________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિના પાલન.
૫૫
-
-
-
-
-
--
-
-
-
પ્રતિજ્ઞા પાળવા માંહિ-ખરી કિમત માનવની ખરી પ્રામાયની કુચી-પ્રતિજ્ઞા ભ્રષ્ટ શકર છે-૩૦
વિવેચન–મનુષ્યની સત્ય કિસ્મત પ્રતિજ્ઞા, વચન, કેલ, પાળવામાં રહી છે, સત્ય પ્રમાણિકતાની કુંચી પ્રતિજ્ઞા પાળવી તે છે. પ્રતિજ્ઞા ભ્રષ્ટ આત્મા ભૂંડ સમાન છે. ભૂંડ જેમ વિષ્ટાથી ઉદર નિર્વાહ કરે છે તેમ પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્ય પ્રતિજ્ઞા ભ્રષ્ટતારૂપ મલીન પદાર્થ ભક્ષ્ય કરીને જીવન વ્યતીત કરે છે. શકરને જેમ કે માન આપતું નથી તેમ વચન ભંગ કરનારાઓને કે માનની દ્રષ્ટિથી જોતું નથી. શકર જેમ મલીન દુધિ જળવાળા ખાડામાં પડે રહે છે તેમ પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્ય સ્વાર્થ, ભેદ, કુટ, નીચતા, દોષથી મલીન પાપના ખાડામાં પડી રહે છે. ભંડના પરિવારથી જેમ ભૂંડનું રક્ષણ થતું નથી તેમ પ્રતિજ્ઞા ભ્રષ્ટના પરિવારથી તેનું રક્ષણ થતું નથી. ભૂંડ જેમ દેખાવમાં સુંદર લાગતું નથી તેમ પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્ય સ્વઆત્મ ભીતિના લીધે શકના ચિન્હથી સુંદર લાગતું નથી. સદ્દભાગ્યે–જે તે પુરૂષ સુંદર હેય પણ ઉત્તમ જનેને સારે લાગતું નથી. ભંડ કરતાં પ્રતિજ્ઞા ભ્રષ્ટ એક રીતે તે ઘણેજ ખરાબ છે. ભૂંડ તે અન્યની વિષ્ઠા ભક્ષણ કરે છે પણ સ્થવિષ્ઠા ભક્ષણ કરતું નથી. કિંતુ પ્રતિજ્ઞા ભ્રષ્ટજને તે પોતાના બેલે પાછા ખેંચી લઈને ભૂંડ કરતાં પણ વિશેષ નીચતા સાબીત કરે છે. પાશ્ચાત્ય ભૂંડને પાળે છે. કારણ કે ભૂંડ પણ તેઓને ખાવામાં ઉપયોગી થઈ પડે છે. પરંતુ પ્રતિજ્ઞા ભ્રષ્ટ ભૂંડ તે સ્વવચનને બહિષ્કાર કરવાથી સ્વગુરૂનું, આચાર્યનું, કુટુંબનું, શેઠનું, ઉપરીનું, માલીકનું, મિત્રનું, નૃપતિનું ભલું કરવા સમર્થ થતું નથી; તેઓના રક્ષણને માટે સ્વજીવનની આહુતિ આપી શકતા નથી. કિંવા તેઓને આપેલાં વચન, કેલકરાર, પ્રતિજ્ઞાઓને ભંગ કરી, તેઓનું જ અહિત કરવામાં કાંઈપણ કચ્ચાશ રાખતા નથી.
પ્રતિજ્ઞા મુક્તિ નિસરણુ-પ્રતિજ્ઞા શક્તિમયદેવ; પ્રતિજ્ઞાથી પડે તેનેવિનિપાત જ થતે શતધા. ૩૧
For Private And Personal Use Only