Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 489
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बारसमं सरीरपयं भवणवासीणं बद्ध-मुक्कसरीरपरूवणा દારિકના મુક્ત શરીરો કહ્યાં તેમ કહેવાં. હે ભગવન્! નારકોને કેટલા આહારક શરીરો હોય છે? હે ગૌતમ! બે પ્રકારના આહારક શરીરો છે, તે આ પ્રમાણે—બદ્ધ અને મુક્ત. એ પ્રમાણે જેમ દારિક શરીર બદ્ધ અને મુક્ત કહ્યાં તેમ આહારક શરીરો પણ કહેવા. તેજસ અને કાર્પણ શરીરો જેમ વૈક્રિય શરીરો કહ્યાં તેમ કહેવા. //al૪૦૮ (ટી) રિયાને અંતે'! ઇત્યાદિ. નરયિકોને બદ્ધ ઔદારિક શરીરો નથી, કારણ કે તેઓને ભવનિમિત્તક ઔદારિક શરીરનો અસંભવ છે. મુક્ત શરીરો સામાન્ય મુક્ત ઔદારિક શરીરોની પેઠે જાણવા. બદ્ધ વૈક્રિયશરીરો નારકોના જેટલા છે, અને તે અસંખ્યાતા છે. તે અસંખ્યાતાની કાળ અને ક્ષેત્ર વડે પ્રરૂપણા કરે છે– મહેન્નાદ' ઇત્યાદિ કાળથી પરિમાણ-પ્રતિસમય એક એક શરીરનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે બધા શરીરો અપહરાય છે. તાત્પર્ય એ છે કે અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય થાય તેટલા શરીરો છે. ક્ષેત્રથી અસંખ્યાતી શ્રેણિઓ છે એટલે અસંખ્યાતી શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા છે. સંપૂર્ણ પ્રતરમાં પણ અસંખ્યાતી શ્રેણિઓ હોય છે, અને અર્ધ ભાગ કે ત્રીજા ભાગ વગેરેમાં પણ અસંખ્યાતી શ્રેણિઓ હોય છે, તો તે કેટલી શ્રેણિઓ હોય' એ આશંકામાં વિશેષ અર્થનો નિર્ણય કરવા માટે કહે છે–પ્રતિરથાસંચેયબા' પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિઓ હોય તેટલી લેવી. બીજું વિશેષ પરિમાણ આ પ્રમાણે છે—‘તાસિ સેઢીને વિવઉંમ સૂ' ઇત્યાદિ. તે શ્રેણિઓની વિખ્રભસૂચિ-વિસ્તારને આશ્રયી સૂચી-એક પ્રદેશની શ્રેણિ અંગુલના પ્રથમ વર્ગમૂલવડે ગુણેલા બીજા વર્ગમૂલ પ્રમાણ જાણવી. અહીં આ ભાવાર્થ છે–અહીં પ્રજ્ઞાપકે સાત પ્રમાણ ઘનીકૃત લોકની પાટી વગેરેમાં સ્થાપના કરવી અને તેની શ્રેણિ રેખાના આકાર વડે બતાવવી, અને બતાવીને એ પ્રમાણે કહેવું–અંગુલપ્રમાણ આકાશક્ષેત્રના જેટલા પ્રદેશો હોય તેના અસંખ્યાતા વર્ગમૂલો થાય છે. જેમ કે પ્રથમ વર્ગમૂલ, તેનું જે વર્ગમૂલ થાય તે બીજું વર્ગમૂલ, તેનું જે વર્ગમૂલ આવે તે ત્રીજું વર્ગમૂલ, એમ અસંખ્યાતા વર્ગમૂલો થાય છે. તેમાં પ્રથમ વર્ગમૂલને બીજા વર્ગમૂળ વડે ગુણવા, અને ગુણવાથી જેટલા પ્રદેશો આવે તેટલા પ્રદેશોની સૂચિશ્રેણી બુદ્ધિથી કલ્પવી. કલ્પીને દક્ષિણ અને ઉત્તર લાંબી સ્થાપવી અને તેને સ્થાપવા વડે જેટલી શ્રેણિઓને સ્પર્શ કરે તેટલી શ્રેણિઓ ગ્રહણ કરવી. તેમાં આ ઉદાહરણ છે–અંગુલપ્રમાણ ક્ષેત્રના પ્રદેશો વાસ્તવિક રીતે અસંખ્યાતા છે, તો પણ અસત્કલ્પનાથી બસો છપ્પન કલ્પવા. તેનું પ્રથમ વર્ગમૂલ સોળ, બીજું વર્ગમૂલ ચાર અને ત્રીજું વર્ગમૂલ છે. તેમાં ચાર રૂપ બીજા વર્ગમૂલ વડે સોળ રૂપ પ્રથમ વર્ગમૂલને ગુણતાં ચોસઠ થાય, એટલી શ્રેણિઓ ગ્રહણ કરવી. આ અર્થ બીજી રીતે જણાવે છે–'અહવ ' ઈત્યાદિ. “અથવા' શબ્દ પ્રકાન્તરના અર્થમાં છે. “ણું” વાક્યાલંકારમાં છે. અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશ રાશિના બીજા વર્ગમૂલરૂપ અસત્કલ્પનાએ ચારનો જે ઘન થાય તેટલી શ્રેણિઓ ગ્રહણ કરવી. અહીં જે રાશિનો જે વર્ગ છે તેને તે રાશિ વડે ગુણતાં ઘન થાય છે. જેમ કે બેનો ઘન આઠ થાય છે. તે આ પ્રમાણે—બેનો વર્ગ ચાર, તેને બેથી ગણતાં આઠ થાય. એ પ્રમાણે અહીં પણ ચારનો વર્ગ સોળ તેને ચારે ગુણતાં જે આવે તેટલો ચારનો ઘન થાય છે, અને ત્યાં પણ તેજ ચોસઠ થાય છે, બન્ને પ્રકારના ગણિતમાં અર્થનો ભેદ નથી. અહીં આ ગણિતનો વ્યવહાર છે કે ઘણી સંખ્યાને થોડી સંખ્યાથી ગુણાય છે. તેથી સૂત્રકારે બે જ પ્રકારના બતાવ્યા છે, અન્યથા ત્રીજો પ્રકાર પણ છે– મંગુત્તવિયવમૂર્વ પામવાયૂનાકુબન્ન' ઇતિ. અંગુલપ્રમાણ આકાશક્ષેત્રના પ્રદેશોના બીજા વર્ગમૂલને પ્રથમ વર્ગમૂલથી ગુણવા. બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે–અંગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશોને પોતાના પ્રથમ વર્ગમૂલની સાથે ગુણતાં જેટલા પ્રદેશો થાય તેટલા પ્રદેશની સૂચી વડે જેટલી શ્રેણિઓનો સ્પર્શ થાય તેટલી લેશિઓમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા નારકોના બદ્ધ વૈક્રિય શરીરો છે, અને મુક્ત વક્રિય શરીરો દારિકની પેઠે જાણવા. નારકોને બદ્ધ આહારક શરીરો નથી, કારણ કે તેઓને આહારકલબ્ધિનો અસંભવ છે. મુક્ત શરીરો પૂર્વની પેઠે જાણવા. બદ્ધ તેજસકામણ શરીરો વક્રિયની પેઠે અને મુક્ત શરીરો પૂર્વની પેઠે જાણવા. /al૪૦૮ | અવવારીf -મુવમરીરવવI ||. असुरकुमाराणं मंते! केवइया ओरालियसरीरा पन्नत्ता? गोयमा। जहा नेरइयाणं ओरालियसरीरा भणिता तहेव . 412

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554