________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पन्नरसं इंदियपयं पढमो उद्देसो दीवोदहिदारं अणुगंतव्वा, तं जहा - "जंबुद्दीवे लवणे धायइ कालोय पुक्खरे वरुणे । खीर- घय खोय-गंदि य अरुणवरे कुण्डले रुयते ।।१।। आभरणवत्थगंधे उप्पल-तिलए य पुढवि - निहि रयणे । वासहर- दह-नईओ विजया वक्खार-कप्पिंदा ।।२।। कुरु मंदर आवासा कूडा नक्खत्त- चंद-सूरा य। देवे णागे जक्खे भूए य सयंभुरमणे य ।।३।। एवं जहा बाहिरपुक्खरद्धे भणिए तहा जाव सयंभुरमणसमुद्दे जाव अद्धासमएणं नो फुडे।।सू०-२१।।४४५।। (મૂળ) હે ભગવન્! આકાશથિન્ગલ-લોક કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે? શું ધર્માસ્તિકાય વડે સ્પર્શ કરાયેલો છે? ધર્માસ્તિકાયના દેશ વડે સ્પર્શ કરાયેલો છે? ધર્માસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલો છે? એમ અધર્માસ્તિકાય વડે, આકાશાસ્તિકાય વડે—એમ એ પ્રકારે યાવત્ પૃથિવીકાય વડે, યાવત્ સકાય વડે કે અહ્લાસમય વડે સ્પર્શ કરાયેલ છે? હે ગૌતમ! ધર્માસ્તિકાય વડે સ્પર્શ કરાયેલ છે, પણ ધર્માસ્તિકાયના દેશ વડે સ્પર્શ કરાયેલ નથી. ધર્માસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય વડે પણ સ્પર્શ કરાયેલો છે. આકાશાસ્તિકાય વડે સ્પર્શ કરાયેલ નથી, પણ આકાશાસ્તિકાયના દેશ વડે સ્પર્શ કરાયેલો છે, આકાશાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ છે. યાવતુ વનસ્પતિકાય વડે ક્વચિત્ સ્પર્શ કરાયેલો છે. અને અદ્ધાસમય વડે તેના એક દેશમાં સ્પર્શ કરાયેલ છે અને એક દેશમાં સ્પર્શ કરાયેલો નથી. હે ભગવન્! જંબુદ્રીપ નામે દ્વીપ કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે? શું ધર્માસ્તિકાયથી યાવત્–આકાશાસ્તિકાયથી સ્પર્શ કરાયેલો છે? હે ગૌતમ! ધર્માસ્તિકાય વડે સ્પર્શ કરાયેલો નથી, પરન્તુ ધર્માસ્તિકાયના દેશ વડે અને ધર્માસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલો છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સંબંધે પણ જાણવું. પૃથિવીકાય યાવત્ વનસ્પતિકાય વડે સ્પર્શ કરાયેલ છે, ત્રસકાય વડે ક્વચિત્ સ્પર્શ કરાયેલ છે અને ક્યાંઇક સ્પર્શ કરાયેલ નથી. અહ્વાસમય વડે સ્પર્શ કરાયેલો છે. એ પ્રમાણે લવણ સમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલોદધી સમુદ્ર અને અભ્યન્તર પુષ્કરાર્ધ સંબંધે જાણવું. બહારના પુષ્કરાર્ધ સંબન્ધ એમજ જાણવું. પરન્તુ તે અદ્ધાસમય વડે સ્પર્શ કરાયેલો નથી. એ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવું. આ દ્વીપસમુદ્રનો અનુક્રમ આ ગાથાઓ વડે જાણવો. તે આ પ્રમાણે—‘જંબુદ્વીપ, લવણ, ધાતકી, કાલોદ, પુષ્કરવર, વરુણ, ક્ષીર, ધૃત, સોદ–ઇક્ષુ, નંદિ, અરુણવર, કુંડલ, રુચક (૧), આભરણ, વસ્ત્ર, ગન્ધ, ઉત્પલ, તિલક, પદ્મ, નિધિ, રત્ન, વર્ષધર પર્વતો, હૃદ, નદીઓ, વિજયો, વક્ષસ્કાર (પર્વતો), કલ્પ–દેવલોક, ઇન્દ્રો (૨), કુરુ, મન્દર અવાસ, કૂટ, નક્ષત્ર, ચંદ્ર અને સૂર્ય (એ બધાના નામે દ્વીપ અને સમુદ્રો છે.) દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ સમુદ્ર (૩) [એ પાંચ દ્વીપ અને સમુદ્રો છેલ્લા છે] એ પ્રમાણે જેમ બાહ્ય પુષ્કરાર્ધ કહ્યો તેમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવું. યાવત્—તેઓ અહ્લાસમય વડે સ્પર્શ કરાયેલા નથી. ૨૧૪૪૫॥
(ટી૦) ‘આસથિગતે મંતે'! ઇત્યાદિ. આકાશ થિન્ગલ-આકાશરૂપી પટમાં થિન્ગલથીગડા સમાન લોક કહેવાય છે. કારણ કે તે વિસ્તૃત પટના જેવા મોટા બાહ્ય આકાશના થિન્ગલ–થીગડાના જેવો લાગે છે. હે ભગવન્! તે આકાશથિન્ગલ કોનાથી સ્પષ્ટ–સ્પર્શ કરાયેલો-વ્યાપ્ત કરાયેલો છે? આ સામાન્યરૂપે પ્રશ્ન કર્યો છે, હવે વિશેષરૂપે પ્રશ્ન ક૨ે છે—કેટલા કાયો વડે સ્પર્શાયેલો છે? અહીં ‘વા’ શબ્દ પ્રકારાન્તરનો સૂચક છે, અને તે પ્રકારાન્તર સામાન્યથી વિશેષરૂપ છે. તેથી પ્રત્યેક કાય સંબન્ધ વિશેષરૂપે પૂછે છે—‘ િથમ્મત્થિાળ ડે'-શું ધર્માસ્તિકાયથી સ્પષ્ટ છે–ઇત્યાદિ સુગમ છે. ભગવાન્ કહે છે–હે ગૌતમ! ધર્માસ્તિકાય વડે સ્પર્શ કરાયેલો છે, કારણ કે લોકમાં ધર્માસ્તિકાય રહેલો છે, આ જ હેતુથી ધર્માસ્તિકાયના દેશથી સ્પર્શ કરાયેલો નથી, કારણ કે જે જેનાથી સર્વરૂપે વ્યાપ્ત છે તે તેના જ દેશવડે વ્યાપ્ત નથી, કારણ કે વિરોધ છે. પણ તેના પ્રદેશો વડે વ્યાપ્ત છે. કારણ કે તેમાં બધા ધર્માસ્તિકાયના પ્રદેશો રહેલા છે. એ પ્રમાણે અધર્માસ્તિકાયના વિષયમાં પણ ઉત્તર કહેવો. તથા સંપૂર્ણ આકાશાસ્તિકાય દ્રવ્ય વડે સ્પર્શ કરાયેલો નથી. કારણ કે લોક આકાશાસ્તિકાયનો દેશમાત્ર-અંશમાત્ર છે, પરન્તુ
456