________________
૧૦૮
વ્યાધિ હૈાય તે ઉપશમાવે અને વ્યાધિ ન હાય તા શરરના વર્ણ, લાવણ્યની વૃદ્ધિ કરે. રાજાએ ત્રીજા વૈદ્યનું ઔષધ પેાતાના પુત્રને ખવરાવ્યું જેથી પુત્ર નિરંગી થયા અને રૂપ લાવણ્યની વૃદ્ધિ થઇ. ઇતિ વૈદ્ય દ્રષ્ટાંત.
એ પ્રમાણે પ્રતિક્રમણ કરવાથી જો દોષ હોય તે તેનું નિવારણ થાય અને દોષ ન હોય તે ચારિત્રની અત્યંત શુદ્ધિ થાય. માટે નિરતિચાર ચારિત્રવાળાએ પણ પ્રતિક્રમણ કરવું.
इथं सहेतुक यथाक्रम सूत्रयुक्त्या साधु प्रतिक्रमणकृन्निज कर्मजालं । सद्यो विभिद्य घृत केवल विक्रमेण मुक्ति भजेत भृशमक्षय सौख्यलक्ष्मीम् ॥ १ ॥
“આ પ્રમાણે હેતુ સહિત અનુક્રમ પ્રમાણે સૂત્રે કહેવાની યુક્તિએ કરીને પ્રતિક્રમણ કરતા એવા સાધુ પોતાની કર્મજાળ પ્રત્યે તત્કાળ ભેદન કરીને કેવળ જ્ઞાન રૂપી પરાક્રમવટે અત્યં ત અને અક્ષય સુખ લક્ષ્મી છે જ્યાં એવી મુક્તિ પ્રત્યે પામે.” ઈતિકિંચિત્ હેતુગર્ભ પ્રતિક્રમણ ક્રમવિધિ.
ઉપર પ્રમાણે પ્રતિક્રમણ હેતુગર્ભ નામના ગ્રંથનું ભાષાંતર યથામતિ કર્યું છે. તેમાં જે કાંઈ વિતરાગની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તે સંબંધી વાંચક વર્ગ સમિપે મિથ્યા દુષ્કૃત માગી લઇએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org