Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 105
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. uu *** એવી લાખે મનુષ્યએ પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ હાલ તે પ્રમાણે વર્તનારા અલ્પ સંખ્યામાં નીકળી આવશે. કોઈ બાબત વાંચવાથી વા શ્રવણથી પ્રતિજ્ઞા લેવાને એકદમ મને રથ થઈ આવે છે, પરંતુ તેથી પિતાની યેગ્યતા થયા વિના પ્રતિજ્ઞા લેઈ પુનઃ ભ્રષ્ટ થવાને વખત આવે છે. પ્રતિજ્ઞાપાલનની યેગ્યતાને પૂર્ણ અનુભવ કર્યા વિના પ્રતિજ્ઞા લેવાથી આત્મવીર્યની હાનિ થાય છે અને લોકોમાં અપ્રમાણિક બનવું પડે છે. સૈન્યમાં દાખલ થયેલા સિપાઈઓમાં એક જે મૂઠી વાળીને ભાગે છે તે તેની પાછળ અન્ય દ્ધાઓ પણ નાસે છે, તેમ એક મનુષ્ય પ્રતિજ્ઞાના રણમેદાનમાંથી ભાગે છે તે તેની પાછળ અન્ય પણ ભાગે છે અને તેને હેતુભૂત પ્રથમ જે પ્રતિજ્ઞા છાંડે છે તે બને છે. એક મિત્ર પિતાના અન્ય મિત્રને કર્થ છે કે ત્યારે હું આવજાન મિત્ર છું. હારી કઈ વાત ગમે તેવા પ્રસંગમાં અને હું પ્રાણાને પણ કથીશ નહિ, પશ્ચાતું પરસ્પરમાં વૈમનસ્ય થતાં તેઓ પ્રતિજ્ઞાને સે ચેજન દૂર મૂકીને એક બીજાની ગુપ્ત વાતને લેકમાં ફેલાવે છે અને એક બીજાના શત્રુ બને છે. તેથી સુએ સમજવું જોઈએ કે પ્રથમ તે પ્રતિજ્ઞાના અધિકારી બનવું જોઈએ અને ગમે તેવા આત્મભોગે પ્રતિજ્ઞા કર્યા બાદ પાળવી જોઈએ. જેઓ પ્રતિજ્ઞાના અધિકારી બને છે તેઓ પૂર્ણપણે પ્રતિજ્ઞાને પાળી શકે છે. મહાપુરૂષે વિવેક દૃષ્ટિએ સત્યને પરિપૂર્ણ ખ્યાલ કરીને પ્રતિજ્ઞાઓ કરે છે અને તેથી તેઓ મૃત્યુભય, લેકભય, આદિને ત્યાગ કરીને અનેક યુક્તિ પ્રયુક્તિથી પ્રતિજ્ઞાને પાળે છે, પૂર્ણરીત્યા પ્રતિજ્ઞા પાલવાથી નવું દિવ્ય જીવન પ્રગટ થાય છે. જેમએ એકડા ભેગા કરવાથી અગિયાર જેટલું બળ પ્રાપ્ત થાય છે, તત્ પ્રતિજ્ઞા કરીને તે પાળ્યાથી અનન્ત ગણું બળ પ્રકટ થાય છે અને તેથી નવ્ય દિવ્ય જીવન પ્રવાહની સ્વાત્માની વિદ્યુગવત પ્રગતિ થાય છે. ગમે તેવું અધમજીવન હોય છે, તે પણ પ્રતિજ્ઞા પાળવાથી અધમ શક્તિને નાશ થાય છે, અને નવ્ય દિવ્ય શકિતથી દિવ્યજીવન પ્રાપ્ત થાય છે. પ્રતિજ્ઞાપાલનબળે નવ્ય અવતાર પામીને અસલ સહજ ચક્ષુએ પિતાના આત્મજીવનમાં અનેક શકિતને પ્રચાર થાય છે તેને તે દેખી શકે છે. અમુક વખતે અમુક કાર્ય કરીશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111