________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિ પાલન. -~--------------------- - - ગુણ હોય છે. રજોગુણી અને તમે ગુણ મનુષ્યમાં પ્રાયઃ વિરલ મનુષ્ય પ્રતિજ્ઞાપાલન કરી શકે છે. મંદવીર્યવાળા મનુ રાજાઓ હોય,વક્તાએ હેય વાલેખકે હાય તથાપિતેઓ પ્રતિજ્ઞાપાલનગુણમાં સ્થિર થઈ શકતા નથી. મસ્તક મુંડાવીને વા કેશકુંચન કરીને ત્યાગીનાં વસ્ત્ર પહેરી સાડ થયે હાય હે શુ? જે તેનામાં પ્રતિજ્ઞાપાલનશક્તિ નથી તે ઉપ રના સાધુવેવ માત્રથી કંઈ વળતું નથી. ખાખ ચળીને બાવા બને શકાય, ત્રિદંડ રાખીને સંન્યાસી બની શકાય, પરંતુ પ્રતિજ્ઞાપાલન વિના તે વેષ માત્રથી કંઈ આત્મોન્નતિ થઈ શકતી નથી. ભગવાવ પહેરે, લાલ પહેરે, પીળાં પહેરે; પરંતુ પ્રતિજ્ઞાપાલનગુણ વિના આધ્યાત્મિક શક્તિમાં તે એક તસુ માત્ર પણ આગળ વધી શકાતું નથી એમ નિશ્ચયતઃ માનવું. કેલ કરીને તેડનારા સાધુએ ઘણું છે અને કોલ કરીને પાળનારા સાધુઓ અપ હોય છે. જેટલું પ્રતિજ્ઞા પાલનગુણથી સાધુનું જીવન શોભે છે તેટલું કદાપિ ઉપરની ધર્મ ક્રિયા અને વેશથી શોભતું નથી. પ્રતિજ્ઞાપાલનગુણુવાળા જે દેશમાં ઉત્તમ સાધુઓ ઉદ્દભવે છે તે દેશની સર્વ બાબતમાં ઉન્નતિ થયાવિન રહેતી નથી. જે સાધુઓના મનમાં વાસનાઓ, સ્વાર્થ, પ્રપંચ, ભય, ખુશામત, અસત્ય, વગેરે દુર્ગણે હોય છે તેઓ પ્રતિજ્ઞાપાલનપ્રામાણ્યથી કરડે કેશ દૂર રહે છે. આત્મગ વિના પ્રતિજ્ઞા પાલન પ્રામાણ્યગુણની ગંધ પણ પ્રાપ્ત કરી શકાતી નથી. જે સાધુઓ બેલ બેલીને, પ્રતિજ્ઞા કરીને, કલ કરીને, તથા ભય, દ્વેષ, ઈર્ષ્યા, સ્વાર્થ, આદિના તાબે થઈ ફરી જાય છે તેઓના હૃદયમાં તથા વાણીમાં સાધુપણું પ્રગટયું નથી. પ્રતિજ્ઞાપાલનગુણ વિના સાધુનું પ્રામાણ્ય સર્વત્ર પ્રસિદ્ધ થતું નથી. જેઓ આજીવિકા માટે સાધુ બને છે અને ગુરૂઓની સાથે કરેલા પ્રતિજ્ઞા કોલને તેડે છે તેઓ ગૃહસ્થ અને સાધુ એ બને જીવનથી ભ્રષ્ટ થાય છે. સાધુને વેષ મહેર સહેલા છે પરંતુ પ્રતિજ્ઞાપાલનગુણ પ્રાપ્ત કરે મહા મુશ્કેલ છે. જે મનુષ્ય મરજીવા થઈને પ્રતિજ્ઞા પાળવામાં પ્રવૃત્તિ કરે છે તેઓનુ સાધુજીવન શોભી શકે છે. જેઓ સાધુઓ બનીને પ્રતિજ્ઞાપાલનગુણમાં દ્રઢ થતા નથી તેઓ સવદેશ, તથા માતાપિતાના કુલને કલંકિત કરે
For Private And Personal Use Only