોય, તો તે ભલે સર્વ આગમધર હોય તો પણ સિદ્ધિ પામતો નથી.
:
:
-
અણુમાત્ર પણ મૂર્છા તણો સદ્ભાવ જો દેહાદિકે, તો સર્વ આમમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને.
સમયસારની ગાથા આ પ્રમાણે છે.
અણુમાત્ર પણ રામાદિનો સદ્ભાવ વર્તે જેહને, તે સર્વ આગમધર ભલે પણ જાણતો નહીં આત્મને.
આગમના અભ્યાસનું ફળ આત્માની અનુભૂતિ છે. તેનું ફળ વિરતિ પણ છે. શાસ્ત્ર જ્ઞાન કર્યા બાદ પણ જો તત્ત્વાર્થ શ્રદ્ધાન ન કરે તો તે આગમજ્ઞાનની કોઈ કિંમત નથી. વળી આગમ જ્ઞાનનું પ્રયોજન બાહ્ય વિષયો પ્રત્યેની એકત્વબુદ્ધિ - આસકિત બાહ્યમાં રોકાણ તેનો અભાવ ક૨વો તે છે. જો શાસ્ત્રાભ્યાસ પછી પણ વૈરાગ્યની ભૂમિકા ન આવે તો તેવા આગમ જ્ઞાનની કોઈ કિંમત નથી. માટે
આગમ જ્ઞાન તત્ત્વાર્થ શ્રદ્ધાન અને સંયમ એ ત્રણેનું યુગપદપણું એ વાત આચાર્યદેવ આ ગાથાઓમાં લેતા આવ્યા છે.
અહીં પ્રવચનસાર શાસ્ત્રની આ ગાથામાં ‘સદ્ભાવ’ શબ્દનો અર્થ વિદ્યમાનતા-હયાતી છે. અર્થાત્ મુનિને પણ સૂક્ષ્મ એવો રાગ જો પર્યાયમાં વિદ્યમાન રહે તો તેની મુક્તિ ન થાય. આગમનો અભ્યાસ તો રાગને છોડવા માટેનો છે. આગમનો અભ્યાસ કર્યા બાદ પણ જો રાગને સર્વથા ન છોડે તો મુક્તિ થાય નહીં એવું અહીં દર્શાવવું છે.
:
અહીં આ ગાથા મુનિદશાને અનુલક્ષીને છે તેથી વિભાવનો સર્વથા અભાવ ક૨ીને ૫૨માત્મ દશા પ્રગટ કરવા માટે મુનિપણું લીધું હોવા છતાં જો તે શ્રેણી ન માંડે તો તેની મુક્તિ ન થાય. ભાવલિંગીધારી
:
મુનિ શ્રેણી માંડીને અવશ્ય મોક્ષે જવાના છે. પરંતુ જ્યાં સુધી શ્રેણી (અહીં ટીકાકાર આચાર્યદેવે તેને માટે આત્મજ્ઞાન શબ્દ વાપર્યો છે) ન માંડે ત્યાં સુધી તેને મોક્ષની પ્રાપ્તિ ન થાય એવું કહેવા માગે છે.
આ બન્ને ગાથાઓમાં ‘‘સદ્ભાવ’’ શબ્દ વપરાયો છે પરંતુ એ એક જ શબ્દના બે અલગ પ્રકારે અર્થો બન્ને ગાથામાં છે. સમયસાર શાસ્ત્રમાં સદ્ભાવ શબ્દ દ્વારા એવું સમજાવવા માગે છે કે જે જીવને શુભભાવનો પક્ષ છે અર્થાત્ આવા શુભભાવ ક૨વાથી મારી મુક્તિ થશે. એવી માન્યતા છે તેને : પ્રવચનસાર - પીયૂષ
ટીકામાં આચાર્યદેવ કહે છે કે જે પુરુષ પોતાના આત્માને જાણે છે, શ્રદ્ધે છે અને સંયમિત કરે છે તે પુરુષ પણ જો અલ્પ પણ રાગ સહિત છે તો તે કર્મબંધ નથી, મુક્ત થતો નથી. હાથમાં રહેલું આમળું જેમ સ્પષ્ટ જણાય છે એ રીતે જ્ઞાની પોતાના
62