________________
૧૦૦ શુદ્ધિની ઉપર બીજું ઔષધેનું દૃષ્ટાંત આ પ્રમાણે એક નગરના રાજાની સાથે યુદ્ધ કરવાને માટે અને તેના નગરદ્વારનું રૂંધન કરવાને માટે બીજા રાજાનું સિન્ય આવતું હતું. તે પ્રસંગે માર્ગમાંહેના જળાશયોનું જળ ઝેર મિશ્રીત કરી દેવાને માટે રાજાએ વૈદ્ય પાસે વિષ મંગાવ્યું. વૈદ્ય જવ જેટલું વિષ લઈને આવ્યું એટલે રાજા કોપાયમાન થયે કે મોટા મેટા જળાશયોમાં આટલું વિષ શું કરી શકશે?” વૈદે કહ્યું કે “હે રાજન ! તમે કોપાયમાન ન થાઓ, આ વિષ સહસવેધી છે” રાજાએ કહ્યું “કેવી રીતે ?” વૈધે તરત જ મરણોન્મુખ થયેલા એક વૃદ્ધ હસ્તી ને ત્યાં અણાવ્યું અને તેને એક વાળ ઊંચે કરીને તેના મૂળમાં વિષ મુક્યું. એટલે ચેડા વખતમાં હાથીના આખા શરીરમાં ઝેર પ્રગમી ગયું. પછી વૈદ્ય કહ્યું કે “આ હસ્તીના શરીરના કેઈ પણ ભાગ ખાનારને પણ ઝેર ચડશે. તે ખાનારન ખાનારને, તેના ખાનારને, એમ ઉત્તરોત્તર એક હજાર પ્રાણુ પર્યત વિષની અસર થશે.” રાજાએ કહ્યું કે “એનું વાલણ પણ છે?” વૈધે હા કહી, એટલે તરત જ તે ઔષધ મંગાવીને કિંચિત્ માત્ર હસ્તિને ખવરાવ્યું કે તકાળ તે નિર્વિષ થયે.
* એ પ્રમાણે મુનિરાજે પણ અતિચાર રૂપ ઝેરનું તેની નિંદારૂપ ઔષધે કરીને નિવારણ કરવું અને પિતાના આત્માને શુદ્ધ નિર્મળ કરવે.
ઈતિ અષ્ટમ પર્યાયે હો દષ્ટાંત.
ઉપર પ્રમાણે પ્રતિક્રમણના આઠ પર્યાની ઉપર દષ્ટાંતે કહીને પ્રતિકમણનું એકાર્થપણું સ્પષ્ટ કર્યું. હવે નિરંતર સાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org