Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 525
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो विसयदारं તે અનિયત પ્રમાણવાળું હોય છે. આવા સ્વરૂપવાળો આત્માગુલ છે. પરમાણુ, ત્રસરેણ, રથરેણ, વાલા, લીખ, જૂ, જવ તે બધા ઉત્તરોત્તર આઠ ગુણા વધારે હોય છે.” (અને એવા આઠ જવનો આંગળ) એ સ્વરૂપવાળો એક ઉત્સધાંગુલ હજાર ગુણો થાય ત્યારે પ્રમાણાંગુલ થાય છે અને તે ઉત્સધાંગુલને બમણો કરતાં ભગવંત મહાવીરનો આત્માગુલ થાય છે.” એવા પ્રકારનો ત્રીજો પ્રમાણાંગુલ છે. તેમાં આત્માગુલ વડે તે કાળના વાવ, કૂવા વગેરે વસ્તુ, ઉત્સધાંગુલ વડે મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકોના શરીરો અને પ્રમાણાંગુલ વડે પૃથિવી અને વિમાનો મપાય છે. કહ્યું છે કે–“આત્માગુલ વડે વસ્તુ-ઘર હાટ આદિ વસ્તુનું માન, ઉત્સધાંગુલના પ્રમાણથી શરીરનું માન અને પ્રમાણાંગુલ વડે પર્વત, પૃથિવી અને વિમાનોનું માન કરવું.” | (Mo)-તેમાં આ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ આત્માંગુલ, ઉત્સધાંગુલ કે પ્રમાણાંગુલથી કરવું? (ઉ0)–આત્માંગુલથી કરવું. તેજ પ્રમાણે ચક્ષુઇન્દ્રિયના વિષયના પરિમાણના વિચારમાં ભાષ્યકાર કહે છે– નેત્ર અને મન અપ્રાપ્તકારી છે. ઇન્દ્રિયને અપ્રાપ્ત વિષયને ગ્રહણ કરનારા છે, નેત્રના વિષયનું પરિમાણ આત્માગુલ વડે કંઈક અધિક લાખ યોજન છે. (પ્ર)–શરીરનું પ્રમાણ ઉત્સધાંગલથી કરવામાં આવે છે અને ઇન્દ્રિયો શરીરાશ્રિત છે તેથી તેઓનું વિષયપરિમાણ પણ ઉત્સધાંગલથી કરવું યોગ્ય છે, તો આત્માંગુલથી કરવું કેમ કહો છો? (ઉ0)–આત્માંગુલથી માન કરવામાં દોષ નથી, જો કે ઈન્દ્રિયો શરીરાશ્રિત છે, તો પણ તેઓનું વિષય પરિમાણ આત્માંગુલથી જ કરવું, કારણ કે વિષયપરિમાણ શરીરથી અન્ય છે. આજ અર્થને ભાષ્યકાર પણ આક્ષેપ પૂર્વક કહે છે–“ઉત્સધાંગુલના પ્રમાણથી યાવત્ શરીરના માનાદિ કહ્યાં, પરન્તુ તે દેહનું જ પ્રમાણ સમજવું, પણ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ ન સમજવું.” અહીં જે શરીરપ્રમાણ ઉસેધાંગુલ પ્રમાણ વડે કહ્યું તે માત્ર શરીરપ્રમાણ જ સમજવું પણ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ ન જાણવું. કારણ કે ઇન્દ્રિયના વિષયનું પરિમાણ આત્માગુલ વડે માન કરવા યોગ્ય છે. (પ્ર)–જો ઇન્દ્રિયોના વિષયનું પરિમાણ ઉત્સધાંગુલથી થાય તો શો દોષ થાય? (૧૦)પાંચસો ધનુષ વગેરેના પ્રમાણવાળા મનુષ્યોના વિષયના વ્યવહારનો વિચ્છેદ થાય. તે આ પ્રમાણે-જે ભરતનો આત્માગુલ છે, તે પ્રમાણાંગુલ બરોબર છે અને તે પ્રમાણાંગુલ હજાર ઉત્સધાંગુલ વડે થાય છે. કારણ કે “ઉત્સધાંગુલમર્ગ હવઇ પરમાણંગુલં સહસ્સગુણ” હજાર ગુણા ઉત્સધાંગુલની બરાબર પ્રમાણાંગુલ છે–એવું શાસ્ત્રનું વચન છે. તેથી ભરત અને સગરપ્રમુખ ચક્રવર્તીઓની જે અયોધ્યાદિ નગરીઓ, અને સ્કન્ધાવાર-છાવણીઓ આત્માગુલ વડે બાર યોજન પ્રમાણ સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ છે, તેનું ઉત્સધાંગુલથી માન કરવામાં આવે તો અનેક હજાર યોજન થાય. એમ થવાથી તેની આયુધશાલા-વગેરે સ્થળે વગાડેલી ભેરી વગેરેના શબ્દનું શ્રવણ નહિ થાય, કારણ કે “શ્રોત્રેન્દ્રિય બાર યોજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે એવું શાસ્ત્રા વચન છે, વળી સમસ્ત નગરવ્યાપી અને બધી છાવણીમાં વ્યાપ્ત થનાર વિજય સૂચક ઢક્કા વગેરેનો શબ્દ આગમમાં કહેલો છે, અને તે પ્રકારે જ મનુષ્યનો વ્યવહાર થાય છે, તેથી આગમપ્રસિદ્ધ પાંચસો ધનુષ વગેરે પ્રમાણ શરીરવાળા મનુષ્યોના વિષયવ્યવહારનો વિચ્છેદ ન થાય માટે આત્માગુલ વડે ઇન્દ્રિયોના વિષયનું પરિમાણ જાણવું, પણ ઉત્સધાંગુલ વડે નહિ. એ સંબન્ધ ભાષ્યકાર કહે છેઅન્ન તેન પંથનુસયનર વિષયવહારવોઝેમો પાવડુ સ ળિયે નેળ પાગંતુક્ત તત્તો (વિશેષા, ગા. ૩૪૨). ૧: જેથી તે ઉત્સધાંગુલ વડે ઇન્દ્રિયના વિષયનું પરિમાણ માનીએ તો પાંચસો ધનુષના પ્રમાણવાળા, આદિશબ્દથી સાડાચારસો વગેરે ધનુષના પ્રમાણવાળા ભરત, સગરાદિ મનુષ્યોનો જે આ શ્રોત્રાદિ ઇન્દ્રિયો વડે શબ્દાદિ વિષયને ગ્રહણ કરવાનો પ્રસિદ્ધ વ્યવહાર છે તેનો વિચ્છેદ પ્રાપ્ત થાય. શાથી? તે કહે છે-જેથી ભરત ચક્રવર્તીનો અંગુલરૂપ પ્રમાણાંગુલ છે અને તે ઉત્સધાંગુલથી હજારગુણો કહ્યો છે. કારણ કે 'સહસ્ત્રાપુન લેવાંગુન તે એક પ્રમાણાંગુલ છે' એવું શાસ્ત્રવચન છે. ભરતાદિની અયોધ્યાદિ નગરીઓ અને સ્કન્ધાવાર-છાવણી વિસ્તારમાં આત્માગુલ વડે બાર યોજન પ્રમાણ સિદ્ધાન્તમાં નિર્ણાત છે અને તે ઉત્સધાંગુલ વડે અનેક હજાર યોજન થાય છે. આથી તેને વિષે આયુધશાલાદિમાં વગાડેલી ભેરી વગેરેના શબ્દનું શ્રવણ તમારા અભિપ્રાયથી બધાને નહિ થાય, કારણ કે શ્રોત્રેન્દ્રિય બાર યોજનથી આવેલા શબ્દને સાંભળે છે, પછીથી આવેલા શબ્દને સાંભળતી નથી, અને એ બાર યોજન તમારા મતે ઉત્સધાંગુલથી માપીએ તો ઉત્સધાંગુલથી થતાં અનેક હજાર યોજનથી આવેલા ભેરી વગેરેના શબ્દને શ્રોત્રેન્દ્રિય કેમ સાંભળે? અને ભરતાદિની નગરીની છાવણીમાં તેનું શ્રવણ તો થાય છે, માટે આત્માગુલની ઇન્દ્રિયના વિષયનું પરિમાણ છે પણ ઉત્સધાંગુલથી નથી. જુઓ યશો. ગ્રન્થમાળા મુદ્રિત વિશેષાવશ્યક ભાષ્યટીકા. ૫. ૨૦૮ 448

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554