________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७०
પ્રતિજ્ઞા પાલન.
ભંગ કર નહિ. અભિમાન, ઇર્ષ્યાથી પુલાઇને વચનના ભંગ ના કર. આ વિષયને તારા હૃદયમાં પળે પળે ધારણ કર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞાઓથી પડેલા, જગમાં અન્યને પાડે; કદી ના સંગતિ કરજે, થશે સંગત અસર તેની ૪૪
વિવેચનપ્રતિજ્ઞાથી પતિત મનુષ્યા જગમાં અન્ય મનુ ચૈાને પાડે છે. હે મનુષ્ય ! એવા પ્રતિજ્ઞાથી પતિત મનુષ્યેાની સંગત કર નહિ. તેઓની સંગતિથી તેઓના વિચારો અને પ્રતિજ્ઞા પતિત આચારાની ત્હને અસર થશે. જેવી સંગતિ તેવી અસર થઈ. થાય છે અને થવાની. જેવો સંગ તેવો રંગ એસે છે. પુસ્તકા કરતાં સંગતની અસર વધારે થાય છે. પ્રતિજ્ઞાપાલન, પ્રતિપાદક પુસ્ત કરતાં પ્રતિજ્ઞાપાળક મનુષ્યની સંગતિથી પ્રતિજ્ઞાપાલન કરવા માટે અત્યંત અસર થાય છે. પ્રતિજ્ઞા પાલનથી ભ્રષ્ટ થયેલા મનુષ્યાની સંગતિથી વિજળી કરતાં પણ અધિક ઝડપથી પ્રતિજ્ઞાભ્રષ્ટતાથી અસર થાય છે. • એક ભ્રષ્ટ થયેલ સાને ભ્રષ્ટ કરે અને એક સુધરેલા સાને સુધારે ’ એમ જે કહેવામાં આવે છે તે સત્ય છે. પતિવ્રતા ધર્મપાલનરૂપ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલ ગુજરાતના રાજા કરણઘહેલાની રાણીએ સ્વધર્મનો નાશ કર્યા, અને પેાતાની પુત્રીને પાતાના ધર્મથી શ્રૃત કરવા પકડી મંગાવી. હજારે સ્વદેશીએના રક્તની નદીઓ વહેરાવી. હિંદુધર્મનું સત્યાનાશ વાળી નાખ્યું. ભારત પરદેશીઓની જીમી એડીએમાં સ’કડાઇ ગયા, પતિતઃ પાતતિ સર્વમ ! આ વાક્ય સર્વાંશે સત્ય છે. એક નાક કપાયેલ મનુષ્ય સેાના નાક કપાવીને પોતાના જેવા કરેછે. પ્રતિજ્ઞાઓ, ટેક, વચન, બાધા,આખડી, લેનારાઓને જ્યાં ત્યાં રાફડો ફાટેલા જણાય છે. પરંતુ પ્રતિજ્ઞાનું પાલન કરનાશઓ તા આંગળીના ટેરવા ઉપર ગણાય તેટલા અ૫ નીકળી આવે છે. મેલેલા શ દેશમાં રાજ્ય છે; પાલન કરવામાં સ્વર્ગ છે અને ૫તિત થવામાં નરક છે. જેવી રીતે નરકના કીડાને કોઇ બહાર કાઢી સ્વચ્છ જગ્યાએ મૂકે તેા કાંતે તેનુ મરણુ નીપજે, કાંતા તે તરફ
For Private And Personal Use Only