Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૮ પ્રતિજ્ઞા પાલન. અર્થાત્ પ્રતિજ્ઞા પાળવા માટે મૃત્યુને હિંસાખમાં ગણતા નહોતા તેથી તે દૈવી શકિતઓને ધારણ કરી શકતા હતા. ગ્રીક લેાકા પૂર્વે પ્રતિજ્ઞા પાળવામાં રા, ટેકીલા હતા તેથીજ તેઓ સર્વત્ર પ્રસિદ્ધ હતા અને આધુનિક જમાનામાં ઇતિહાસના પાને ખ્યાતિથી દેદીપ્યમાન છે. ભય, સ્વાર્થ, કાયરતા જે દેશમાં વૃદ્ધિ પામે છે તે દેશના લેાકેા પ્રતિજ્ઞા પાલન ગુણુથી ભ્રષ્ટ થતા જાય છે. જે દેશના લોકો મૃત્યુની પરવા રાખે છે તે દેશમાં ભીરૂ મનુષ્યની ઉત્પત્તિ થાય છે અને તે દેશના લોકોમાં પ્રતિજ્ઞા પાલન ગુણ રહેતા નથી. તેથી તે દેશના લાકે ગુલામ, દાસ અનીને શ્રી જાતના પાદ તળે કચરાઈ જાય છે. અને તે શ્રી જાતિ પદભ્રષ્ટ પ્રજાને ઉચ્ચ થવા દેતી નથી. તથા જ્ઞાન, વિજ્ઞાન, રસાયણ, અને એવા અનેક વિજ્ઞાનાથી ઉચ્ચ દશા તે જાતિ પ્રાપ્ત કરે એવી અસલ સ્થિતિને તેઓ પ્રાપ્ત કરવા દેતા નથી. અસલ સ્થિતિ પ્રાપ્ત કરવાને શરી જાતિ એવા મેધ આપે છે કે તમારી જાતિને પ્રતિજ્ઞા પાલન ગુણને માટે ચેાગ્ય બનાવે. ઉપરોક્ત જાતિને પ્રભુની પ્રભુતા અને સદ્ધર્મની પ્રાપ્તિ થતી નથી, અને તેથી તે લેાકેા અજ્ઞાનરૂપ અંધકારમાં ઘસડાઈ જાય છે. પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્યાથી દેશની પડતી થાય છે. જે દેશના લાકે ટેકથી-વચનથી ફરી જાય છે, તે દેશની વિદ્યુત્ વેગે અધેગતિ થાય છે. જે દેશના લાકા પ્રતિજ્ઞાને પ્રાણ સમાન ગણીને તે માટે આત્મસમર્પણ કરવામાં મહાન્ ધર્મ સમજે છે, તે દેશના લેાકેાના શીર્ષ પર સ્વાત'ત્ર્યના અને પ્રગતિના ભાનુ સદા ઝગમગે છે. પ્રતિજ્ઞા એ પ્રભુ સ્વરૂપ છે. ધર્માં પ્રતિજ્ઞાના આરાધનથી પ્રભુનુ' આરાધન થાય છે. જે દેશના લાકા પ્રતિજ્ઞા પાળવામાં અત્યંત શૂરા, રસિક હોય છે, તે દેશના લોકોને અન્ય દેશના લેાકેા તરફથી અનેક મામતામાં કેટિશઃ ધન્યવાદ મળે છે. સ્વદેશ પ્રેમીઓએ આ સ્વદેશની વિભૂતિ પ્રસરાવવી હોય તે તે મૃત્યુની પરવા કર્યા શિવાય પ્રતિજ્ઞા પાળવામાં તત્પર થવુ જોઇ એ. કે જેથી સર્વ શુભેાન્નતિની પ્રાપ્તિ થઈ શકે. પ્રત્યેક દેશની પ્રજાએ પ્રતિજ્ઞા પાળવામાં કાયરતાથી વિમુખ થવું જોઈએ. દેશદય, ધર્મોદય, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111