Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 540
________________ पन्नरसं इंदियपयं बीओ उद्देसो उग्गहदारं श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી૦) ઇન્દ્રિયાવગ્રહ સંબન્ધુ સામાન્યરૂપે પ્રશ્ન કર્યો હતો, પરન્તુ સામાન્ય વિશેષને આશ્રિત હોય છે માટે અપાયાદિ વિશેષ સંબન્ધુ સૂત્રો કહે છે—‘ઋતિવિષે ાં અંતે! ફરિયઞવાર્ પન્નત્તે?' હે ભગવન્! ઇન્દ્રિયાપાય કેટલા પ્રકારનો કહ્યો છે? ઇત્યાદિ. તેમાં અવગ્રહરૂપ જ્ઞાન વડે અવગૃહીત-સામાન્યરૂપે જાણેલા અને ઈહા જ્ઞાન વડે ઈહિત–વિચારેલ અર્થનો નિર્ણયરૂપ જે અધ્યવસાય તે અપાય. ‘આ શંખનો જ શબ્દ છે, અથવા રણશીંગડાનો જ છે' ઇત્યાદિરૂપ નિશ્ચયાત્મક બોધ તે અપાય. ‘Íહા’ ઇતિ. ઈધ્ ધાતુ ચેષ્ટા અર્થમાં છે. સદ્ભૂત અર્થની વિચારણારૂપ ચેષ્ટા તે ઈહા. તાત્પર્ય એ છે કે અવગ્રહ પછી અને અપાયની પૂર્વે સદ્ભૂત અર્થવિશેષને ગ્રહણ કરવા તરફ અને અસદ્ભૂત અર્થ વિશેષનો ત્યાગ કરવા અભિમુખ, પ્રાયઃ અહીં શંખ વગેરેના મધુરુત્વાદિ શબ્દધર્મો જણાય છે અને રણશીંગડા વગેરેના કર્કશ નિષ્ઠુરત્વાદિ શબ્દધર્મો જણાતા નથી, આવા પ્રકારની મતિવિશેષ તે ઈહા. ભાષ્યકાર કહે છે—‘‘મૂળમૂયવિશેસાવાળવ્વાયામિમુહમîહા''સદ્ભૂત અર્થને ગ્રહણ કરવા અને અસદ્ભૂત । અર્થને ત્યાગ કરવા અભિમુખ બોધ વિશેષ તે ઈહા. ‘તુવિષે બોહે પનત્તે’—બે પ્રકારનો અવગ્રહ છે— અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. તેમાં અર્થનો અવ–અપકૃષ્ટ ગ્રહ–જ્ઞાન એટલે જેનો નિર્દેશ ન કરી શકાય એવા સામાન્ય રૂપાદિ અર્થનું ગ્રહણ-જ્ઞાન તે અર્થાવગ્રહ. અહીં નન્દિસૂત્રના ચૂર્ણિકાર કહે છે—‘સામનસ વાવિક્ષેસળરહિયમ્સ અનિદ્સ્ત અવાહો'' ઇતિ. રૂપાદિ વિશેષણરહિત એટલે આ રૂપ છે, ગન્ધ છે, શબ્દ છે કે સ્પર્શ છે ઇત્યાદિ નામજાત્યાદિની કલ્પના રહિત, જેનો નિર્દેશ ન કરી શકાય એવા સામાન્ય અર્થનું ગ્રહણ તે અવગ્રહ. ‘વ્યન્યતે અનેન ગર્થ:' જેમ પ્રદીપ વડે ઘટ પ્રગટ કરાય તેમ જે વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન એટલે ઉપકરણ ઇન્દ્રિય અને શબ્દાદિરૂપે પરિણત થયેલા દ્રવ્યોનો પરસ્પર સંબન્ધ જાણવો. કારણ કે સંબન્ધ થવાથી જ શ્રોત્ર વગે૨ે ઇન્દ્રિયો વડે તે તે અર્થ પ્રગટ કરી શકાય છે, તે સિવાય નહિ, માટે ઇન્દ્રિય અને શબ્દાદિ અર્થનો સંબન્ધ વ્યંજન સમજવો. આ સંબન્ધે ભાષ્યકાર કહે છે કે ‘‘વંગિન્ગર્જ્ઞેળત્યો ષડુબ લીવેબ વનાં તું ના સવારનિંદ્રિયસદ્દા પરિણયસંનન્યો'' જેમ દીવા વડે ઘટ પ્રગટ કરાય તેમ જે વડે અર્થ ‘વ્યન્યતે' પ્રગટ કરાય તે વ્યંજન અને તે ઉ૫ક૨ણેન્દ્રિય અને શબ્દાદિ પરિણામવાળા દ્રવ્યનો સંબન્ધ જાણવો. તે વ્યંજન–સંબન્ધ વડે સંબન્ધને પ્રાપ્ત થયેલા શબ્દાદિરૂપ અર્થનું અવ્યક્તરૂપ જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. અથવા ‘વ્યન્યતે' જે પ્રગટ કરાય તે વ્યંજનઉપકરણેન્દ્રિયને પ્રાપ્ત થયેલા શબ્દાદિરૂપ પરિણામવાળા દ્રવ્યોનો અવગ્રહ–અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. (પ્ર0)—પ્રથમ વ્યંજનાવગ્રહ થાય છે અને ત્યાર પછી અર્થાવગ્રહ થાય છે તો અહીં પ્રથમ અર્થાવગ્રહ કેમ કહ્યો છે? (ઉ)—સ્પષ્ટરૂપે જણાય છે તે માટે પ્રથમ અર્થાવગ્રહ કહ્યો છે. તે આ પ્રમાણે—અર્થાવગ્રહ સ્પષ્ટરૂપે બધા પ્રાણીઓ વડે અનુભવાય છે. કારણ કે અત્યન્ત શીઘ્ર ગમનાદિ ક્રિયામાં એકવાર જલદીથી જ્ઞાન થાય છે કે ‘કંઇક જોયું–અનુભવ્યું પણ બરોબર વિચાર્યું નહિ’–એવા પ્રકારનો વ્યવહાર થાય છે. વળી અર્થાવગ્રહ સર્વ ઇન્દ્રિયો અને મનદ્વારા થાય છે અને વ્યંજનાવગ્રહ એમ થતો નથી, માટે પ્રથમ અર્થાવગ્રહ કહ્યો છે. હવે વ્યંજનાવગ્રહ પછી અર્થાવગ્રહ થાય છે એ ક્રમને આશ્રયી પ્રથમ વ્યંજનાવગ્રહનું સ્વરૂપ પ્રતિપાદન ક૨વાની ઇચ્છાવાળા સૂત્રકાર શિષ્યદ્વારા પ્રશ્ન કરાવે છે—‘વંગળોળહે ખં ભંતે! વિષે પત્નત્તે'-હે ભગવન્! વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનો છે’? ઇત્યાદિ. અહીં વ્યંજન એટલે ‘ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિરૂપ પરિણામવાળા દ્રવ્યનો પરસ્પર સંબન્ધ’ એમ પૂર્વે કહ્યું તેથી શ્રોત્ર વગેરે ચાર ઇન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ થાય છે ચક્ષુ અને મનનો થતો નથી. કારણ કે તે બન્ને અપ્રાપ્તકારી–અપ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે, તે અપ્રાપ્તકારિતાનો વિચાર નન્દિસૂત્રની ટીકામાં બતાવ્યો છે માટે અહીં બતાવતા નથી. અર્થાવગ્રહ છ પ્રકારનો છે. તે આ પ્રમાણે—‘સોવિયઞત્યુત્તે' શ્રોત્રેન્દ્રિયાર્થાવગ્રહ ઇત્યાદિ. શ્રોત્રેન્દ્રિય વડે વ્યંજનાવગ્રહ થયા પછી એક સમયમાં જેનો નિર્દેશ ન થઇ શકે એવું સામાન્યમાત્ર અર્થનું જ્ઞાન તે શ્રોત્રન્દ્રિયાર્થાવગ્રહ. એ પ્રમાણે ઘ્રાણેન્દ્રિય, જિહ્મેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના અર્થાવગ્રહ સંબન્ધે પણ કહેવું. ચક્ષુ અને મનનો વ્યંજનાવગ્રહ થતો નથી, તેથી તે બન્નેનો પ્રથમજ સ્વરૂપ, દ્રવ્ય, ગુણ અને ક્રિયાની કલ્પના રહિત, જેનો નિર્દેશ ન થઇ શકે એવા સામાન્યમાત્ર સ્વરૂપવાળા અર્થના જ્ઞાનરૂપ અર્થાવગ્રહ જાણવો. 463

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554