Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 107
________________ ૮. હવે આઠમે પર્યાય-શુદ્ધિ-આત્માને નિર્મળ કરે તે શુદ્ધિ પણ બે પ્રકારની છે. પ્રશસ્ત ને અપ્રશસ્ત. પ્રશસ્ત તે જ્ઞાનાદિ ગુણની નિર્મળતા કરવી અને અપ્રશસ્ત તે ક્રોધાદિકને નિર્મળ કરવા–સ્પષ્ટપણે પ્રગટ કરવા. એનું પ્રતિક્રમણ પર્યાયપણું પુટ જ છે. શુદ્ધિને વિષે વસ્ત્રનું અને ઔષધનું એમ બે દષ્ટાંત છે. તેમાં વસ્ત્રનું દ્રષ્ટાંત આ પ્રમાણે – રાજગૃહ નામના નગરમાં શ્રેણક નામે રાજા હતા. તેણે પિતાના બે ઉત્તમ વસ્ત્ર ધાવાને માટે બેબીને આપ્યા. તે દિવસે કૈમુદી મહોત્સવ હેવાથી ધોબીની સ્ત્રી તે વસ્ત્ર પહેરીને ઉત્સવમાં નીકળી. અભયકુમાર સહીત શ્રેણુક રાજા પ્રચ્છન્નપણે મહાત્સવ જેવા નીકળ્યા છે તેમણે તેને દીઠી. એટલે વસ્ત્રની ઉપર તાંબુલનું ચિન્હ કરી દીધું. સ્ત્રી ઘરે આવી એટલે બેબીએ વસ્ત્ર તાંબુલવડે આદ્ર થયેલું દીઠું. તરતજ તે વસ્ત્રને ક્ષાર લગાડી, પેઈ, અત્યંત તર્જના કરીને શુદ્ધ કર્યું. પ્રભાતે રાજાએ વસ્ત્ર લઈને તેડાવ્યા. ધબી વસ્ત્ર લઈને ગયે. વસ્ત્ર શુદ્ધ જોઈને રાજાએ પુછયું એટલે બીએ જેવી બની હતી તેવી બીના કહી સંભળાવી. આ દ્રવ્યશુદ્ધિ સમજવી. અને ભાવશુદ્ધિ પાપ લાગે કે તરત આચના કરવી-આવવું તે સમજવી.' વસ્ત્રનું દષ્ટાંત લોક પ્રસિદ્ધ રીતિએ પૂરીને કહે છે કેજેમ લેકને વિષે મેટા ધનાઢયે તથા રાજાઓ વિવિધ પ્રકારના મોટા મૂલવાળાં વસ્ત્રો મેલાં ન થાય ત્યાં સુધી ઉત્તમાંગને વિષે ધારણ કરે છે, તેજ વસ્ત્ર વાપરતાં વાપરતાં કેટલેક દિવસે જ્યારે મલીન થાય છે ત્યારે દેવાને માટે બેબી વિગેરે મલિન જાતિને આપવા સારૂ શરિર ઉપરથી કે મસ્તકેથી ઉતારીને જમીન ઉપર નાખવામાં આવે છે. પછી ધોબી તે વને એકઠાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118