________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
૨૯
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પ્રતિજ્ઞાપાલકની કીર્તિ,
પ્રતિજ્ઞા પાળનારાની–જગતમાં જીવતી કીર્તિ, ભલે હે રંક વા રાજા-જીવન્તા શાસના પાને-૧ર
પ્રતિજ્ઞા પાલકની વિશ્વમાં જીવતી કીર્તિ રહે છે. પ્રતિજ્ઞાપાલક રંક હાય વા રાજા હોય પરંતુ તે શાસ્ત્રના પાને જીવતા રહે છે. અહાહા! પ્રતિજ્ઞા પાળકને ધન્ય છે કારણ કે તેઓનાં શરીર નષ્ટ થયા છતાં તેઓની કીર્તિ તે જીવતી રહે છે પ્રતિજ્ઞા પાળકની કીતિ અમર રહે છે. હીજડા, ખુશામતખેર, ઘાલઘૂસણુઆ, પાપબુદ્ધિવાળા મનુષ્ય પ્રતિજ્ઞા પાળી શકતા નથી. લાખાવાર લાભાલાભને વિચાર કરીને કેઈપણ પ્રતિજ્ઞા કરવી. આખી દુનિઆ અગડ બગડ સમજાવીને બુદ્ધિ ફેરવવા માગે તથાપિ સ્થિરપ્રજ્ઞાથી ભ્રષ્ટ થઈ કદાપિ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવું જોઈએ નહિ. ગમે તે જાતની પ્રતિજ્ઞા પાળવાથી આત્મશક્તિ ખીલે છે, અને આત્મામાં પરમાત્મા પ્રભુને અનુભવ આવે છે. બુદ્ધિવાદના કરતાં હૃદય વાદની પ્રતિજ્ઞા અત્યુત્તમ, અત્કૃષ્ટ અને અત્યંત સાત્વિક હોય છે. પ્રતિજ્ઞાનું પાલન કરવાથી કાયરપણે નષ્ટ થાય છે, અને વિશ્વ પ્રતિ અનેક પ્રકારના ઉપકાર કરી શકાય છે. પ્રતિજ્ઞા પાળકમાં વીર્યની પુરણું થાય છે, અને તેથી તે ઝગમગતા સૂર્યની પેઠે પોપકારાર્થે આત્મભેગ આપીને પ્રતિજ્ઞાયુક્ત કર્તવ્યકર્મનું આચરણ કરી શકે છે, તેથી તે કીતિ કમળાની પ્રાપ્તિની સાથે ઇતિહાસના પાને જીવતે રહે એમાં કાંઈ આશ્ચર્ય નથી.
પ્રિય વાચકે! તમે જે તમારી જીવનરીને પવિત્ર, ઉચ્ચ અને પોપકારી બનાવવા ઈચ્છતા હોય તે તમે પ્રથમ નાની નાની પ્રતિજ્ઞાએ કરીને તેઓને પાળવામાં પ્રવૃત્તિ કરે, પશ્ચાત્ પ્રતિજ્ઞા પાળકનું મહત્વ અને તેની કીતિને ખ્યાલ તમને આવશે. પ્રતિજ્ઞા પાલનમાં રકતની આહુતિ આપવાથી કીર્તિ, પ્રતિષ્ઠા, યશની પ્રાપ્તિ થાય છે. સવ
For Private And Personal Use Only