________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
પ્રતિજ્ઞા પાલન.
નથી. પ્રતિજ્ઞા પાળવા માટે કષ્ટોને ઉત્સવ સમાન માનીને તે સહે છે. જે પ્રથમથી સુખની આશાઓના ત્યાગ કરીને દુઃખના ભડકામાં કુદી પડે છે અને પ્રતિજ્ઞા પાળે છે તે મનુષ્ય શરીર છતાં અલૈાકિક દૈવી જીવનને પ્રાપ્ત કરી શકે છે. પ્રતિજ્ઞા પાળવા માટે દુઃખ પડે તે સુખ રૂપજ છે. એમ માનીને જે પ્રતિજ્ઞાને પાળે છે તે ખરેખર ત્યાગી છે. ઉત્તમ પુરૂષ એક વખત હસ્તમાં લીધેલા કાર્યને હુંમેશાં પાર પાડે છે. જો એક વખત પ્રતિજ્ઞા કરી કે અમુક કાર્ય મારે સાધ્ય કરવું એમ નિશ્ચય કર્યો હોય તેા કરોડા સકટાં પડતાં પણ તે કાર્યની પૂર્ણતા કરવી જોઇએ. ભતૃ હિર કહે છે કે
प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः प्रारम्य विनिहता विरमन्ति मध्याः । विप्रैः पुनः पुनरपि प्रतिहन्यमानाः प्रारब्धमुत्तमगुणा न परित्यजन्ति ॥
ઉપરોક્ત લેાકનું પરિપૂર્ણ મનન કરીને પ્રતિજ્ઞા પાળવાને કટિબદ્ધ થવુ જોઇએ. જો પ્રતિજ્ઞા પાલન ગુણ પ્રાપ્ત થયા તે ખરેખરા ત્યાગીનું બિરૂદ પણ પ્રાપ્ત થયું. સમજવું.
વિદેહી શ્રી જનક પેઠે, કરી સ્વાર્પણ લહે સુખડાં ત્યજીને ચિત્તમાંનુ' સહુ-કરી સ્વાર્પણુ વઘું પાળે—૩
વિવેચન—જનક વિદેહીની પેઠે પ્રતિજ્ઞાકારી પ્રતિજ્ઞા પાળવા માટે સર્વ સ્વાર્પણ કરીને સુખા પામે છે. ચિત્તમાંનુ' અહ'મમતા ભયાદિનું વાતાવરણ ત્યજીને પ્રતિજ્ઞા કારકે પેાતાનુ ખેલેલુ પાળે છે. જનક વિદેહી સંબધી પૂર્વે કથવામાં આવ્યુ છે. ઉત્તમ પુરૂષો સર્વ સ્વાર્પણ કરીને જનકની દક્ષિણા દાનના બેલની પેઠે વધુ’-બાલેલુ' પાળે છે–ચિત્તની અસ્થિરતા ત્યજીને ચિત્ત-મન-હૃદયની શુદ્ધિકરવી જોઇએ. ચિત્તની પ્રસન્નતા વિના દિવ્યતા સ્કુરાયમાન થતી નથી. ચિત્તની
For Private And Personal Use Only