Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 74
________________ અતિચારાનું ચિંતવન ત્રીજા કાર્યોત્સર્ગમાં કરવું એ જ યેગ્ય છે. ગુરૂવંદન પણ અંધકાર છતાં કરવાનું નથી કેમકે અંધકારમાં અન્ય સંઘટ્ટ થઈ જાય તેમ જ એક બીજાને-ગુરૂ શિષ્યને પરસ્પર ન દેખવાથી મંદ શ્રદ્ધાપણું ઉત્પન્ન થાય તેથી તે પણ પ્રત્યુષકાળે કરવું ઘટીત છે. એ ત્રીજા કાત્સર્ગમાં મુનિ સવાસપાત્ર એ ગાથા વિચારે અને શ્રાવક નામવમિમ ઇત્યાદિ આઠ ગાથા ચિતવે. સિદ્ધાળ સુક્કા કહ્યા પછી મુહપત્તી પડિલેહીને પૂર્વવત્ દેવસિક પ્રતિકમણવત્) વાંદણું દેવા વિગેરેને વિધિ વંદીતા સૂત્ર પછીના પ્રથમ કાર્યોત્સર્ગ પર્યત કરે. એટલે એ બધી વિધિ દૈવસિક પ્રતિકમણ પ્રમાણે સમજવી. પૂર્વે ચારિત્રાચાર વિગેરે આચારેની પ્રત્યેકની વિશુદ્ધિને અર્થે પૃથક પૃથક કાર્યોત્સર્ગ કર્યા છતાં સાંપ્રત તે ત્રણે આચારેનાં પ્રતિકમણવડે અશુદ્ધ રહેલા અતિચારોની એકત્ર શુદ્ધિ કરવાને નિમિત્તે આ કાર્યોત્સર્ગને વિષે શ્રી વીર ભગવંતને કરેલે ષણમાસીક તપ ચિંતવવાને છે. શ્રી બાષભદેવ ભગવંતને વારે ઉત્કૃષ્ટ વરસી તપ, મધ્યના ૨૪ તીર્થકરને વારે આઠ માસી તપ અને વીર ભગવંતને વારે ઉત્કૃષ્ટ છ માસી ત: સમજ. એ કાર્યોત્સર્ગમાં તપ ચિતવન આ પ્રમાણે સમજવું. શ્રી વદ્ધમાન સ્વામીનું તીર્થ વર્તતે સતે હે જીવ! શ્રી વ માન સ્વામીને કરેલા ષણમાસિક તપને તું કરી શકીશ-કરવાને શક્તિમાન છું.?” આવા પ્રશ્નને ઉત્તર મનમાં ચિંતવ કે શક્તિવાન નથી. પછી અનુક્રમે એક એક ઉપવાસની હાની કરતે વિચારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118