________________
श्री प्रज्ञापना सूत्र भाग १
चोइसमं कसायपयं कसाएहिं कम्मचयोवचयादिपरूवणा તથા નિર્જરા એ પદસહિત સૂત્રો જાણવા. //૬/૪૨૬ll
પ્રજ્ઞાપના ભગવતીમાં ચૌદમું કષાય પદ સમાપ્ત. (ટી0) હવે ફળના ભેદથી ત્રિકાળવાર્તા જીવોનો ભેદ બતાવે છે–“નવા જે તે! તાર્દિ મદ્રુમપાડીગો વિથિંસુ' ઇત્યાદિ. હે ભગવન્! જીવોએ કેટલા સ્થાન–કારણો વડે આઠ કર્મની પ્રવૃતિઓનો ચય કર્યો હતો? કષાયપરિણતિવાળા આત્માને કર્મપુલોનું માત્ર ગ્રહણ થયું તે ચય. ભગવાન ઉત્તર આપે છે—હે ગૌતમ! ચાર કારણોએ ચય કર્યો હતો. તે આ પ્રમાણે—ક્રોધ, માન, માયા અને લોભ વડે. એ પ્રમાણે નરયિકાદિ દંડકને વિષે કહેવું. આ દંડક અતીતકાળ વિષયક છે, એમ વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ વિષયક દંડકો કહેવા. એ રીતે ઉપચય, બન્ધ, ઉદીરણા, વેદના અને નિર્જરા સબજે દરેકના ત્રણ ત્રણ દંડક જાણવા. એમ સર્વ સંખ્યા વડે અઢાર દંડકો કહેવા. તેમાં પોતાના અબાધાકાળની પછી જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોને વેચવા માટે નિષેક-રચના થવી તે ઉપચય. તે આ પ્રમાણે–પ્રથમ સ્થિતિમાં સૌથી અધિક કર્મદલ હોય છે, બીજી સ્થિતિમાં વિશેષ હીન, તેથી ત્રીજી સ્થિતિમાં વિશેષ હીન, એમ વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી જાણવું કે જ્યાં સુધી તે કાળે બાંધેલા કર્મની છેલ્લી સ્થિતિ હોય. એ સંબધે કર્મપ્રકૃતિ–ટીકામાં અને પંચસંગ્રહની ટીકામાં સવિસ્તર કહ્યું છે ત્યાંથી જાણી લેવું. બલ્પન-પૂર્વોક્ત પ્રકારે પોતપોતાના અબાધાકાળની પછીના કાળમાં નિષેક-રચનાને પ્રાપ્ત થયેલા જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોને પુનઃ કષાયના પરિણામવિશેષથી નિકાચિત કરવા, ઉદય સમયને નહિ પ્રાપ્ત થયેલા કર્મપુદ્ગલોને ઉદીરણા કરણના સામર્થ્યથી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવો તે ઉદીરણા. તે ઉદીરણા પણ કોઈ કર્મની તથાવિધ કષાયના પરિણામવિશેષથી થાય છે. માટે એમ કહ્યું છે કે નહિં સાહિં ૩વી, સવરતિ, વીાિંતિ'–ચાર સ્થાને ઉદીય હતા. ઉદીરે છે અને ઉદરશે. અન્યથા કષાય સિવાય પણ ક્ષીણમોહ ગુણસ્થાનકે જ્ઞાનાવરણાદિ કર્મની ઉદીરણા કરનારા હોય છે. પોતપોતાના અબાધાકાળનો ક્ષય થવાથી સ્વભાવથી ઉદયને પ્રાપ્ત થયેલા અથવા ઉદીરણા કરણવડે ઉદયને પ્રાપ્ત થયેલા કર્મનો ઉપભોગ કરવો તે વેદના. કર્મપુદ્ગલોને ભોગવી ભોગવીને અકર્મરૂપે કરવાં તે નિર્જરા. અર્થાત્ આત્મપ્રદેશો સાથે લાગેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મપુલોને ભોગવીને નાશ કરવો. કહ્યું છે કે–“પુત્રયલા નિઝરા"-પૂર્વકૃત કર્મનો નાશ કરવો તે નિર્જરા. આ દેશનિર્જરા જાણવી. કારણ કે તે કષાયજન્ય છે, પણ સર્વ નિર્જરા ન સમજવી. કારણ કે તે સર્વ નિર્જરા જેણે સર્વયોગનો રોધ કર્યો છે એવા કષાયરહિત આત્માને મોક્ષરૂપી પ્રાસાદ ઉપર ચઢતાં હોય છે, બીજા જીવને હોતી નથી. એ માટે જ ચોવીશ દંડક સંબધી સૂત્ર પણ અવિરુદ્ધ સમજવું. કેમકે દેશનિર્જરા હમેશાં બધા જીવોને હોય છે. હવે સૂત્રકાર શિષ્ય ઉપર ઉપકાર કરવા માટે જે જે પદને આશ્રયી પૂર્વે સૂત્રો કહ્યાં છે તે પદોનો સંગ્રહણી ગાથા વડે નિર્દેશ કરે છે– સાયતિથિ' ઇત્યાદિ. પ્રથમ કષાયનો ભેદ બતાવનાર સામાન્ય સૂત્ર અત્યંત પ્રસિદ્ધ હોવાથી તેનો સંગ્રહ કર્યો નથી, બીજું આત્મપ્રતિષ્ઠિત પદસહિત સૂત્ર, ત્યાર પછી અનન્તાનુબન્ધીપદસહિત સૂત્ર, ત્યાર બાદ આભોગપદસહિત સૂત્ર, ત્યાર પછી ચય, ઉપચય, બન્ય, ઉદીરણ, વેદના અને નિર્જરા સંબન્ધ અનુક્રમે સૂત્રો જાણવાં. અહીં મૂળમાં “ચિણ'-ચયપદ ઉપચયસૂત્રનું ઉપલક્ષણ-સૂચક છે.
શ્રીમદાચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકામાં ચૌદમું કષાયપદ સમાપ્ત.
અરિહંતની વિરાધના કરનારો પણ જો આયુષ્ય બંધના સમયે આરાધનાના ભાવોમાં આવી જાય તો એ આરાધના અને સુગતિમાં મોકલી દે. પણ જો વિરાધના અતિ માત્રામાં થયેલી હોય તો એ વિરાધના અને પછીના ભાવોમાં પાછો દુર્ગતિઓમાં ધકેલી દે છે.
- જયાનંદ
436