________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
પ્રતિજ્ઞા પાલન
હડકાયા કુતરાની માફક હડધૂત થાય છે, અને ઠરીને ઠેકાણે બેસતા નથી. પુનર્ભવમાં તેઓની બૂરી દશા થાય છે. તેવા પુરૂષોના પગની ધૂળથી જગમાં અપવિત્રતા પ્રસરે છે, અને જાણે પૃથ્વી માતા પણ તેવાઓને ભાર સહન કરવા શક્તિમાનું ન હોય તેમ દેખાય છે. શુદ્ધ જીવનમાં પ્રતિજ્ઞા પાળવાની ઘણીજ આવશ્યકતા છે. પ્રમાણિકતાને પ્રાણની મૂતિ તુલ્ય ગણવી જોઈએ, અને વિશ્વાસ ભંગ કદાપિ પ્રાણાંતે પણ ન કરવું જોઈએ એજ હિતશિક્ષા છે.
પ્રતિજ્ઞા ભ્રષ્ટનું મુખડું, સદા માટે રહે વહીલું; ચહે નહિ સ્વર્ગસુંદરીઓ, વચનના ઘાતકોને રે. ૯
વિવેચન-પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્યનું મુખ સદા માટે વહીલું રહે છે. આનંદતિ તેના મુખ ઉપર પુરાયમાન થતી નથી. સ્વગની અસરાઓ વચનના ઘાતકને સ્વાતી નથી. તેવા મનુષ્યના મુખનું તેજ ઘટે છે. હૃદયની શક્તિની ક્ષીણતાની સાથે પ્રતિજ્ઞાભ્રષ્ટનું મુખ પ્લાન થાય છે. પ્રતિજ્ઞાપતિત મનુષ્યની વાણુમાં શક્તિનું માન્ય સ્પષ્ટ દેખાઈ આવે છે તેથી તે વક્ષસ્થળ બાહાર કાઢીને ચાલી શકો નથી–તેમજ કેઈપણ પાસે હૃદયની માન્યતાઓને કાઢી શકતું નથી. મૃત્યુ અવસ્થામાં જે જે વસ્તુઓચિન્હને પ્રાદુર્ભાવ થાય છે, તે ચિહે પ્રતિજ્ઞા ભ્રષ્ટમાં દશ્યમાન થાય છે. પ્રતિજ્ઞાબ્રણને તેને આત્મા ( conscience ) ડંખે છે. તેનું હૃદય તેના અકૃત્યના પ્રાયશ્ચિત્ત માટે ઉપદેશ દેતું હોય એમ સમજાય છે. પ્રતિજ્ઞાભ્રષ્ટ ખરા વખતે ઉંચું મુખ કરીને બોલી શકતા નથી, અને તેના અનેક વિકાસમય વિચારેને સંકેચ વા નાશ થતું જાય છે. પ્રતિજ્ઞાભ્રષ્ટ વીર્યહીન થાય છે, તેથી તે આત્મતત્વની પ્રાપ્તિ કરી શકતું નથી. વીર્યહીન મનુષ્યને સ્વર્ગની સુંદરીઓ ઈરછી શકતી નથી. જે મનુષ્ય પ્રતિજ્ઞા પાળતાં મન વાણું અને કયાની ખાખ કરી નાખે છે. પ્રતિજ્ઞાથી લવલેશ ભ્રષ્ટ થતા નથી તેઓને સ્વર્ગની અપ્સરાએ દેવીઓ-ઈદ્રાણીએ પણ માળા આપે છે. તન, મન, ધન,
For Private And Personal Use Only