Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
વાત નથી. જીવ અશુદ્ધતારૂપે પરિણમે ત્યારે નવા કર્મો બંધાય અને જો જીવ શુદ્ધતારૂપે પરિણમે તો નવા કર્મનો બંધ ન થાય. આ રીતે વિચારતા જીવના પરિણામ નિમિત્ત થાય છે અને નવા કર્મોનો બંધ નૈમિત્તિક થાય છે. તેથી અહીં જીવના પરિણામને ક૨ના૨ (બંધક) અને નવા કર્મને થના૨ રૂપે લક્ષમાં
લેવાના રહ્યા.
જીવના અન્ય દ્રવ્યો સાથેના સંબંધની વાત વ્યવહારનયમાં ન લીધી. માત્ર દ્રવ્યકર્મની જ વાત લીધી. તેથી તેની વિશિષ્ટતા શું છે તે વિચારવું જરૂરી છે.
: નૈમિત્તિક સંબંધ આયુષ્ય કર્મ અને વેદનીય કર્મ સાથે છે. જે કોઈ સ્થિતિ જીવની થાય છે તે આ અનુસાર જ થાય છે. લૌકિકમાં અન્ય અનેક પ્રકારના નિમિત્તો માનવામાં આવ્યા છે પરંતુ તેની : કાંઈ કિંમત નથી. તે અનુસાર થતું દેખાય છે પરંતુ ખરેખર તેમ નથી. આ વાત લક્ષમાં લેવાથી ૫૨ની કર્તૃત્વ બુદ્ધિ છૂટી જાય છે. હું બીજાને મારી કે જીવાડી શકું છું અથવા સુખી દુ:ખી કરી શકું છું એ માન્યતા તદ્ન જાઠી છે.
:
પદાર્થ દ્રવ્ય-પર્યાયરૂપ છે. સ્વભાવ એકરૂપ
જીવ બે પ્રકારે પદ્રવ્યો સાથે સંબંધમાં આવી : છે, અન્વયરૂપ છે, પર્યાય અનેકરૂપ છે, વ્યતિરેકરૂપ
શકે છે. જીવ અશુદ્ધતારૂપે પરિણમે તો (જીવ- : ભાવકર્મ) દ્રવ્યકર્મ (શરીર-સંયોગો) નોકર્મ. અર્થાત્ જીવ જ્યારે ભાવકર્મરૂપે પરિણમે છે ત્યારે તેને પરદ્રવ્ય સાથે દોષિત સંબંધ છે અને તે પદ્રવ્યો તેના માટે નોકર્મ છે. જીવ વિભાવરૂપે પરિણમે છે ત્યારે દ્રવ્યકર્મ બંધાય છે. તે દ્રવ્યકર્મને જીવ અને સંયોગો બન્ને સાથે સંબંધ છે.
છે. પદાર્થનું આ નિર્દોષ બંધારણ છે. તેથી તે શુદ્ધ જ છે. પરંતુ અહીં સ્વભાવને શુદ્ધ અને પર્યાયને અશુદ્ઘનય લાગુ પાડયા છે. પદાર્થને દ્રવ્યસ્વરૂપે લક્ષમાં લે તે શુદ્ઘનય અને પદાર્થને પર્યાયરૂપે જાણે તે અશુદ્ઘનય એવું કહેવા માગે છે. તેથી ત્યાં એ પ્રકારે કહેવા પાછળનો આશય આપણે લક્ષમાં લેવો રહ્યો.
:
:
અનાદિ સંસારનો વિચાર કરીએ ત્યારે કર્મતંત્રની અનિવાર્યતા છે. માટે ત્યાં દ્રવ્ય અને ભાવ એવું દ્વૈત અવશ્ય હોય છે. દ્રવ્યકર્મ માટે દ્રવ્ય અને જીવના પરિણામ માટે ભાવ શબ્દ વા૫૨વામાં આવે છે. ભાવ આસવ અને દ્રવ્ય આસ્રવ તેમજ ભાવ પ્રતિક્રમણ અને દ્રવ્યપ્રતિક્રમણ આવો નિયમ શરીર અને સંયોગો સાથેના સંબંધમાં નથી.
: અશુદ્ઘનય - શુદ્ધનય
જીવ જ્યારે શુદ્ધતારૂપે પરિણામે છે ત્યારે તેને પરદ્રવ્ય સાથે નિર્દોષ જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. ત્યાં હવે કર્મતંત્ર રહેતું નથી.
·
જીવના જીવન-મરણ તથા ઈન્દ્રિય સુખદુઃખનો વિચાર કરીએ ત્યારે તે થાય છે. પોતાના ઉપાદાન અનુસા૨, વળી તેને નિયમરૂપ નિમિત્ત
૨૦૬
સ્વભાવને અભેદ અને ગુણ તથા પર્યાયોને ભેદરૂપ કહેવામાં આવે છે. આખો જીવ પદાર્થ તે હું છું એમ લીધા બાદ દ્રવ્ય સામાન્ય તત્ત્વને, તે ગુણ અને પર્યાયના ભેદરહિત છે એ રીતે, અતભાવરૂપે જાદુ પાડીને તેમાં હુંપણું સ્થાપવામાં આવે છે. તેને આશ્રયભૂત તત્ત્વરૂપે દર્શાવવામાં આવે છે. એ સ્વભાવના આશ્રયને શુદ્ઘનય કહેવામાં આવે છે. ગુણ અને પર્યાયથી ભેદજ્ઞાન ક૨વાનું નથી. તે ભેદો ક્યાંય ચાલ્યા જતા નથી તેથી તો તેમને ગૌણ કરીને અભાવરૂપ કહેવામાં આવે છે. ગુણ અને પર્યાય માત્રને લક્ષમાં લેતા પણ અનુભવ થતો નથી. અર્થાત્ ગુણ કે પર્યાય તો આશ્રયભૂત તત્ત્વો નથી. પર્યાયમાંથી : નવી પર્યાય ન આવે. તે પ્રમાણે દ્રવ્યપર્યાયરૂપ ચરણાનુયોગસૂચક ચૂલિકા
: