________________
થયે પણ કડાં પાછાં આપવાં ભૂલી ગઈ. પાંચ સાત વર્ષ વીતી ગયાં, એટલે કડાંવાળાએ પિતાના કડાં પાછાં માગ્યાં. તેણે કહ્યું, કે “મારી પુત્રીના હાથમાંથી કાઢીને લઇ જા.” તે પુરુષે કડાં કાઢવા ઘણી મહેનત કરી પણ પહેર્યાને બહુ વર્ષ થયેલા હોવાથી નીકળી શકયાં નહીં. પેલાએ તે કડાં પાછા લેવા આગ્રહ કર્યો એટલે તે સ્ત્રીએ કહ્યું કે “તારાં કડાં જેવાં જ બીજા નવાં કડાં કરાવી આપું.” પુરુષ બે કે “હું બીજાં શા માટે લઉં. હું તે મારાં કડાં છે તે જ લઈશ.” સ્ત્રી બેલી કે “ત્યારે શું મારી પુત્રીના હાથ છેદીને તારાં કડાં કાઢી દઉં?” આટલી વાત કહીને રાણું બેલી કે “આ પુરુષને કેવી રીતે સમજાવો કે જેથી તે કડાં લીધા વિના પાછો જાય.” દાસી કહે-“તમે જ કહે.” રાણીએ આવતી કાલે કહેવાને વાયદો કર્યો. રાજા પણ આવ્યું
એટલે રાણીએ ખુલાસે કર્યો કે પેલી સ્ત્રી યુક્તિ વિચારીને બેલી કે “હે ભાઈ ! જે તારે તારાં જ કડાં પાછાં લેવાં હોય તે રૂપીઆ પણ મેં જે આપેલા છે તે જ મને પાછા લાવી દે.” આમ સાંભળીને તે પુરુષ મુંગે મોઢે ચાલ્યા ગયે, કારણ કે પાંચ વરસના આપેલા રૂપીઆ તેના તે કાંઈ લાવી શકાય નહીં.”
આ પ્રમાણે છ મહિના પર્યત વાર્તાના રસને લીધે રાજા તેને ત્યાં જ આવ્યા, તેથી બીજી રાણીએ તેની બહુ ઈર્ષા કરવા લાગી અને તેનાં છિદ્ર શોધવા માંડ્યાં.
ચિત્રકાર પુત્રી દરરોજ પોતાના પિતાનાં ઘરમાં પહેરતી હતી તે વસ્ત્ર પહેરીને પિતાના ઓરડામાં એકાંતે રહી સતી આત્મનિંદા કરતી હતી કે “હે જીવ! પરમાર્થે તારે તે આજ વેષ છે. રાજાને રાજકુળમાં ઉત્પન્ન થયેલી બીજી ઘણી મનહર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org