Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 530
________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो अद्दायाइदारसत्तगं श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રકારના છે–ઉપયુક્ત અને અનુપયુક્ત. તેમાં જે અનુપયુક્ત છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. જે ઉપયુક્ત છે તે જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે. તે હેતથી છે ગૌતમ! એમ કહું છું કે કેટલાક જાણે છે, યાવતુ-કેટલાએક આહાર કરે છે. /૧૮૪૪૨ (ટી.) મનુષ્યસૂત્રમાં “સનિમૂયા ' સંજ્ઞીભૂત-સંજ્ઞીપણાને પ્રાપ્ત થયેલા અને તે સિવાયના બીજા અસંજ્ઞીભૂત છે. અહીં સંજ્ઞી એટલે વિશિષ્ટ અવધિજ્ઞાનવાળો ગ્રહણ કરવો, કે જેના જ્ઞાનનો વિષય તે કાર્મણ શરીરના પુદ્ગલો છે. બાકી બધું સુગમ છે. વૈમાનિક સૂત્રમાં “માયીમિચ્છાદિઢી' ઇત્યાદિ. માયી મિથ્યાષ્ટિ-માયા-ત્રીજો કષાય છે, અને તે અન્ય કષાયોનું ઉપલક્ષણસૂચક છે, તે જેઓને છે એવા ભાયી-ઉત્કટ રાગદ્વેષવાળા મિથ્યાદૃષ્ટિ, તે રૂપે ઉત્પન્ન થયેલા તે માયમિથ્યાદૃષ્ટિઉપપન્ન કહેવાય છે, અને તેથી વિપરીત અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક જાણવા. અહીં માયમિથ્યાદૃષ્ટિઉપપત્નના ગ્રહણથી નવમા નૈવેયક સુધીના વૈમાનિકો જાણવા. જો કે નીચેના કલ્પોમાં અને રૈવેયકમાં સમ્યગ્દષ્ટિ દેવો છે તો પણ તેઓનું અવધિજ્ઞાન કાર્મણશરીરના પુદ્ગલવિષયક નથી, તેથી તેઓ પણ માયીમિથ્યાદૃષ્ટિ ઉપપન્ન જેવા હોવાથી ઉપમાનથી માયી મિથ્યાદૃષ્ટિઉપપન્નક શબ્દથી કહેવાય છે. જેઓ અમાયીસમ્યગ્દષ્ટિઉપપત્નક દેવો છે તે અનુત્તર દેવો છે. તેઓ બે પ્રકારના છે-અનન્તરોપપન્ન અને પરંપરોપપન્ન. જેઓ એક પણ સમયના અન્તર સિવાય ઉત્પન્ન થયેલા એટલે ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી છે તેઓ અનન્તરોપપન્ન અને પરંપરા વડે ઉત્પન્ન થયેલા એટલે ઉત્પત્તિ પછી બે ત્રણ ઇત્યાદિ સમયોમાં વર્તતા પરંપરોપપન્ન કહેવાય છે. તેમાં જેઓ અનન્તરોપાન છે તેઓ તે નિર્જરા પુદ્ગલોને જાણતા નથી અને જોતા નથી, કારણ કે તેઓને એક સમયના ઉપયોગનો અસંભવ છે અને તેઓ અપર્યાપ્ત છે. પરંપરોપપન્નક બે પ્રકારના છે–પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જેઓ અપર્યાપ્ત છે તેઓ જાણતા નથી અને જોતા નથી, કારણ કે અપર્યાપ્ત હોવાથી સમ્યક ઉપયોગનો અસંભવ છે. પર્યાપ્તા પણ બે પ્રકારના છેઉપયુક્ત-ઉપયોગવાળા અને અનુપયુક્ત-ઉપયોગરહિત. તેમાં જે ઉપયોગરહિત છે તે જાણતા નથી અને જોતા નથી. કારણ કે ઉપયોગ સિવાય સામાન્યરૂપે અને વિશેષરૂપે જ્ઞાન થવું અશક્ય છે. જેઓ ઉપયોગવાળા છે તેઓ જાણે છે અને જુએ છે. કેવી રીતે જાણે છે અને જુએ છે? ઉત્તર–અહીં આવશ્યકમાં અવધિજ્ઞાનના વિષયના વિચારમાં આ કહ્યું છે કે “ હેન્ગ મૂળે તો થોડૂળ પતિ" અર્થ - કર્મદ્રવ્ય-કાર્પણ શરીર દ્રવ્યોને જોતો ક્ષેત્રથી લોકના સંખ્યાતા ભાગોને જુએ છે, અને અનુત્તર દેવો સંપૂર્ણ લોકનાડીને જુએ છે. કારણ કે “સમનતો નાડ પારંતિ અનુત્તર રેવા"_એવું શાસ્ત્ર વચન છે. માટે ઉપયોગવાળાઓ તે અવધિજ્ઞાન વડે નિર્જરાપુગલોને જાણે છે અને જુએ છે તથા “આહાર કરે છે ત્યાં બધે લોમહારથી આહાર કરે છે એમ સમજવું. ll૧૮૪૪૨ // || SEયારરરત્તi || अदाए णं भंते! पेहमाणे मणूसे कि अद्दायं पेहति? अत्ताणं पेहइ? पलिभागं पेहति? गोयमा! अहायं पेहति, नो अप्पाणं पेहति, पलिभागं पेहति। एवं एतेणं अभिलावेणं असिं मणिं दुद्धं पाणं तेल्लं फाणियं वसं Iટૂ૦-૧૪૪રા (મૂળ) હે ભગવન્! આદર્શને જોનાર મનુષ્ય આદર્શને જુએ છે, આત્માને-પોતાને જુએ છે કે પ્રતિબિમ્બ જુએ છે? હે ગૌતમ! આદર્શને જુએ છે, આત્માને પોતાને જોતો નથી, પણ પ્રતિબિંબ જુએ છે. એ પ્રમાણે એ પાઠ વડે અસિ, ૧. “ક્નિમનોબે ભારે તોપનિયસ નો ઉલ્લો" ઇતિ ગાથાપૂર્વાર્ધ: મનોદ્રવ્ય વિષયક અવધિજ્ઞાન હોય તો લોક અને પલ્યોપમનો સંખ્યાતમો ભાગ તેના વિષય તરીકે જાણવો. અને કર્મદ્રવ્ય વિષયક અવધિજ્ઞાન હોય તો લોક અને પલ્યોપમના સંખ્યાતા ભાગો તેનો વિષય છે. તાત્પર્ય એ છે કે મનોદ્રવ્યને જોતો અવધિજ્ઞાની ક્ષેત્રથી લોકનો સંખ્યાતમો ભાગ અને કાળથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ જુએ છે, અને કર્મવર્ગણા દ્રવ્યને જોતો અવધિજ્ઞાની ક્ષેત્રથી લોકના સંખ્યાતા ભાગો અને કાળથી પલ્યોપમના સંખ્યાતા ભાગો જુએ છે. તથા ક્ષેત્રથી સમસ્ત લોકને જોતો કાળથી કંઇક ન્યૂન પલ્યોપમને જુએ છે. જુઓ વિશેષા૦ ટીકા ૫, ૩૪૧ 453

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554