________________
સ્ત્રીઓ છે તે છતાં તને કારુપુત્રીને આવી અદ્ધિ ક્યાંથી હોય? અપ્સરાને જીતે એવી બીજી સ્ત્રીઓને મૂકીને રાજા દરરેજ તારી પાસે આવે છે તે તારા પુણ્યગથી છે. માટે હે જીવ! તું ફેગટ ગર્વ કરીશ નહીં.” આ પ્રમાણે દરરોજ કરતી હેવાથી તે વાત કાંઈ પ્રકાર તરે તેની શેકએ જાણે. એટલે રાજાને બેલાવીને કહ્યું “આ માઠી બુદ્ધિવાળી ચિત્રકાર પુત્રી દરરોજ અંતગૃહમાં પેસીને આપની ઉપર કામણ પ્રવેગ કરે છે તેથી આપ યત્નવડે પોતાની રક્ષા કરજે.”
રાજાએ પિતે બધી હકીકત પ્રચ્છન્નપણે જઈ એટલે ઉલટે તેના ઉપર બહુ જ પ્રસન્ન થયે અને તેને પટ્ટરાણું કરી, કહ્યું છે કે “ગુણવડે કેનું મન રંજન થતું નથી.”
આ ચિત્રકાર પુત્રીની કરેલી આમનિંદા તે દ્રવ્યનિંદા જાવી. ભાવ નિંદા આ પ્રમાણે-“હે આત્મા! સંસારમાં પરિભ્રમણ કરતાં કેઈક પુણ્યના ભેગે મનુષ્ય જન્મ પાપે, તેમાં પણ કદી ચારિત્ર પાપે અને કોને વિષે પૂજનિક થયે, તે તેથી રે જીવ! તું કઈ પણ વખતે હું બહુ શ્રત છું એ ગર્વ ન કરીશ. એ પ્રમાણે નિરભિમાનપણે રહેવાથી ઊત્તમ ચરિત્રની પ્રાપ્તિ થશે તે સુગતિને પામીશ.”
ઇતિ પછપર્યાયે દષ્ટાંત:
હવે પ્રતિકમણને સાતમે પર્યાય ગ-પર સાક્ષીએ કરેલી આત્મનિંદા. તે પણ બે પ્રકારે છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં અસંયમાદિ આચરણ સંબંધી જે આત્મનિંદા તે પ્રશસ્ત સમજવી અને સંયમાદિ આચરણ સંબંધી નિંદા તે અપ્રશસ્ત સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org