________________
पन्नरसं इंदियपयं पढमो उद्देसो लोगंदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ તેના દેશવડે અને પ્રદેશો વડે વ્યાપ્ત છે. પૃથિવીકાયાદિ પણ સૂક્ષ્મ સકલલોક વ્યાપી હોય છે. માટે તે વડે પણ લોક સર્વરૂપે વ્યાપ્ત થયેલો છે. ત i fસય ડે–ત્રસકાય વડે કદાચિત્ સ્પર્શ કરાયેલો છે, જ્યારે સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા કેવલજ્ઞાની ચોથા સમયમાં હોય છે ત્યારે તે પોતાના પ્રદેશો વડે સર્વ લોકને વ્યાપ્ત કરે છે માટે ત્રસકાય વડે સ્પર્શ કરાયેલો છે, કારણ કે કેવલી ત્રસકાય છે. બાકીના કાળે સ્પર્શ કરાયેલો હોતો નથી. કારણ કે લોકમાં બધે સ્થળે ત્રસકાય હોતા નથી. એ પ્રમાણે જંબૂતી પાદિ સંબધે પણ સૂત્રો જાણવા. પરન્તુ બહારના પુષ્કરાઈ દ્વીપના વિચારમાં કાસમ નો ડે'–તે અદ્ધાસમય વડે સ્પર્શ કરાયેલો નથી. અદ્ધાસમય (કાળ) અઢી દ્વીપ સમુદ્રમાં છે, બહાર નથી. એનો વિચાર ધર્મસંગ્રહણીની ટીકામાં કર્યો છે.. માટે બહારના દ્વીપસમુદ્રોમાં અદ્ધાસમયના સ્પર્શનો પ્રતિષેધ કરવો. ‘નંબુદ્દીવે તવન'-ઇત્યાદિ ગાથા છે. સર્વ દ્વીપસમુદ્રોના મધ્યવર્તી જેબૂદ્વીપ છે. તેને ચો તરફ વીંટી લવણ સમુદ્ર રહેલો છે, ત્યાર પછી ધાતકીખંડ નામે દ્વીપ છે, તે પછી કાલોદધી સમુદ્ર છે. ત્યાર બાદ પુષ્કરવર દ્વીપ અને ત્યાર પછીના દીપના સમાન નામવાળા સમુદ્રો છે. એટલે તે પછી પુષ્કરવર સમુદ્ર. તે પછી વરુણવર દ્વીપ અને વણવર સમુદ્ર, ક્ષીરવરદ્વીપ ક્ષીરોદધી સમુદ્ર, ધૃતવરદ્વીપ, વૃતોદધી સમુદ્ર, ઇક્ષુવરદ્વીપ અને ઇક્ષુવર સમુદ્ર, નંદીશ્વર દ્વીપ અને નંદીશ્વર સમુદ્રએ આઠે સમુદ્રો એક પ્રત્યાવતાર-એક એક રૂપવાળા છે. અને પછીના દીપો અને સમુદ્રો ત્રિપ્રત્યાવતારરૂપ છે. જેમ કે અરુણ, અણવર, અણવરાવભાસ, કુંડલ, કુંડલવર, કુંડલવરાવભાસ, રુચક, ચકવર અને
ચકવરાવભાસ-ઈત્યાદિ, અહીં આ ક્રમ છે–નન્દીશ્વર સમુદ્ર પછી અરુણદ્વીપ, અરુણ સમુદ્ર, તે પછી અણવર દ્વીપ અને અણવર સમદ્ર-ઇત્યાદિ નામનો ઉચ્ચાર કરી કેટલા દ્વીપસમદ્રો કહી શકાય? માટે તેના નામનો સંગ્રહ કરીને કહે છે– આભરણવત્થ-ઇત્યાદિ બે ગાથા છે-જે કોઈ આભરણના નામો હોય, જેમ કે હાર, અર્ધહાર, રત્નાવલી, કનકાવલી પ્રમુખ, જે કોઈ વસ્ત્રના નામો ચીનાંશુક વગેરે હોય, જે કોઈ કોષ્ઠપુટાદિ ગન્ધના નામો હોય, જલરુહ, ચન્દ્રોદ્યોત વગેરે જે ઉત્પલના નામો હોય, તિલક વગેરે જે વૃક્ષના નામો હોય, શતપત્ર, સહસપત્ર વગેરે પદ્મના નામો હોય, પૃથિવી, રત્નપ્રભા વગેરે જે પૃથિવીના નામો હોય, જે નવ નિધિના નામો, ચક્રવર્તીના ચૌદ રત્નના નામો, ચલહિમવંત આદિ વર્ષધર પર્વતાદિના નામો, પદ્દમાદિ હૃદોના(સરોવરના) નામો, ગંગા સિવુ વગેરે નદીઓના નામો, કરચ્છાદિ વિજયો, માલ્યવંતાદિ વક્ષસ્કાર પર્વતો, સૌધમદિ કલ્પો, શક્ર વગેરે ઇન્દ્રો, દેવકરુ, ઉત્તરક, મન્દર, મેરુની નજીક વગેરે શક્રાદિના આવાસો, ચલ્લહિમવંત વગેરે. પર્વતોના કૂટો-શિખરો, કૃત્તિકાદિ નક્ષત્રો, ચન્દ્રો અને સૂર્યોના જે નામો છે તે બધાને ત્રિપ્રત્યયાવતાર કરીને કહેવા. જેમ કે હારદ્વીપ, હારસમુદ્ર, હારવર દીપ, હરિવર સમુદ્ર, હારવરાવભાસ દ્વીપ, હારવરાવભાસ સમુદ્ર-ઇત્યાદિરૂપે ત્રિપ્રત્યયાવતાર ત્યાં સધી કહેવા યાવત્ સૂર્ય દ્વીપ, સૂર્ય સમુદ્ર, સૂર્યવર દ્વીપ અને સૂર્યવર સમુદ્ર સૂર્યવરાવભાસ દ્વીપ અને સૂર્યવરાવભાસ સમુદ્ર છે. જીવાભિગમની ચૂર્ણિમાં કહ્યું છે કે-“મા તીવસમુા તપકોયારી થાવત્ સૂર્યવાવમાસ: સમુદ્રઃ'' અરુણાદિ દ્વિીપસમુદ્ર ત્રિપ્રત્યયાવતારવાળા યાવ-સૂર્યવરાવભાસ' સમુદ્ર છે ત્યાં સુધી કરવા. ત્યાર પછી સૂર્યવરાવભાસ સમુદ્રને ચો તરફ વીંટી દેવદ્વીપ રહેલો છે, પછી દેવસમુદ્ર, પછી નાગદ્વીપ અને નાગસમુદ્ર. તે પછી યક્ષદ્વીપ અને યક્ષસમુદ્ર, તે પછી ભૂતદ્વીપ અને ભૂત સમુદ્ર અને સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર છે. એ પાંચે દેવાદિ દીપો અને દેવાદિ સમુદ્રો એકરૂપવાળા છે, તેઓનો પ્રત્યયાવતાર થતો નથી. જીવાભિગમની ચૂર્ણિમાં કહ્યું છે અને પ દ્વીપ: પસમુદ્રા
પ્રારા' ઈતિ. એ પાંચે દ્વીપો અને પાંચે સમુદ્રો એક પ્રકારના છે. જીવાભિગમ સૂત્રમાં પણ કહ્યું છે–દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ એ એક એક કહેવો, કારણ કે તેઓને ત્રિપ્રત્યયાવતાર થતો નથી. ર૧૪૪પા
लोगे णं भंते! किंणा' फुडे? कइहिं वा कारहिं? जहा आगासथिग्गले। ૨. શિખા (૬. વિ.)
457