Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 528
________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो चउवीसदंडएसु आहारदारं श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી) “//રસ ને અંતે'! હે ભગવન્! જેને દ્રવ્યથી અને ભાવથી અગાર-ઘર નથી તે અનગાર-સંયત, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તાપવિશેષ વડે જેનો આત્મા ભાવિત-વાસિત થયેલો છે એવા અને મરણસમુદ્યાત વડે સમવહત-હણાયેલા એટલે મરણસમુદ્ધાતને પ્રાપ્ત થયેલા સાધુના જે ચરમ-શૈલેશકાળના અન્ય સમયના નિર્જરા પુદ્ગલો-કર્મભાલ રહિત થયેલા પરમાણુઓ છે તે પુદ્ગલો ‘ણ” નિશ્ચય અર્થમાં છે, કારણ કે નિપાતોના અનેક અર્થ હોય છે. અવશ્ય સૂક્ષ્મ-ચક્ષુઆદિ ઇન્દ્રિયના વિષય રહિત હે આયુષ્માન્ શ્રમણ! કહ્યાં છે? “હે આયુષ્માનું શ્રમણ' “એ ગૌતમકૃત ભગવંતનું સંબોધન છે. તથા એ નિશ્ચિત છે કે તે પુદ્ગલો સર્વ લોકમાં અવગાહીને-સ્પર્શ કરીને તેણે વાક્યાલંકારમાં વપરાયેલો છે) રહે છે? એ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કર્યો એટલે ભગવાનું કહે છે–હે ગૌતમ! હન્ત-અવશ્ય, અહીં હત્ત અવધારણ અર્થમાં છે, એમજ છે- ભાવિતાત્મા અનગારના” ઇત્યાદિ તેજ પ્રશ્ન પુનઃ કહેવો. “હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલોનું અન્યત્વ-ભિન્નપણે જાણે અને જુએ ઇત્યાદિ. અહીં આ પ્રશ્નને શો અવકાશ છે? ઉત્તર–અહીં પૂર્વે કહ્યું હતું કે “સ્કૃષ્ટ અને પ્રવિષ્ટ શબ્દ દ્રવ્યો સાંભળે છે' ઇત્યાદિ. નિર્જરાપુદ્ગલો પણ સર્વલોકનો સ્પર્શ કરે છે તો તેઓનો પણ શ્રોત્રાદિમાં સ્પર્શ અને પ્રવેશ શું નથી થતો? એ સંશય થાય છે. તેથી પ્રશ્ન કરે છે– હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય, અહીં છદ્મસ્થનું ગ્રહણ કેવલીનો નિષેધ કરવા માટે છે, કારણ કે કેવલજ્ઞાની બધા ય આત્માના પ્રદેશો વડે સર્વ જાણે છે અને જુએ છે. કહ્યું છે કે-“સબૂતો ના વતી વ્રતો સરૂ વતી'કેવલજ્ઞાની સર્વ જાણે છે અને સર્વથી જુએ છે. સ્તુતિકાર પણ કહે છે–“સમન્તઃ સર્વનુ નિરક્ષ' ઇતિ. અને છદ્મસ્થ અંગોપાંગનામકર્મવિશેષ વડે સંસ્કારને પ્રાપ્ત થયેલ ઈન્દ્રિયદ્વારાજ જાણે છે અને જુએ છે. માટે છદ્મસ્થનું ગ્રહણ છે. આ હેતુથી જ અહીં વિશિષ્ટ અવધિજ્ઞાનરહિત છદ્મસ્થનું ગ્રહણ કરવાનું છે. તે નિર્જરાપુદ્ગલોનું અન્યત્વ-અન્યપણું એટલે બે અનગાર-સાધુઓના જે નિર્જરાપુદ્ગલો છે તેઓનું પરસ્પર ભિન્નપણું, “નાનાā'નાનાપણું-બીજાની અપેક્ષા સિવાય એકનાજ નિર્જરા પુલોનું વર્ણાદિનું વિચિત્રપણું, “અવમત્વ –હીનપણું, તુચ્છત્વ-નિઃસારપણું, ગુરુત્વ અને લઘુત્વ પ્રસિદ્ધ છે, ભગવાન ઉત્તર આપે છે-એ અર્થ સમર્થ-યુક્તિયુક્ત નથી, કારણ કે છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરાપંગલોનું અન્યપણું વગેરે જાણતો નથી અને જોતો નથી. આ સંબધે પ્રશ્ન કરે છે-“હે ભગવન્! શા હેતુથી એમ કહો છો-ઇત્યાદિ સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છે-કોઈ કર્મયુગલ સંબન્ધી અવધિજ્ઞાનરહિત દેવ છે, જે તે નિર્જરા પુદ્ગલોનું કંઈપણ અન્યપણું વગેરે જાણતો નથી અને જોતો પણ નથી. તાત્પર્ય એ છે કે દેવોને મનુષ્યો કરતાં વધારે સામર્થ્યવાળી ઇન્દ્રિયો હોય છે, તેમાં દેવ પણ જાણતો નથી અને જોતો નથી તો મનુષ્ય માટે તો શું કહેવું, “એ હેતુથી' ઇત્યાદિ ઉપસંહાર વાક્ય સુગમ છે. એટલા પ્રમાણ વડે તે નિર્જરા પુગલો સૂક્ષ્મ કહ્યા છે. “હે આયુષ્માન્ શ્રમણ'! એ ભગવાને કરેલું ગૌતમને સંબોધન છે. તે એવા પ્રકારના અત્યન્ત સૂક્ષ્મ પુદ્ગલો સર્વલોકને પણ અવગાહીને રહે છે, પરન્તુ તે બાદરરૂપ પુગલો નથી. જો બાદર હોય તો સાંવ્યવહારિક પ્રત્યક્ષના (ઇન્દ્રિય પ્રત્યક્ષના) વિરોધનો પ્રસંગે ઉપસ્થિત થાય. તે નિર્જરાપુદ્ગલો સર્વ લોકસ્પર્શી છે, તેથી આ પણ પ્રશ્ન થાય છે—'નેરા માં પંતે'! ઇત્યાદિ. હે ભગવન્! નૈરયિકો તે નિર્જરા પુદ્ગલોનો આહાર કરે છે એ સિદ્ધ છે, કારણ કે પુદ્ગલો તે તે સામગ્રીના વશથી વિચિત્ર પરિણામ પામવાના સ્વભાવવાળા હોવાથી આહારરૂપે પણ તેઓના પરિણામનો સંભવ છે, માત્ર આજ બાબત પ્રશ્ન છે કે “તે નરયિકો જાણે છે, જુએ છે? ઇત્યાદિ. પ્રાકૃત હોવાથી ક્રિયાના હેતપણામાં પણ વર્તમાન વિભક્તિ થયેલી છે. તેથી આ અર્થ થાય છે–નરયિકો તે પુદ્ગલોને જાણતા અને જોતા આહાર કરે છે કે નહિ જાણતાં અને નહિ જોતાં આહાર કરે છે. ભગવાન્ ઉત્તર આપે છે–“નહિ જાણતા અને નહિ જોતા આહાર કરે છે. શાથી? કારણ કે તે નિર્જરા પુદ્ગલો અતિ સૂક્ષ્મ હોવાથી ચક્ષઆદિ ઇન્દ્રિયોના વિષય રહિત છે અને નરયિકોને કામણશરીરના પુદ્ગલવિષયક અવધિજ્ઞાન હોતું નથી. એ પ્રમાણે અસુરકુમાર સંબન્ધી સૂત્રો યાવત્ તિર્યચપંચેન્દ્રિય સુધી જાણવા. ll૧૬૪૪૦ના - 451

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554