Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 526
________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो विसयदारं श्री प्रज्ञापना सूत्र भाग १ . જેથી તે ઉત્સધાંગુલવડે પાંચસો ધનુષપ્રમાણ શરીરવાળા મનુષ્યાદિના ઇન્દ્રિયના વિષય સંબન્ધી વ્યવહારનો વિચ્છેદ પ્રાપ્ત થાય, કારણ કે ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ હજારગુણો હોય છે તે માટે આત્માગુલ વડે ઇન્દ્રિયોના વિષયનું પરિમાણ જાણવું. પણ ઉત્સધાંગુલ વડે ન સમજવું-એ ઉપસંહાર વાક્યનો સ્વયમેવ વિચાર કરવો. યદ્યપિ પૂર્વે કહ્યું કે “શરીરાશ્રિત ઇન્દ્રિયો છે માટે તેઓના વિષયનું પરિમાણ ઉત્સધાંગુલથી કરવું જોઇએ તે પણ અયુક્ત છે, કારણ કે કેટલીક ઈન્દ્રિયોના પણ વિસ્તારનું પરિમાણ આત્માગુલ વડે સ્વીકારેલું છે અને એ બાબત પૂર્વે પણ ઇન્દ્રિયના પ્રમાણના વિચારમાં ‘ભયણિજે ઇત્યાદિ ભાષ્યકારના વચનો ટાંકીને વિચારેલી છે. માટે સર્વ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ આત્માગુલ વડેજ થાય છે એ બાબત સિદ્ધ થાય છે. (પ્ર0)–આત્માંગલ વડે વિષયનું પરિમાણ ભલે હો, તો પણ પ્રકૃત સૂત્રમાં કહેલું ચક્ષુઇન્દ્રિયના વિષયનું પરિમાણ ઘટતું નથી, કારણ કે બીજા આગમોમાં તેના વિષયનું પરિમાણ અધિક પણ કહેલું છે. તે આ પ્રમાણે-“પુષ્કરવર દિપાર્ધમાં માનુષોત્તર પર્વતની પાસે રહેનારા મનુષ્યો કર્કસંક્રાન્તિને દિવસે પ્રમાણાંગુલ વડે કંઈક અધિક એકવીશ લાખ યોજન દૂર રહેલા સૂર્યને જુએ છે એમ શાસ્ત્રાન્તરમાં પ્રતિપાદન કરે છે. અને તે પ્રમાણે તે અર્થને પ્રતિપાદન કરનાર આ ગ્રન્થ છે "इगवीसं खलु लक्खा चउतीसं चेव तह सहस्साई। तह पंचसया भणिया सत्ततीसाए अतिरित्ता ॥ इइ नयणविसयमाणं पुक्खरदीवद्धवासिमणुयाणं। पुव्वेण य अवरेण य पिहं पिहं होइ नायव्वं" ॥ . ' એકવીશ લાખ ચોત્રીસ હજાર પાંચસો ને સાડત્રીશ (યોજન) એ પ્રમાણે નેત્રના વિષયનું પરિમાણ પુષ્કરવદ્વીપના અધ ભાગમાં રહેનારા મનુષ્યોને પૂર્વ અને પશ્ચિમ દિશાએ (ઉદય અને અસ્ત સમયે) જુદું જુદું જાણવું ઇત્યાદિ. તો આ પ્રસ્તુત સૂત્ર આત્માગુલ વડે પણ કેમ ઘટી શકે? કારણ કે પ્રમાણાંગુલથી પણ વ્યભિચાર-અનિયતપણું થાય છે, કહ્યું છે કે ___ "लक्खेहिं एक्कवीसाए साइरेगेहिं पुक्खरद्धम्मि। उदये पेच्छंति नरा सूरं उक्कोसए दिवसे ॥ નવિય તો વિનયમાન ના સુખ મળયાં મા સ્ટેપમાાંગુતાળ વિ ગુત્ત'' (વિશેષાગા.૩૪પ-૫). પુષ્કરાર્ધમાં રહેલા મનુષ્યો ઉત્કૃષ્ટ દિવસે-કર્ક સંક્રાન્તિના દિવસે કંઈક સાધિક એકવીશ લાખ યોજન દૂર રહેલા સૂર્યને ઉદય સમયે જુએ છે. માટે નયનેન્દ્રિયના વિષયનું પરિમાણ જેમ શ્રુતમાં કહેલું છે તેમ આત્માગુલ, ઉત્સધાંગુલ અને પ્રમાણાંગુલમાના કોઈ પણ એક આંગુલ વડે યુક્ત નથી. (૧૦)–એ વાત સત્ય છે, પરન્તુ આ સૂત્ર કેવળ પ્રકાશ્ય-પ્રકાશ કરવા યોગ્ય વિષયની અપેક્ષાએ સમજવું. પરન્ત પ્રકાશક વિષયની અપેક્ષાએ ન સમજવું. અહીં સૂર્ય પ્રકાશક વિષય છે, માટે પ્રકાશક વસ્તુમાં વિષયનું પરિમાણ અધિક હોય તો પણ વિરુદ્ધ નથી, કંઈ પણ દોષ નથી. (પ્ર)–એ પ્રમાણે શી રીતે જાણી શકાય? પૂર્વાચાર્યોએ કરેલા વ્યાખ્યાનથી જાણી શકાય છે. કારણ કે મહાબુદ્ધિવાળા પુરુષો બધા કાલિકશ્રુતની વ્યાખ્યા પૂર્વાચાર્યોએ કરેલા વ્યાખ્યાનને અનુસરી કરે છે, પરન્તુ માત્ર અક્ષરની રચના પ્રમાણે કરતા નથી, કારણ કે કાલિકશ્રુત પૂર્વગત સૂત્રના અર્થનો સંગ્રહ કરનાર હોવાથી તેમાં કદાચિ સંક્ષેપમાં કહેલા અર્થને ઘણા વિસ્તારથી કહેવામાં અને ક્યાંઈક વિસ્તારવાળા અર્થને સંક્ષેપથી કહેવામાં અર્વાચીન પુરુષોએ પોતાની બુદ્ધિવડે યથાવસ્થિતપણે જાણવું અશક્ય છે. આંજ હેતથી બીજે કહેવામાં આવ્યું છે– "जं जह भणियं सुत्ते तहेव जइतं बियालणा नत्थिा किं कालियाणुओगो दिवो दिटिप्पहाणेहिं"॥ જે પ્રકારે સૂત્રમાં કહ્યું છે તેમજ હોય અને તેમાં વિચાર કરવાનો ન હોય તો પ્રધાનદષ્ટિવાળા પુરુષોએ કાલિકસૂત્રના અનુયોગનો (વ્યાખ્યાનનો) ઉપદેશ કેમ કર્યો છે? માટે સૂત્રમાં વિચારણાની આવશ્યકતા છે. તેથી પૂર્વાચાર્યના વ્યાખ્યાનથી પ્રસ્તુત સૂત્રનો વિરોધ નથી. એ સંબધે ભાષ્યકાર કહે છે–આ સૂત્રનો અભિપ્રાય પ્રકાશનીય વસ્તુની અપેક્ષાએ છે પણ પ્રકાશક વસ્તુની અપેક્ષાએ નથી, અને તે વિશેષાર્થ વ્યાખ્યાનથી સમજવો, પણ સંદેહથી અલક્ષણ-નિયમનો અભાવે ન સમજવો. તથા ધ્રાણેન્દ્રિય, જિલ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયો ઉત્કૃષ્ટ નવ યોજનથી આવેલા અછિન્ન-નહિ છેદાયેલા, બીજા દ્રવ્યોથી અપ્રતિહત શક્તિવાળા ગંધાદિ વિષયોને જાણે છે, પણ તેથી આગળથી આવેલા વિષયને જાણતી નથી. કારણ કે – 449

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554