________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
e',
પ્રતિજ્ઞા પાલન.
વિવેચન—જેવી સિંહની ફૂલ'ગે છે તેવી શરની પ્રતિજ્ઞાઓ છે. સિ'હુની લગ ખ્યાતિ સર્વત્ર પ્રસિદ્ધ છે. સિંહે લંગ ભરી તે ભરી. મૃત્યુ થાય હાયે તે ડરતા નથી, તદ્વત્ સિંહસમ શા પ્રતિજ્ઞા કરે છે. પ્રાણાંતે પણ ત્યાગતા નથી. તેએ પ્રતિજ્ઞા કરીને મૃત્યુને જલના પરપેાટા સમાન માને છે. ભયને! ત્યાગ કર્યાવિના શૂરત્વ પ્રાપ્ત થતું નથી. નિયી મનુષ્યા દેશ, સમાજનુ કલ્યાણ કરવા સમર્થ થાય છે. કૂતરાની પેઠે ઉભી પુછડીએ ભાગનાર ભયશાલી મનુષ્યા પ્રતિજ્ઞાના યુદ્ધમેદાનમાંથી સત્વર પલાયન કરી જાય છે. શૂરના અંગમાં સર્વત્ર નિર્ભયપણું વ્યાપી રહેલુ હોય છે તેથી તે મૃત્યુને કંઇ હિસાખ ગણુતા નથી. શૂરની પ્રતિજ્ઞાથી તેના શત્રુઓને ઊંઘ આવતી નથી. શૂરની વાણીમાં પ્રભુનુ તેજ રહેલુ હોય છે તેથી તે વચનસિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. શૂરની પ્રતિજ્ઞાના વચનામાં આકાશ પાતાળ જેટલા અંતર્ હાય છે. શૂર પ્રતિજ્ઞાપાલકને દુનિયા નમે છે. અનેક ભવના સ’સ્કારથી પ્રતિજ્ઞાપાલક ખની શકાય છે. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના વખતમાં થએલ. જગદેવ પરમારે જે જે પ્રતિજ્ઞાએ કરી હતી તે પ્રાછાન્તે પણ પાળવા સમર્થ થયા હતા. પ્રતિજ્ઞાપાલકનું હૃદય ખરેખર મેરૂપર્વતના જેવું નિષ્કામ, પરમાર્થ દશાથી ઉચ્ચ બનેલુ હાય છે. જગદેવ પરમારની પેઠે અને તેની ચાવડી રાણીની પેઠે પ્રતિજ્ઞાપાલ કનાં વચના શાભી શકે છે. કાયર પુરૂષનુ કાયલાની પેઠે કૃષ્ણવી હૃદય હાય છે અને પ્રતિજ્ઞાપાલકનું ચન્દ્રની પેઠે ઉજ્જવળ હૃદય હોય છે. આત્મભેાગી, સ્વાર્થત્યાગી પરમાર્થ રસી, પ્રાતઃસ્મરણીય પ્રતિજ્ઞાપાલક મની શકે છે. પ્રતિજ્ઞાપાલકના શબ્દોની જે અસર થાય છે તેવી કાયર પુરૂષાના શબ્દોથી અસર થતી નથી. સૂર્યના વિમાનમાં પ્રથમથી શીર્ષ મૂકીને પ્રતિજ્ઞાપાલક પેાતાની પ્રવૃત્તિ કરે છે. સાગરની પેઠે પ્રતિજ્ઞાપાલકનું ગંભીરતાથી હૃદય શેાભી શકે છે. પ્રતિજ્ઞાપાલકના હૃદયની દેવતાઈ અસર ખરેખર આ વિશ્વવતિ મનુષ્યાપર થાય છે માટે પ્રતિજ્ઞાનાં વચના અને હૃદયા આ વિશ્વમાં જુદા પ્રકારનાં અર્થાત દિવ્ય હોય છે એમ જણાવ્યુ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only