________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
પ્રતિજ્ઞા પાલન.
તે પ્રતિજ્ઞાનું પાલન કરી બતાવ્યું. શિવાજીએ પ્રતિજ્ઞાપાલનથી સત્ય હિંદુધર્મોદ્ધારકની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. શિવાજીની પ્રતિષ્ઠાની સ્થિરતા ખરેખર તેણે કરેલી પ્રતિજ્ઞાના પાલનથી થઈ હતી. પ્રતિષ્ઠાની ખરી સ્થિરતા કરવી હોય તે પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ. નૃપતિ, શ્રેષ્ઠી, સેનાપતિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, જ્ઞાની, સાધુ અને દરેકની પ્રતિષ્ઠા ખરેખર પ્રતિજ્ઞા પાલનથી થાય છે. પ્રતિજ્ઞા પાળવાથી મનુષ્ય જીવતા દેવ તરીકે બને છે. અને વિશ્વમાં મેહનલાલ કરમચંદ ગાંધીની માફક અક્ષરદેહે અમર થાય છે.
પેથડશાહ, કરમાશાહ, દેદાશાહ, સમરાશાહ, મુંઝાલ પ્રધાન વગેરે જૈન શ્રેષ્ઠિાએ પ્રતિજ્ઞાઓને પાળી સ્વાન્નતિ કરી હતી અને તેથી તેઓ ગુજરાત વગેરે દેશોમાં પૂજાયા હતા.
ગમે તેવી પ્રતિજ્ઞાને, કરીને હઠ નહીં પાછે; પ્રતિજ્ઞા પૂર્ણ પાળ્યાથી, મળે છે અન્ય શક્તિ૩૪
વિવેચન-ગુરૂદેવ જણાવે છે કે હે ભવ્ય મનુષ્ય ? પ્રતિજ્ઞા કરીને તું જરા માત્ર પાછા હઠ નહિ. પ્રતિજ્ઞાનું પૂર્ણપાલન કર્યાથી અન્યશક્તિની પ્રાપ્તિ થાય છે. પ્રતિજ્ઞાથી પાછા હઠવાથી આત્મબળ ખીલતું દબાઈ જાય છે. મડદાલ, ઠાઠીઆ મનુષ્ય પ્રતિજ્ઞાથી પાછા હઠીને શ્વાનવત્ દશાને પ્રાપ્ત કરે છે. ગુરૂ ગોવિંદસિંહને અમુક શક્તિની પ્રાપ્તિ થઈ હતી. વનરાજે સ્વપિતાનું રાજ્ય ઉદ્ધારવાની પ્રતિજ્ઞા કરી હતી તેના પાલનની સાથે અન્યશકિતની પ્રાપ્તિ થઈ હતી. એક પ્રતિજ્ઞા પૂર્ણ પાલન કરી કે તેની સાથે અન્ય પ્રતિજ્ઞાઓને પાળવાનું બળ જાગ્રસ્ત થાય છે. જેમાં એક નદીને પ્રવાહ શરૂ થાય છે. ત્યારે તેનામાં અન્ય ઝરણું આવીને મળે છે અને તેઓ મૂળ નદીને મોટું સ્વરૂપ આપે છે. તદ્ધત્ એક પ્રતિજ્ઞા પાલન બળ પ્રવાહમાં અન્યશક્તિના પ્રવાહે મળે છે અને તેણી રાઇને પર્વત થાય તેટલું બળ પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only