Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 531
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो कंबलदारं મણિ, દૂધ, વાનક, તેલ, ફાણિત અને વસા સંબંધે સૂત્રો જાણવાં. ll૧૯૪૪૩ (ટી0) અદ્દા ! પેદાળ' ઇત્યાદિ. ઇન્દ્રિયના અધિકારથી આ પણ પ્રશ્ન થાય છે કે આદર્શ—આરીસો જોનાર મનુષ્ય આરીસો જુએ છે, અથવા આત્મા-શરીર જુએ છે? અહીં આત્મશબ્દથી શરીર લેવું. અથવા પ્રતિભાગ-પ્રતિબિંબ જુએ છે? ભગવાન્ ઉત્તર આપે છે–પ્રથમ આરીસો તો જુએ છે જ, કારણ કે સ્કુટરૂપવાળા આરીસાને તે યથાર્થપણે જાણે છે. પણ આત્માને-પોતાના શરીરને જોતો નથી, કારણ કે તેનો ત્યાં અભાવ છે. પોતાનું શરીર પોતાને વિષે રહેલું છે, આરીસામાં રહેલું નથી, તો આરીસામાં પોતાના શરીરને કેમ જુએ? પ્રતિભાગ-પોતાના શરીરનું પ્રતિબિમ્બ જુએ છે, હવે પ્રતિબિમ્બ કેવા પ્રકારનું છે? ઉત્તર–છાયા પુદ્ગલરૂપ છે, તે આ પ્રમાણે–સર્વ પ્રકારની ઇન્દ્રિયગમ્ય સ્થૂલ વસ્તુ ચય અને અપચય સ્વભાવવાળી અને કિરણોવાળી છે. કિરણો એ છાયાપુગલો છે. અને તેનો પ્રત્યક્ષ સિદ્ધ છાયાપુદ્ગલ તરીકે વ્યવહાર થાય છે, કારણ કે સર્વ સ્કૂલ વસ્તુઓની છાયા હોય છે અને તે પ્રત્યક્ષથી બધા પ્રાણીઓને વિદિત છે. બીજું જો સ્કૂલ વસ્તુ કોઈ વસ્તુને અન્તરે રહેલી હોય કે દૂર હોય તો તેના કિરણો આરીસા વગેરેમાં પડતા નથી, તેથી તે વસ્તુ તેમાં દેખાતી નથી. માટે જણાય છે કે છાયાપુદ્ગલો છે તે છાયા પુદ્ગલો તે તે સામગ્રીના વશથી વિચિત્ર પરિણામ પામવાના સ્વભાવવાળા હોય છે. તે આ પ્રમાણેતે છાયાપુદગલો દિવસે અભાસ્વર-(અન્યને પ્રકાશિત નહિ કરનાર) વસ્તુમાં પડેલા હોય તો સ્વસંબન્ય ધારણ કરતાં શ્યામરૂપે (કંઈક કૃષ્ણરૂપે) પરિણત થાય છે અને રાત્રે કૃષ્ણરૂપે પરિણત થાય છે, આ વાત દિવસે સૂર્યના કિરણો પ્રસરે છે ત્યારે અને રાત્રિએ ચન્દ્રના પ્રકાશમાં પ્રત્યક્ષ સિદ્ધ છે. તે છાયા પરમાણુઓ આદશિિદ ભાસ્વર દ્રવ્યોમાં પ્રતિબિસ્મિત થયેલા સ્વસંબન્ધી દ્રવ્યના આકારને ધારણ કરતા સ્વસંબન્ધી દ્રવ્યમાં કૃષ્ણ, નીલ, શુક્લ કે પીત જેવા પ્રકારનો વર્ણ હોય છે તે રૂપે પરિણમે છે અને તેઓની આરીસા વગેરેમાં ઉપલબ્ધિ થાય છે, એ પણ આરીસા વગેરેમાં પ્રત્યક્ષથી સિદ્ધ છે, તેથી પ્રસ્તુત સૂત્રમાં પણ જે મનુષ્યોના છાયાપરમાણુઓ અરીસામાં સંક્રમીને પોતાના શરીરના વર્ણરૂપે અને પોતાના શરીરના આકારરૂપે પરિણમે છે તે પુદ્ગલોની તેમાં ઉપલબ્ધિ થાય છે અને તે પુદ્ગલો પ્રતિબિમ્બ શબ્દવા છે, માટે કહ્યું છે કે “શરીરને જોતો નથી, પણ પ્રતિબિંબને જુએ છે. આ બધું સ્વમતિકલ્પિત નથી, કારણ કે આગમમાં કહ્યું છે– "सामा उ दिया छाया अभासुरगता निसि तु कालाभा। सा चेव भासुरगया सदेहवन्ना मुणेयव्वा॥ - जे आदरिसस्सन्तो देहावयवा हवंति सकता। तेसिं तत्थुवलंभो पगासजोगा न इयरेसिं" ॥ અભાસ્વર પદાર્થમાં પડેલી છાયા દિવસે શ્યામ અને રાત્રીએ કાળી હોય છે, અને ભાસ્વર પદાર્થમાં પડેલી છાયા પોતાના શરીરના વર્ણ જેવી જાણવી. જે આરીસામાં શરીરના અવયવો સંક્રાન્ત થાય છે તેઓની પ્રકાશયોગથી ઉપલબ્ધિ (પ્રત્યક્ષ) થાય છે, બીજાની થતી નથી. એ સંબન્ધી મૂલટીકાકાર પણ કહે છે-“યમાત્સર્વમેવ દિ ક્રિય ભૂતં દ્રવ્ય चयापचयधर्मिकं रश्मिवच्च भवति, यतश्चादर्शादिषु छाया स्थूलस्य दृश्यते अवगाढरश्मिनः, ततः स्थूलद्रव्यस्य વિદુર્શનં ભવતિ, નવાન્તરિતં દશ્યતે વિવિદ્ અતિદૂરશું વા''! કારણ કે બધાં ઇન્દ્રિયગમ્ય સ્થૂલ દ્રવ્યો ચય અને અપચયધર્મવાળાં અને કિરણોવાળાં હોય છે. જેથી આરીસા વગેરેમાં જેનાં કિરણો પડેલાં છે એવી સ્કૂલ વસ્તુની છાયા દેખાય છે, તેથી કોઇપણ સ્કૂલ દ્રવ્યનું દર્શન થાય છે, પરન્તુ તે કોઈને અન્તરે ન રહેલી હોય અથવા અતિદૂર ન હોય. એ માટે પતિના' પ્રતિભાગ-પ્રતિબિંબને જુએ છે. એ પ્રમાણે અસિ, મણિ ઈત્યાદિ વિષયક છ સૂત્રો જાણવા. સૂત્રપાઠ પણ આ પ્રમાણે–‘અસિને દેખતો કોઇ મનુષ્ય અસિને દેખે છે, પોતાને દેખે છે કે પ્રતિબિંબને દેખે છે”? ઇત્યાદિ, હે ગૌતમ! અસિ દેખે છે, પોતાને દેખતો નથી અને પ્રતિબિંબને દેખે છે. ઇત્યાદિ. ૧૯૪૪૩ _T/વાંવનારં || कंबलसाडए णं भंते! आवेढितपरिवेढिते समाणे जावतियं उवासंतरं फुसित्ता णं चिट्ठति विरल्लिए वि य णं 454.

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554