Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 543
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं અસુરકુમારની પેઠે કહેવું. પરન્ત મનુષ્યને દ્રવ્યન્દ્રિયો ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યેન્દ્રિયો હોય. સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, શુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ, અય્યત અને નૈવેયક દેવને નરયિકની પેઠે જાણવું. હે ભગવન્! એક એક વિજય, વિજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત દ્રવ્યન્દ્રિયો થયેલી હોય. કેટલી બદ્ધ-વર્તમાન દ્રવ્યન્દ્રિયો હોય? આઠ હોય, કેટલી ભવિષ્યમાં થવાની હોય? આઠ, સોળ, ચોવીશ અથવા સંખ્યાતી હોય. સવર્થસિદ્ધ દેવને અતીત-ભૂતકાળે અનન્ત દ્રવ્યન્દ્રિયો થયેલી હોય. બદ્ધ-વર્તમાન આઠ હોય અને ભવિષ્યમાં થવાની આઠ હોય. હે ભગવન! નરયિકોને કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય? હે ગૌતમ! અનન્ન થયેલી હોય. કેટલી બદ્ધ-વિદ્યમાન હોય? હે ગૌતમ! અસંખ્યાતી હોય. અને ભવિષ્યમાં થવાની કેટલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. એ પ્રમાણે રૈવેયક દેવો સુધી જાણવું. પરન્તુ મનુષ્યોને બદ્ધ દ્રવ્યન્દ્રિયો કદાચિત્ સંખ્યાતી હોય અને કદાચિત્ અસંખ્યાતી હોય. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! અતીત કાળે અનન્ત, બદ્ધ-વર્તમાન અસંખ્યાતી, અને ભવિષ્યમાં થવાની અસંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. સવથિસિદ્ધ દેવો સંબંધે પૃચ્છા, હે ગૌતમ! પૂર્વકાળે થયેલી અનન્ત, વિદ્યમાન સંખ્યાતી, અને ભવિષ્યમાં થવાની સંખ્યાતી દ્રવ્યન્દ્રિયો હોય છે. //ર૯ll૪૫૩ (ટી) એક એક જીવ સંબધે અતીત, બદ્ધ (વર્તમાન) અને પુરસ્કૃત (ભવિષ્યમાં થવાની) દ્રવ્યન્દ્રિયના વિચારમાં ‘પુરવઠા અદૃ વા સોસ, વા સરસ વા વા વા અવિન્ના વા વંતા વા' પુરસ્કૃત-ભવિષ્યકાલીન દ્રવ્યન્દ્રિયો આઠ, સોળ, સત્તર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ન જાણવી. જે નૈરયિક પછીનાજ ભવમાં મનુષ્યપણું પામીને સિદ્ધ થાય-મુક્ત થાય તેને મનુષ્ય ભવસંબન્ધી આઠ ઇન્દ્રિયો, અને જે પછીના ભવમાં તિર્યચપણું પામી ત્યાંથી મરણ પામી મનુષ્યમાં આવીને સિદ્ધ થાય તેને તિર્યંચભવની આઠ અને મનુષ્યભવની આઠ મળીને સોળ ઇન્દ્રિયો હોય. જે નરકથી નીકળી પછીના ભવમાં તિર્યંચપંચેન્દ્રિયપણું પામી ત્યાર પછી એક ભવમાં પૃથિવીકાયિકાદિ થઈને મનુષ્યમાં આવી સિદ્ધ થાય તેને તિર્યંચભવની આઠ, એક પૃથિવીકાયિકાદિભવની અને આઠ મનુષ્યભવની એમ સત્તર દ્રવ્યોર્જિયો હોય. સંખ્યાતા કાળ સુધી સંસારમાં રહેનારને સંખ્યાતી, અસંખ્યાતા કાળ સુધી રહેનારને અસંખ્યાતી અને અનન્તકાળ પથત રહેનારને અનન્ત દ્રવ્યન્દ્રિયો હોય. . અસુરકુમાર સૂત્રમાં ‘પુરવઠા મદ્દ વા નવ વા' ભવિષ્યમાં પ્રાપ્ત થવાની આઠ અથવા નવ વગેરે ઇન્દ્રિયો હોય. તેમાં અસુરકુમારના ભવથી નીકળી પછીના ભાવમાં મનુષ્યપણું પામી સિદ્ધ થાય તેને આઠ દ્રવ્યન્દ્રિયો હોય. અસુરકુમારથી માંડી ઈશાન સુધીના દેવો પૃથિવી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, તેથી પછીના ભાવમાં પૃથિવ્યાદિમાં જઈને ત્યાર પછી મનુષ્યપણું પામીને સિદ્ધ થાય તેને નવ ઈન્દ્રિયો હોય, સંખ્યાતી, અસંખ્યાતી અને અનન્ત દ્રવ્યેન્દ્રિયોનો વિચાર પૂર્વની પેઠે કરવો. પૃથિવી, પાણી અને વનસ્પતિના સૂત્રમાં રેવડી અદૃ વા નવ વા' ઈતિ. ભવિષ્યમાં થવાની આઠ, નવ વગેરે ઈન્દ્રિયો હોય છે. પૃથિવ્યાદિ પોતાના ભવથી નીકળીને પછી મનુષ્યોમાં ઉત્પન્ન થાય અને સિદ્ધ થાય, તેમાં જે પછીના ભાવમાં મનુષ્યપણું પામીને સિદ્ધ થાય તેને મનુષ્યભવ સંબન્ધી આઠ ઈન્દ્રિયો હોય, અને જે પછી એક પૃથિવ્યાદિ ભવ કરીને ત્યારબાદ મનુષ્યભવ પામી સિદ્ધ થાય તેને નવ દ્રવ્યન્દ્રિયો હોય. તેજસ્કાયિક અને વાયુકાયિકો મરણ પામી તરત મનુષ્યપણું જ પામતા નથી, અને બેઇન્દ્રિયો, તે ઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો પછી તુરત મનુષ્યપણું પામે છે, પરંતુ તેઓ સિદ્ધ થતા નથી, તેથી તેઓના સૂત્રમાં જઘન્ય પદે નવ કે દસ દ્રવ્યન્દ્રિયો હોય એમ કહેવું જોઇએ. બાકીનાનો વિચાર પૂર્વે કહ્યા પ્રમાણે કરવો, મનુષ્યસૂત્રમાં પુરસ્કૃત-ભવિષ્યમાં થવાની દ્રન્દ્રિયો કોઈને હોય અથવા ન હોય, તે ભવેજ સિદ્ધ થનારને ન હોય અને બાકીનાને હોય, જેઓને હોય તેઓ પણ જો પછીના ભવમાં ફરીથી મનુષ્ય થઈને સિદ્ધ થાય તેને આઠ અને જે વચ્ચે પૃથિવ્યાદિનો એક ભવ કરી મનુષ્ય થઈને સિદ્ધ થાય તેને નવ હોય. બાકીનાનો વિચાર પૂર્વની પેઠે કરવો. સનકુમારાદિ દેવો મરણ પામી તુરત પૃથિવ્યાદિમાં 466

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554