Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 116
________________ ૧૦૭ કર્યું અને તેને પૂર્વભવ કહી સંભળાવ્યું. નાગદત્ત તત્કાળ બાધ પામ્યો અને જાતિસ્મરણવડે પૂર્વભવ દેખી પ્રત્યેક બુદ્ધ થઈ ભાવચારિત્ર યુક્ત થયે. દેવતા તેને મુનિને વેષ આપીને જે આવ્યું હતું તે સ્વસ્થાનકે ગયે. પછી તેણે કષાયાદિક સપને દેવરૂપ કરંડીયાને વિષે ક્ષેપન કરીને એવા કબજે કર્યા કે તે કિંચિત્માત્ર પણ હાલી ચાલી શકે નહીં. અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળીને ગંધર્વનાગદત્ત મેક્ષગામી થશે. | ઇતિ ગંધર્વનાગદત્ત કથા ઉપરની કથાનું શ્રવણ કરીને પ્રાણુએ કષાને તજી દેવા અને નિરંતર તેની શુદ્ધિને માટે પ્રતિક્રમણ કરવું. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “નિરતિચાર વતવાળાએ શા માટે પ્રતિક્રમણ કરવું?” આચાર્ય તેના ઉત્તરમાં ત્રણ વૈિદ્યોનું દૃષ્ટાંત કહે છે “એક રાજાને એકજ પુત્ર હતું તે. અત્યંત વલ્લભ હેવાથી તેણે વિચાર્યું કે “આને વ્યાધિજ ન થાય માટે આગામી ચિકિત્સા કરું” તેણે તરત જ વૈદ્યને બોલાવ્યા અને કહ્યું કે “તમે મારા પુત્રની એવી ચિકિત્સા કરો કે જેથી એને કઈ પણ વખત વ્યાધિ જ ન થાય” વૈદ્યોએ ઔષધ કરવું કબુલ કર્યું એટલે તેમના ઔષધના ગુણ દેષ રાજાએ પુછયા. પહેલે વૈદ્ય બોલ્યા કે—મારું ઔષધ ખાવાથી જે વ્યાધિ હોય તે નિવર્તિ અને વ્યાધિ ન હોય તે મરણ પમાડે. બીજા વૈદ્ય કહ્યું કે–મારા ઔષધવડે જે વ્યાધિ હોય તે ઉપશમે અને નહીં તે ગુણ કે દેષ કાંઈ ન કરે. ત્રીજે વૈદ્ય બે કે-મારું ઔષધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118