Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 499
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बारसमं सरीरपयं देवाणं बद्ध-मुक्कसरीरपरूवणा અંગુલના વર્ગપ્રમાણ શ્રેણિખંડને વિષે એક એક જ્યોતિર્ષિક સ્થાપવામાં આવે તો સંપૂર્ણ પ્રતર ભરાઈ જાય. અથવા એક એક જ્યોતિષિકનો અપહાર કરતાં એક એક બસો છપ્પન અંગુલના વર્ગપ્રમાણ શ્રેણિખંડનો અપહાર કરવામાં આવે તો એક તરફ બધા જ્યોતિષિકો ખાલી થઈ જાય અને બીજી તરફ સંપૂર્ણ પ્રતર ખાલી થાય. એ પ્રમાણે જ્યોતિષિકોનો વ્યન્તરોથી સંખ્યાતગુણ હીન પ્રતિભાગ છે અને સંખ્યાતગુણાધિક સૂચી છે. પંચસંગ્રહમાં તો બસો છપ્પન અંગુલ પ્રમાણ જ પ્રતિભાગ-ખંડ કહ્યો છે, પણ બસો છપ્પન અંગુલના વર્ગપ્રમાણ કહ્યો નથી. તે આ પ્રમાણે–“છપન્નવોચિંગુતર્પણહિં મારૂાં જયાં નોસિદ્ધિ fહડબસો છપ્પન અંગુલપ્રમાણ સૂચિપ્રદેશો વડે ભાગ આપેલું પ્રતર જ્યોતિષિકો વડે અપહરાય છે. મુક્ત શરીરો સામાન્ય મુક્તની જેમ, આહારક શરીરો નૈરયિકોની પેઠે, બદ્ધ તૈજસ અને કાર્મણ વૈક્રિયની પેઠે અને મુક્ત સામાન્ય મુક્ત શરીરની પેઠે જાણવાં. વૈમાનિકોને ઔદારિક શરીરો નરયિકોની જેમ જાણવાં. બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે. તેમાં કાળને આશ્રયી માર્ગણા જ્યોતિષિકની પેઠે જાણવી. ક્ષેત્રથી માર્ગણા–અસંખ્યાતી શ્રેણિઓ છે. એટલે અસંખ્યાતી શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા છે. તે શ્રેણિઓનું પરિમાણ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમજવું, તેમાં પ્રતરનો અસંખ્યાતમો ભાગ નરયિકાદિની માર્ગણામાં પણ કહ્યો છે, માટે અહીં વિશેષતર પરિમાણ બતાવે છે-તે શ્રેણિઓની વિખંભ સૂરી અંગુલના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગની સાથે ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલા પ્રદેશપ્રમાણ જાણવી. એટલે કે અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશો અસત્કલ્પનાથી બસો છપ્પન છે, તેનું પ્રથમ વર્ગમૂળ સોળ, બીજુંવર્ગમૂળ અસત્કલ્પનાથી ચાર થાય, તેને ત્રીજા વર્ગમૂળ વડે એટલે અસત્કલ્પનાથી બે વડે ગુણતાં જેટલા પ્રદેશો આવે એટલે અસત્કલ્પનાથી આઠ પ્રદેશો આવે તેટલા પ્રદેશોની વિખંભ સૂચિપ્રમાણ શ્રેણિઓ જાણવી. ત્યાં પણ અસત્કલ્પનાથી આઠ જ શ્રેણિઓ જાણવી. બન્ને પ્રકારે અર્થમાં ભેદ નથી. આહારક શરીરો નરયિકોની પેઠે, - બદ્ધ તેજસ કાર્પણ શરીરો બદ્ધ વક્રિયની પેઠે અને મુક્ત શરીરો સામાન્ય મુક્તશરીરની જેમ જાણવા. ll૮૪૧all શ્રીમદાચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં બારમું શરીરપદ સમાપ્ત. અરિહંતની આરાધના ઉત્તમ ફળને આપનારી છે તેમ અરિહંતની આશાતનાથી કટુ ફળ મળે છે. એમાં આરાધનાથી ઉત્તમ ફળ માંતો અરિહંત નિમિત્ત છે જ, પણ આશાતનાના કટુ ફળામાં તો એ આત્માનો પોતાનો અશુભ યોગ જ નિમિત્ત છે. અનંતા કાળચક્રના પરિભ્રમણમાં એક એક કાળચકે જો એક એક વાર અરિહંત ભગવંતની પ્રાપ્તિ થઈ હોય તોય અનંતવાર અરિહંત ભગવંતની સાક્ષાત્ પ્રાપ્તિ થઈ એમ કહી શકાય. અરિહંત ભગવંતનો ભેટો થાય ત્યારે ઉદ્ધાર થઈ જ જાય એમ નથી. પારસ અને લોખંડ મળી જાય પણ જો વચમાં મલમલનો પાતળો પડદો રહેલો હોય તો શું એ લોખંડ સોનું બને ખરું? ન જ બને. એમ આપણે ભૌતિક પદાર્થો મેળવવાની મમતાનો આછો પાતળો પણ પડદો રાખીને જ અરિહંત પરમાત્માને મલ્યા છીએ અને તેથી જ આપણે જીવમાંથી શીવ ન બન્યા. અરિહંતનું શાસન મળ્યા પછી એને વફાદાર રહે, અને અરિહંતની આજ્ઞાનુસાર ચાલનારા સદ્દગુરૂ ભગવંતોના અનુશાસનમાં રહે એને જ આ શાસન હિતકર બને. - જયાનંદ • 422

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554