Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
:
તે વૈભાવિક શક્તિ છે. તેની સામે વિભાવને ન કરે એવો ત્રિકાળ સ્વભાવ છે. વિભાવ ક૨વાની ક્ષણિક યોગ્યતાની સામે તે વિભાવનો નાશ ક૨વાનો એક ત્રિકાળ સ્વભાવ છે. જીવ વિભાવ પરિણામ : સ્વતંત્રપણે કરે છે ત્યારે કુદરતમાં તેને અનુકૂળ દ્રવ્યકર્મ વગેરે રચના થાય છે. એ જીવ જ્યારે શુદ્ધતા પ્રગટ કરે છે ત્યારે તે કર્મતંત્ર વિખરાય જાય છે. આ રીતે વિચારતા જીવ બધી પર્યાયો પોતે સ્વતંત્રપણે કરે છે એ વાસ્તવિક સિદ્ધાંત માન્ય રહે છે. જ્યાં કર્મની પરાધીનતા લાગે છે ત્યાં તે પરાધીનતા નથી પરંતુ માત્ર મેળવિશેષ છે.
કર્મ ઉદયમાં આવે તો જ વિભાવ થાય એવું કહેનારે વિચારવું જોઈએ કે દ્રવ્યકર્મની રચના પણ જીવના વિભાવને કારણે જ છે. કર્મ મારગ આપે ત્યારે જીવ મુક્ત થાય એવું કહેનારા ભૂલી જાય છે કે જીવ શુદ્ધતા પ્રગટ કરે એટલે કર્યતંત્ર ખળભળી જાય છે અને વિચારવા લાગે છે અરે ! સમ્યગ્દર્શનરૂપ શુદ્ધ પર્યાયની પ્રથમ પ્રગટતા પહેલા પણ કરણ લબ્ધિના પરિણામ સમયે દર્શન મોહનીય કર્મની સ્થિતિ અને અનુભાગમાં ઘટાડો થવા લાગે છે. જે સમયે જીવ પોતાનું અનાદિથી ચાલ્યું આવતું અજ્ઞાન દૂ૨ ક૨ીને જ્ઞાની થાય છે ત્યારે દર્શન મોહનીય કર્મ આઘુંપાછું થઈ જાય છે. ભલે આસવ યોદ્ધો અનાદિથી અજેય રહ્યો હોય પરંતુ સંવર જાગે ત્યારે આસવનો અભાવ અવશ્ય થાય છે. આ રીતે અનિશ્વવરનયે વિચારતા જીવના બધા પરિણામ સ્વતંત્ર છે એમ નક્કી થાય છે.
: સુખી થાય છે. બાહ્ય સંયોગો કર્મો વગેરે તો સ્હેજે નિમિત્ત નૈમિત્તિક સંબંધરૂપે લક્ષગત થાય છે. સુખદુઃખ માટે જીવ પોતે જ સંપૂર્ણરીતે જવાબદાર હોવા છતાં પોતાને ૫૨ દ્વારા જ સુખ દુ:ખ મળે છે એવું માને છે તે મોટું આશ્ચર્ય છે. માટે ઈશ્વરનય માત્ર જાણવાના વિષયરૂપે લક્ષમાં લઈને હું અનિશ્વરનયે · સ્વાધીન છું એની મુખ્યતા કરીને તેના જો૨માં વિભાવનો નાશ કરવો જોઈએ. સમવાયની વાત અહીં પુરી થાય છે.
ગુણીનય - અગુણીનય
:
અન્ય જીવોની અપેક્ષા લઈને વિચારવામાં આવે છે. અન્ય જીવોના ગુણોને લક્ષમાં લઈને પોતાનામાં એવો ગુણ પ્રગટે એવી ભાવના અને પ્રયત્ન એ ગુણી નય છે. અહીં અધ્યાત્મમાં તો શુદ્ધ પર્યાયની પ્રગટતા એને જ ગુણ ગણવામાં આવે છે અને અશુદ્ધતા ચાલુ રાખવી એ જ અવગુણ છે. લૌકિકમાં આર્યવૃત્તિ અને સજ્જનતા એ ગુણ છે અને અનાર્યવૃત્તિ એ અવગુણ છે. ખરાબ અને ખોટું વહેલા શીખી લેવાય છે અને સારું એટલું જલદી ગ્રહણ થતું નથી આ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર
:
કરવો રહ્યો.
જૈનદર્શન સિવાય અન્ય ધર્મોમાં પણ કર્મની વાત તો કોઈને કોઈ પ્રકારે આવે છે પરંતુ જે સ્પષ્ટતા જૈન દર્શન કરે છે તેવી ક્યાંય નથી. માટે વૈભાવિક શક્તિ કાર્ય કઈ રીતે કરે છે તે બધાએ સારી રીતે
સમજી લેવું જરૂરી છે. જીવ પોતે પ૨સમય પ્રવૃતિ ક૨ીને દુઃખી થાય છે અને સ્વસમય પ્રવૃતિ કરીને જ
પ્રવચનસાર -
પીયૂષ
પંચપરમેષ્ટિનો યોગ પ્રાપ્ત થવો એ પ્રારબ્ધ આધીન છે. પરંતુ તેવો યોગ પ્રાપ્ત થયા બાદ તત્ત્વનો અભ્યાસ, તેની રુચિ એ તો તે સમયનો નવો પ્રયત્ન છે. અભ્યાસ કર્યા બાદ સમકિતની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે ત્યારે તે સાચા અર્થમાં ગુણગ્રાહી કહી શકાય. પોતે શુદ્ધતા માટે જરૂરી પુરુષાર્થ ન કરે અને મારે પરમાત્મા થવું છે એવી ભાવના જ રાખે તેને સાચા અર્થમાં ગુણગ્રાહી ન કહી શકાય. જ્ઞાનીનો ઉપદેશ પ્રાપ્ત થાય એ દેશના છે પરંતુ પોતે તેને ગ્રહણ કરીને તે પ્રમાણે પોતાનું પરિણમન
:
...
કરી લે ત્યારે તે સાચા અર્થમાં દેશનાલબ્ધિ છે.
૧૯૩