________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
૭૮
થાય છે. વ્રત, ટેક, પ્રતિજ્ઞા પાળકોનાં જ્યાં શરીર પડયાં છે તે તે સ્થાને તે લકે તીર્થ માનીને પૂજે છે, વંદે છે, સ્તવે છે. ત્યાંના આન્દોલનને હૃદયપુટમાં ઉતારે છે. તીર્થોની ઉત્પત્તિ ખરેખર મહાપુરૂષોના સ્પર્શ તથા શરીરત્યાગ વિગેરેથી થઈ હોય છે. હિંદુસ્થાનમાં ટેકીલાવ્રતધારી પ્રતિજ્ઞાપાલકે ઘણા થયા છે, તેથી હિંદુસ્થાનને માર્યા તરીકે મહાપુરૂષે કથે છે. પ્રતિજ્ઞાવ્રત પાળનારાઓનું આર્યાવર્ત મહારથાન છે. મહાવીર, કૃષ્ણ, રામ, ગૌતમ, બુદ્ધ, યુધિષ્ઠિર, દ્રોણાચાર્ય, ભીષ્મપિતામહ, ઇશુકાઈસ્ટ, મહમદ પેગમ્બર, કબીર, તુળસીદાસ, હેમચંદ્ર અને તુકારામ, તીર્થકરે, મહાપુ, મહાત્મા ગણતા અને મહાપુરૂષેની ચરણ ધુળવડે આર્યાવર્ત પવિત્ર થાય છે. “તેથી આર્યદેશની એક ચપટી ધૂળમાં પણ અનેક શુભ સાત્વિક ગુણનું વાતાવરણ સમાયું છે, તેથી જ તે પાંચ ખંડે તે શું પણ અખિલ વિશ્વમાં સુવર્ણભૂમિ તરીકે ગણાય છે, તે આરાધ્ય દેશ ગણાય છે.” મહાન ઈગ્લીશે પણ તેજ દેશને લઈને સમૃધિના, વૈભવના અને મહાન રાજ્યની પ્રાપ્તિના વિચારે માત્રામાં તે સેનેરી દેશમાં રહેવાને ઉત્સુક બની જાય છે. તેમાં કેટલાક તે આ દેશમાં જે જમ્યા હતા તે તેઓનું જીવન ભાગ્યશાળી થાત એવું માને છે. સ્વામી વિવેકાનંદ જેવાઓએ અમેરીકામાં “આર્યાવર્તની એક ચપટી ધુળમાં જે સત્વ રહ્યું છે તે અન્ય દેશમાં નથી ” એમ જે કચ્યું છે તે ખરેખર પ્રતિજ્ઞાપાલક પુરૂષ, ભકતે, ચેગીઓ અને સતીઓની ટેકની પવિત્રતા માટે છે.
વિવેકે સહુ વિચારીને, પ્રતિજ્ઞા ધારવી પશ્ચાત; કરીને તું ડરીશ ના કંઈ, મરણ છે સવના માથે. ૫૩
વિવેચન–વિવેકથી વિચાર કરીને પ્રતિજ્ઞા કરવી જોઈએ. વિવેક વિનાની પ્રતિજ્ઞાઓ કરવામાં લાભને બદલે ઘણી હાનિ પ્રાપ્ત થાય છે. જે કંઈ કરવું તે વિચારીને કરવું.જે કંઈ બોલવું તે વિચારીને બોલવું. જે જે પ્રતિજ્ઞાઓ કરવામાં આવતી હોય તેમાં લાભ શું છે
For Private And Personal Use Only