Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
થઈ છે. એવી દશા ટંકોત્કીર્ણ છે. અર્થાત્ જેમ ટાંકણાથી કોતરેલ મુર્તિ સદાય એવીને એવી જ રહે છે તેમ સિદ્ધ ભગવંતને પ્રાપ્ત થયેલ પ૨મ આહલાદરૂપ દશા હવે સાદિ અનંતકાળ સુધી એવીને એવી જ રહેશે. સમયસારમાં ગાથા છે—
:
: નાશ કર્યો છે અને વીતરાગ દશા પ્રગટ કરી છે. તેથી અઘાતિના ઉદય અનુસાર સંયોગરૂપે પ્રાપ્ત થયેલી સામગ્રીમાં તે જોડાતા નથી તેથી તેને ઈન્દ્રિય સુખ કે દુઃખ બેમાંથી એકપણનો અનુભવ નથી. અઘાતિ કર્મોદયના ફળની મર્યાદા માત્ર સંયોગો આપવા પુરતી જ છે. ઈન્દ્રિય સુખ દુઃખ આપવાની તેમાં શક્તિ નથી. તેથી અરિહંત પરમાત્માના અનંત સહજ સ્વાભાવિક અતીન્દ્રિય સુખને કોઈ બાધા આવતી નથી. પરંતુ પોતાના ભૂતકાળની ભૂલ અનુસાર જે અઘાતિ કર્મો બંધાયેલા તેના ફ્ળને બાધારૂપ ગણે તો સિદ્ધ ૫૨માત્માને એટલી પણ અપેક્ષા (બાધા) લાગુ નથી પડતી માટે સિદ્ધ ભગવંતના સુખને અવ્યાબાધ કહે છે.
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે !
સમયસાર ગા. ૨૦૬
આ ઉપદેશ અનુસાર મુનિરાજ જ્યારે પોતાના સ્વભાવમાં જ પોતાના ઉપયોગને ધારાપ્રવાહરૂપ અંતમુહૂર્ત ટકાવી રાખે છે ત્યારે તે પરમાત્મા થાય છે. ત્યારે જે અપૂર્વ અનંત સુખની પ્રાપ્તિ થાય છે. તેમાંથી તે ધરાય જાય છે. મુનિદશામાં તે ભાવના ભાવતા હતા કે આ ધીમી ધારે જે અમૃત (સુખ) પ્રાપ્ત થાય છે તેમાંથી અમને સંતોષ નથી થતો અમારે તો દરેક સમયે સંપૂર્ણ આનંદ મેળવવો છે. એ આનંદ તેને ઉગ્ર પુરુષાર્થ વડે પ્રગટ થતાં તે તૃપ્ત થાય છે.
:
:
ક્ષીણમોહ દશાની પ્રાપ્તિ થતાં જ સમસ્ત વિકલ્પો નાશ પામ્યા હતા. તેનો નાશ થતાં પરિણામ એકદમ શાંત થઈ ગયા હતા. ૫૨માત્મદશાની પ્રગટતા થતાં સહજગુણોની સંપૂર્ણ પર્યાયો શુદ્ધ અને પરિપૂર્ણ થતાં જે નિશ્ચળતા સિદ્ધ દશાના પ્રગટ થાય છે તેને ‘ગંભીર' શબ્દ દ્વારા સમજાવવામાં આવે
છે.
અરિહંત પરમાત્મા અને સિદ્ધ ભગવંનના સુખમાં ૫૨માર્ચે કોઈ તફાવત નથી. તીર્થંક૨ ભગવાનના સુખ માટે અનંત શબ્દ વાપરે અને સિદ્ધના સુખ માટે અવ્યાબાધ શબ્દ વાપરે. અરિહંત પરમાત્માએ (નિમિત્તરૂપે) ચાર ઘાતિ કર્મોનો નાશ કર્યો છે. અઘાતિ કર્મોનો નાશ તેના સ્વકાળે થાય છે. જીવના સ્વરૂપ સન્મુખના પુરુષાર્થની કોઈ અસ૨ (નિમિત્તરૂપે પણ) તેના ઉ૫૨ નથી. અઘાતિ કર્મોમાં પુણ્ય અને પાપ એવી બે પ્રકારની પ્રવૃતિઓ છે. અઘાતિ કર્મોદય અનુસા૨ જીવને શરીર અને સંયોગોની પ્રાપ્તિ થાય છે. પુણ્ય પ્રકૃતિના ફળરૂપે અનુકૂળ સંયોગો અને પાપ અનુસાર પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. જીવ જો ઘાતિ કર્મના ઉદયમાં જોડાયને વિભાવ કરે અને એ વિભાવ ભાવ વડે
સર્વ મનોરથ સ્થાન ભૂત
:
અજ્ઞાનીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિની ભાવના હોય છે. જ્ઞાની મુનિદશાની ભાવના ભાવે છે. “કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો’'. મુનિને પરમાત્મ દશા પ્રગટ કરવાની ઉતાવળ હોય છે.
સંયોગમાં જોડાય તો તેને ઈન્દ્રિય સુખ-દુઃખનો : મુનિને અન્ય કોઈ મનોરથ ન હોય. મુનિદશામાં અનુભવ થાય. અરિહંત પરમાત્માએ ઘાતિ કર્મોનો : ભૂમિકાને યોગ્ય ૨૮ મૂળગુણનું પાલન બરોબર પ્રવચનસાર - પીયૂષ
૧૪૭
:
:
શુદ્ધોપયોગ એ પરમાત્મદશાનું પ્રવેશ દ્વાર છે. મુનિપણું લીધા વિના કોઈ જીવની મુક્તિ ન થાય માટે કહ્યું છે કે નિર્વાણ અને સિદ્ધદશા એ ‘શુદ્ધ’ ને જ પ્રાપ્ત થાય છે. આ રીતે આચાર્યદેવ મુનિદશાને બિરદાવી છે. તે દશાને નમસ્કાર કરે છે.