________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગતિના પાલન.
સુધી અહત છે ત્યાં સુધી શરીરમાં-નામમાં-રૂપમાં અને બાહામાં મમતા થાય છે, અને જ્યાં સુધી શરીરાદિમાં અહંતા થાય છે ત્યાં સુધી પ્રતિજ્ઞાનું પરિપૂર્ણ પાલન થઈ શકતું નથી. અહંતા અને મમતાથી બાહ્ય પદાર્થોમાં મુંઝાવાનું થાય છે અને તેથી બેલેલા બોલનું ભાન રહેતું નથી. જ્યાં સુધી અહંતા મમતા છે ત્યાં સુધી શરીર પ્રાણદિને ભેગ આપતાં જીવ અચકાય છે અને શરીરાદિને ત્યાગ કરવાના પ્રસંગે અહંતાદિના ઉદયથી પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાય છે.
જ્યાં સુધી અહંતા-મમતા છે ત્યાં સુધી મરણીયા બનીને પ્રતિજ્ઞાનું પાલન કરી શકાતું નથી. અહંતા અને મમતાથી પ્રતિજ્ઞાના મહા યુદ્ધમાંથી નાદાન છો પલાયન કરી જાય છે. અહંતાથી પ્રતિજ્ઞા પાલનમાં મૃત્યુને ભય રહે છે અને તેથી ગુલામગીરી પ્રાપ્ત થાય છે. જે દેશના લેકે અહંતાના ગુલામ બને છે તેઓ વિશ્વના ગુલામ બને છે. અને તેનું પરિણામ અંતે એ આવે છે કે તે દેશના લેકે ભવિષ્યની સંતતિના શાપરૂપ થઈ પડે છે. અહંતા અને મમતા વિના પ્રતિજ્ઞા જીવનથી જીવવાનું રૂચે છે અને પ્રતિજ્ઞા પાલનમાં અનેક વિપત્તિ આવી પડે છે તે તેના સામું યુદ્ધ કરી શકાય છે. હું અમુક કાર્ય કરીશ–અમુક માટે અમુક કરીશ. અમુક બાબતમાં અમુક સેવા બજાવીશ–અમુક વચનથી બધાઈને ચાલીશ-અમુકને અમુક વાર્તા નહિ કહુ. અમુકને મન, વચન, અને કાયાનું અર્પણ કરું છું ઈત્યાદિ અનેક પ્રકારે પ્રતિજ્ઞાઓ કરીને તે પ્રમાણે પ્રવર્તતાં અહંતા રહિત મનુષ્ય કેટી વિપત્તિને સહન કરે છે અને પરિષહાથી વિપત્તિથી પતે નહિ છતાવાથી પુરૂષ એવું નામ પ્રસિદ્ધ કરે છે. જે પોતાના બેલ વડે પ્રતિજ્ઞાને પાળે છે તે મનુષ્યને વિપત્તિને સહ્યા બાદ કેટી ધન્યવાદે ઘટે છે–સુવર્ણની પેઠે પ્રતિજ્ઞા પાળવામાં અનેક વિપત્તિ રૂપ તાપને સહેવા પડે છે. અનેક દુખે સહ્યા વિના કઈ મહા પુરૂષ બની શક્ત નથી-શતધા વિપત્તિ સહન કર્યા વિના કદાપિ ખરેખરા મહા પુરૂષ બની શકાતું નથી. વિપત્તિ સહવાથી કોઈ પણ મનુષ્ય પ્રતિજ્ઞા પાલક થઈ શકે છે.
For Private And Personal Use Only