Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
સર્વ મનોરથનું સ્થાન
વાત લેવી નથી. એવા શ્રમણને શુદ્ધોપયોગ હોય છે અથવા જેને આવો શુદ્ધોપયોગ હોય તે શ્રમણ
આચાર્યદેવ આ ગાથામાં શુદ્ધોપયોગીનો મહિમા કરે છે. શુદ્ધોપયોગીને શું પ્રાપ્ત નથી થતું ?
:
છે. જે રીતે સમજવું હોય અને અર્થઘટન ક૨વું હોય
તે પ્રકારે લઈ શકાય છે કારણકે અહીં ભાવલિંગધારી સંતની પવિત્ર પર્યાયને જ બિરદાવવી છે.
અર્થાત્ જેમ ચિંતામણિ રત્ન પાસેથી ઈચ્છિત વિષયોની પ્રાપ્તિ થાય છે. એમ શુદ્ધોપયોગીના બધા મનો૨થ પા૨ પાડે છે. એ વિચારવું છે કે : શુદ્ધોપયોગીના મનો૨થ કેવા હોય છે? તેને સંસારના ભોગ ભોગવવાની ભાવના છે? તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરવી છે કે તેને એક માત્ર મોક્ષની જ અભિલાષ છે? જવાબ એ છે કે પોતે શ્રામણ્યનું યથા યોગ્ય પાલન કરતાં હોવા છતાં તેને વર્તમાનમાં જ મુક્તિ થતી હોય તો તેને કોઈ કામ બાકી રહેતા નથી. મુનિને નિર્વિકલ્પદશા પ્રગટ કરે ત્યારે મૂળગુણના પાલનની વાત પણ યાદ નથી આવતી. મુનિ વિકલ્પ માત્રને તોડીને નિર્વિકલ્પ રહેવા માગે છે અને ભક્તપણું છોડીને ભગવાન બનવા માગે છે. પરમપદની પ્રાપ્તિ તે જ તેનો મનોરથ છે. સિદ્ધાંત એ છે કે શુદ્ધોપયોગીને તેનાં ઈષ્ટફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે તેથી શુદ્ધોપયોગીને સર્વ મનોરથના સ્થાનરૂપ ગણવામાં આવ્યા છે.
શુદ્ધને દર્શન અને જ્ઞાન
જાણવા દેખવાનું કાર્ય તો બધા કરે છે. અહીં એ વાત નથી લેવી. પાત્ર જીવ જ્ઞાની ગુરુનો ઉપદેશ સાંભળે છે. રાગ ક૨વો એ જીવનું યોગ્ય કાર્ય નથી પરંતુ જ્ઞાતા દ્દષ્ટા રહેવું એ જીવનું કાર્ય છે એવું એ જીવ પોતાના (બહિર્લક્ષી) જ્ઞાનમાં લે છે અને તેનો સ્વીકાર પણ કરે છે. અહીં એવા પાત્ર જીવની પણ વાત નથી લેવી. સમ્યગ્દષ્ટિ જીવ સાચા અર્થમાં જ્ઞાતા દૃષ્ટા થાય છે. ભેદ જ્ઞાનનો પ્રયોગ કરીને એ જીવે વિભાવને દૂર કર્યો છે અને અન્ય પદાર્થોને ભોગની સામગ્રીરૂપે લક્ષમાં ન લેતા તે બધા મારા માટે ૫૨જ્ઞેય છે એમ જાણે છે. તેને પ્રજ્ઞા અર્થાત્ વિવેકી જ્ઞાન વર્તે છે. તે પરને જાણતા સમયે પણ આ જાણનાર હું છું અને જે જણાય છે તે પરદ્રવ્ય મારાથી ભિન્ન
તે
છે એવો વિવેક તેને જ્ઞપ્તિ ક્રિયા સમયે જ વર્તે છે અને જેને ૫૨રૂપે જાણે છે તેને ત્યાગે છે અર્થાત્ તેના જ્ઞાનમાં જ ત્યાગનો ભાવ હોય છે. અહીં એવા
:
સમ્યગ્દષ્ટિના જ્ઞાનદર્શનની પણ વાત નથી લેવી.
‘શુદ્ધ’ ને શ્રામણ્ય હોય છે. અર્થાત્ કોઈ બાહ્યમાં દ્રવ્યલિંગ દેખીને તેને મુનિ માની લે. કયારેક શુભોપયોગીને પણ મુનિ કહેવામાં આવે છે પરંતુ ભાવલિંગ એ સાચું મુનિપણું છે. તે શુદ્ધને જ હોય છે. અહીં શુદ્ધોપયોગ શબ્દ દ્વારા ત્રણ કષાયના
જ્ઞાનીનું જ્ઞાન સાચું હોવા છતાં તેને અહીં ગૌણ કરવું છે. તેનો આશય સમજવો જરૂરી છે.
:
સમ્યગ્દષ્ટિના જ્ઞાન અને શ્રદ્ધાન સાચા છે.
અભાવપૂર્વકની શુદ્ધતા લેવી છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર · તે પરને પરૂપે જાણે છે અને તેના જ્ઞાન અને એ ત્રણની શુદ્ધતા અને એકાગ્રતારૂપ નિર્વિકલ્પ દશા તેને શુદ્ધોપયોગ કહેવો છે. સમ્યગ્દષ્ટિ અને શ્રાવકને પણ શુદ્ધોપયોગ નિર્વિકલ્પ દશા આવી જાય છે પરંતુ એ વાત નથી લેવી. ૫૨માત્માને સદાય શુદ્ધોપયોગ જ છે. એ વાત પણ નથી લેવી. અહીં તો શ્રામણ્ય અર્થાત્ ત્રણ કષાયના અભાવપૂર્વકના ભાવલિંગની
:
અભિપ્રાયમાં તેના ત્યાગનો ભાવ જ છે. તેણે ૫૨ને અને વિભાવને છોડવા જેવા માન્યા પરંતુ હજુ તેનો યોગ્ય અને પુરતો અમલ નથી કર્યો. મુનિએ એ પ્રમાણે જાણીને તેનો અમલ પણ કર્યો છે. અંતરંગમાં ત્રણ કષાયનો અભાવ કર્યો છે અને બાહ્યમાં સર્વ સંગ પરિત્યાગ કર્યો છે. તેથી મુનિને જ સાચા અર્થમાં ચરણાનુયોગસૂચક ચૂલિકા
૧૪૪