Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
ત્રિકાળ સત્તા લેવામાં આવે છે તે બધાને તેના પરિણામો અવશ્ય હોય છે. આ રીતે દ્રવ્યને તેની પર્યાય અને ગુણોને ગુણોની પર્યાય હોય છે. એ રીતે નિરંશ અંશને તેની અનાદિથી અનંતકાળ
સુધીની પર્યાયો હોય છે. આ રીતે નિત્ય
સ્વભાવની સ્થાપના કરવાથી દ્રવ્ય સામાન્ય એક
સ્વભાવ છે. તેમ અનંત ગુણો પણ પોતાના એક
એક સ્વભાવને લઈને રહેલા છે. આમ હોવાથી
પદાર્થનું અખંડપણું કાયમ રાખીને દ્રવ્ય અને ગુણને અલગ સત્ આપવું જોઈએ. તેથી ગુણના સ્વભાવને ‘એક’ કહેવાય તે રીતે દ્રવ્યના સ્વભાવને પણ ‘એક’ કહેવામાં આવે છે.
પ્રશ્ન: પદાર્થનું અખંડપણું તો પછી દ્રવ્ય અને ગુણોને આ રીતે સ્વતંત્ર ત્રિકાળ સત્પે શા માટે લક્ષમાં લેવા જોઈએ ?
ઉત્તરઃ પદાર્થ અંતર્ગત દ્રવ્ય અને ગુણો પોતાના કહેવાય એવા સ્વભાવને લઈને રહેલા છે અને તે સ્વભાવને અનુરૂપ કાર્ય તે અવશ્ય કરે છે. આ સ્પષ્ટ ચિત્ર જ્ઞાનમાં આવે માટે દ્રવ્ય અને ગુણની આ રીતે સ્વતંત્ર સ્થાપના જરૂરી છે. દ્રવ્ય અને ગુણની આ રીતે સ્થાપના કર્યા બાદ હવે તે બન્ને વચ્ચેના સંબંધનો વિચાર કરીએ. દ્રવ્ય-ગુણગુણાંશો અને નિરંશ અંશો એ બધા નિત્ય છે માટે તે બધા વચ્ચે જે સંબંધો છે તે નિત્ય અને તાદાત્મ્યરૂપ છે. ગા.૯૩માં વિસ્તાર સામાન્ય સમુદાયાત્મક તે દ્રવ્ય છે એમ લીધું છે અર્થાત્ અનંત ગુણોનું એકત્વ તે દ્રવ્ય છે. ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે એમ ન લેતા દ્રવ્યની સત્તા પાસે એ અનંતગુણો એક૨સરૂપ જોવા મળે છે. દ્રવ્યની સત્તા પાસે જોતા કોઈ ગુણો જાદા લક્ષમાં આવતા નથી. આ રીતે દ્રવ્ય સામાન્ય સ્વભાવ આપણને અે
·
:
:
પ્રવચનસાર -
પીયૂષ
હવે અનંત ગુણોના એકત્વરૂપ જોવા મળે છે. તેથી ત્યાં મહાસત્તા અને અવાંતર સત્તામાં શું કહેવા માગે છે તેનો ખ્યાલ કરીએ. જે એકત્વરૂપ સત્તા છે તે મહાસત્તા છે તે જેનું એકત્વ છે તેને અવાંતર સત્તાઓ કહેવામાં આવે છે. તેથી દ્રવ્ય મહાસત્તા છે ત્યારે ગુણો અવાંતર સત્તા છે. તે ગુણને મહાસત્તારૂપે લક્ષમાં લઈએ ત્યારે ગુણાંશો તેની અવાંતર સત્તારૂપ છે. આ રીતે વિચારતા કોઈ એક મહાસત્તા જ હોય કે અવાંતર સત્તા જ હોય એમ નથી. મહાસત્તા કે અવાંતરસત્તા એ તો સ્વભાવને જોવાની એક દૃષ્ટિ છે. એકત્વરૂપે જ્યારે વિચાર કરીએ ત્યારે ગુણના સ્વભાવને એક સ્વભાવી કહીએ તો તેની અપેક્ષાએ દ્રવ્યને
બહુસ્વભાવી ગણવું જોઈએ. આ પ્રમાણે વિચારવાથી ગુણ એક સ્વભાવી એક છે તો દ્રવ્ય બહુસ્વભાવી એક છે. દ્રવ્યના આવા સ્વભાવને પણ બેરૂપે લક્ષમાં લઈ
શકાય.
તેનો બહુસ્વભાવી એક કહ્યા બાદ તેને : એક સ્વભાવી એક પણ કહેવાય. એ સમજવા માટે એક દૃષ્ટાંતઃ- કોઈને ઘે૨ આપણને દૂધીયું પીવા મળ્યું. તેનો સ્વાદ મઝાનો લાગ્યો પછી પૂછયું કે આ કેવી રીતે બનાવ્યું? તેમાં કેટલી ચીજો છે ? ત્યારે તેના જવાબમાં કહે કે તમે સ્વાદ માણ્યો જ છે તો તમે જ કહો તેમાં શું શું હતું? જ્યારે એણે દૂધીયાનો સ્વાદ માણ્યો હતો ત્યારે તો તેને એકરૂપ સ્વાદરૂપે જ ચાખ્યો હતો. હવે જ્યારે તેમાં કેટલી વસ્તુ હતી તેનો નિર્ણય ક૨વાનો છે ત્યારે તે પોતાને આવેલા સ્વાદનું વિશ્લેષણ કરીને ગોતવા લાગશે. હવે એ સ્વાદ ‘બહુ સ્વભાવી’ સ્વાદરૂપે લક્ષમાં લીઈને તેનું પૃથક્ક૨ણ ક૨શે.
:
:
૨૦૯