Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 551
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बद्धेल्लगा संखिंज्जा, पुरेक्खडा णत्थि । समत्तो बीओ उद्देसो । सू० - ३५ ।। ४५९ ॥ पन्नवणाए भगवईए पन्नरसमं इन्दियपयं समत्तं । पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं (મૂળ) હે ભગવન્! એક એક નૈયિકને નૈરિયકપણામાં કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. વર્તમાન કાળે કેટલી હોય? પાંચ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઇને હોય અને કોઇને ન હોય, જેને હોય તેને પાંચ, દસ, પંદર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે અસુરકુમારથી આરંભી સ્તનિતકુમાર સુધી જાણવું. પરંતુ વર્તમાન કાળે ન હોય. પૃથિવીકાયિકપણામાં યાવત્ બેઇન્દ્રિયપણામાં જેમ દ્રવ્યેન્દ્રિયો કહી તેમ ભાવેન્દ્રિયો કહેવી. તેઇન્દ્રિયપણામાં પણ તેમજ કહેવું. પરંતુ ભવિષ્યમાં થવાની ત્રણ, છ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત ભાવેન્દ્રિયો હોય. ચઉરિન્દ્રિયપણામાં પણ એમજ જાણવું. પરન્તુ ભવિષ્યમાં થવાની ભાવન્દ્રિયો ચાર, આઠ, બાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયોમાં જે ચાર ગમ-પાઠ કહ્યા છે તે આ ચારે પાઠ અહીં જાણવા. પરંતુ ત્રીજા ગમને વિષે જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલી ઇન્દ્રિયો ભવિષ્યમાં જાણવી. ચોથા ગમન વિષે જેમ દ્રવ્યેન્દ્રિયો કહી છે તેમ કહેવી. યાવત્ સર્વાર્થસિદ્ધ-દેવપણામાં કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય? ન હોય. વર્તમાનકાળે કેટલી હોય? સંખ્યાતી હોય. ભવિષ્યમાં થવાની કેટલી હોય? ન હોય. બીજો ઉદ્દેશક સમાપ્ત. ||૩૫૪૫૯૫ પ્રજ્ઞાપના ભગવતીના અનુવાદમાં પંદરમું ઇન્દ્રિયપદ સમાપ્ત. (ટી૦) ‘પામેળમ્સ નં. ભંતે નેફ્યલ્સ નેફ્યત્તે' હે ભગવન્! એક એક નૈયિકને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય—ઇત્યાદિ, ‘પુરસ્કૃત-ભવિષ્યમાં થવાની દ્રવ્યેન્દ્રિયો કોઇને હોય અને કોઇને ન હોય. જે નરકથી નીકળી ફરીથી પણ નૈયિકપણું નહિ પામે તેને ન હોય. જે નારકપણું પામશે તેને હોય, તે પણ જો એકવાર નરકમાં આવવાનો હોય તો તેને આઠ, બે વાર આવવાનો હોય તો સોળ, ત્રણ વાર આવવાનો હોય તો ચોવીશ, સંખ્યાતી વાર આવવાનો હોય તો સંખ્યાતી દ્રવ્યેન્દ્રિયનો ઇત્યાદિ હોય. મનુષ્યપણાના વિચારમાં ‘સદ્ અસ્થિ સ્મર્ ળસ્થિ' કૃતિ ન વòવ્યક્—કોઇને હોય અને કોઇને ન હોય એમ ન કહેવું, કારણ કે તેઓનું મનુષ્યોમાં આગમન અવશ્ય થવાનું છે. તેથી જઘન્યપદે આઠ અને ઉત્કૃષ્ટથી અનન્ત દ્રવ્યેન્દ્રિયો હોય છે એમ કહેવું. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતના વિચારમાં અતીત કાળે દ્રવ્યેન્દ્રિયો નથી, કારણ કે વિજયાદિ ચાર અનુત્તરમાં ગયેલો જીવ અવશ્ય ત્યાંથી મરણ પામી તથાસ્વભાવથી કદિ પણ નૈરયિકથી માંડી તિર્યંચ પંચેન્દ્રિય સુધીના દંડકોમાં તથા વ્યન્તર અને જ્યોતિષિકોમાં આવવાનો નથી, પણ મનુષ્યોમાં અને સૌધર્માદિ દેવોમાં આવશે, ત્યાં પણ જધન્યથી એક, બે અને ત્રણ ભવ સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવ સુધી, પરન્તુ અસંખ્યાતા કે અનન્ત ભવ સુધી આવશે નહિં, તેથી નૈરયિકને વિજયાદિપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે નથી, પુરસ્કૃત-ભવિષ્યમાં દ્રવ્યેન્દ્રિયો આઠ અથવા સોળ હોય છે. કારણ કે વિજયાદિમાં બે વાર ઉત્પન્ન થાય છે તેનો પછીના ભવમાં અવશ્ય મોક્ષ થાય છે. એ પ્રમાણે જેમ નૈરયિકનો નૈરયિકપણા વગેરે ચોવીશ સ્થાનોમાં વિચાર કર્યો, તેમ અસુકુમારાદિ પ્રત્યેકનો વિચાર કરવો. અને પૂર્વોક્ત ભાવના અનુસારે સ્વયં ઉપયોગ રાખી વિચારવું. ભાવેન્દ્રિયસૂત્રો પણ સુગમજ છે, કેવળ દ્રવ્યેન્દ્રિય સંબન્ધે કહેલી ભાવનાને અનુસા૨ે ત્યાં વિચાર કરવો. શ્રીમદાચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં પંદરમાં ઇન્દ્રિયપદનો બીજો ઉદ્દેશક સમાપ્ત. 474

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554