________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
ફરી જાતી જીભલડી જે, પ્રતિજ્ઞા બેલીને ક્ષણમાં અહે એ જીભ સર્પિણું, રહે ત્યાં ભય કહે કે? ૪૬
વિવેચન–પ્રતિજ્ઞા બોલીને જે જીહા ક્ષણમાં પ્રસંગોપાત ફરી જાય છે તે જીહા ખરેખર કાળીનાગણન જેવી છે. એવી જીહાને જ્યાં વાસ છે ત્યાં ઘણેભય રહે છે. પ્રતિજ્ઞાબેલીને ફરી જનારી જીભલડીને સપિણીની ઉપમા આપવામાં આવે છે. તે ખરેખર યોગ્ય જ છે. સર્પિણી જ્યાં રહે છે ત્યાં લેકેને ઘણો જ ભય હોય છે. સપિણ જેને કરડે છે તેને નાશ કરે છે. તદ્વત જીલ્ડારૂપ સપિણ જે મુખમાં રહે છે, તેનાથી આખું વિશ્વ ડરતું રહે છે, અને જીલ્ડારૂપ સપિણી જેને કરડે છે તેને નાશ કરે છે. નિત્યાત્મસુખ તે આવી નાગણીને જીતવામાં જ છે. સંતપુરુષે કદાપિ સ્વજીહાને સપિણ બનાવતા નથી. માટે અન્ય સુજ્ઞમનુષ્યએ પ્રતિજ્ઞાથી ફરી જઈને કદાપિ સ્વછબહાને કાળીનાગણ બનાવવી જોઈએ નહિ. જેના મુખમાં પ્રતિજ્ઞાથી બદલાતી જીભલડી રૂપ સપિણી વસે છે, તેને કદાપિ જંપીને બેસવાને વખત આવતું નથી. દરેકમનુષ્ય હમેશાં અલ્પ બલવાની ટેવ પાડવાથી કદાપિ જીહા, સપિણ બનતી નથી. કેલથી ફરી જનારી જીહારૂપ સર્પિણી જ્યાં વસે છે ત્યાં સદાકાલ અશાંતિ અને ભયને વાસ છે, એવું જાણીને સુજ્ઞમનુષ્યએ બોલેલા બેલથી ફરી ન જવું જોઈએ.
શરીરે નહિ અમર રહેતાં, મળ્યું તે ભિન્ન થાવાનું; જગની લાલચે છોડી, પ્રતિજ્ઞા પાળજે પૂરી ક૭
વિવેચન-પ્રતિજ્ઞા પાળવા માટે ખાસ ઉપદેશ આપવામાં આવે છે. મનુષ્યના શરીરે અમર રહેતાં નથી. સપ્તધાતુની ગાદીકાયા બનેલી છે. આત્માને જે જે પગલગે મળ્યું છે તે એક દિવસ ભિન્ન થનાર છે. કેઈનું શરીર સદાકાળ રહ્યું નથી અને રહેવાનું નથી. તે પછી શરીરની મમતા ધારણ કરીને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવાની શી જરૂર છે? અલબત્ત કાંઈ પણ જરૂર નથી. પ્રતિજ્ઞા નહિ પાળવામાં
10.
For Private And Personal Use Only