Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 516
________________ पनरसं इंदियपयं पढमो उद्देसो पोहत्तदारं श्री प्रज्ञापना सूत्र भाग १ || પોન્નવાર || सोतिंदिए णं भंते! केवइतं पोहत्तेणं पण्णत्ते ? गोयमा ! अंगुलस्स असंखेज्जइ भागं पोहत्तेणं पन्नत्ते । एवं चक्खिंदिए वि घाणिंदिए वि । जिब्मिंदिए णं पुच्छा । गोयमा ! अंगुलपुहुत्तेणं पन्नत्ते । फासिंदिए णं पुच्छा । गोयमा ! सरीरप्पमाणमेत्ते पोहत्तेणं पन्नत्ते ३ । ।। सू० - ३ ||४२७।। (મૂળ) હે ભગવન્! શ્રોત્રન્દ્રિયની જાડાઇ કેટલી છે? હે ગૌતમ! અંગુલના અસંખ્યાતમા ભાગની જાડાઇ છે. એ પ્રમાણે યાવત્ સ્પર્શનેન્દ્રિય સુધી સમજવું. હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયનો કેટલો વિસ્તાર છે? હે ગૌતમ! અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વિસ્તાર છે. એ પ્રમાણે ચક્ષુઇન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય સંબંધે જાણવું. હે ભગવન્! જિલ્વેન્દ્રિયનો કેટલો વિસ્તાર છે? હે ગૌતમ! અંગુલપૃથક્ત્વપ્રમાણ વિસ્તાર છે. સ્પર્શનેન્દ્રિયનો કેટલો વિસ્તાર છે? હે ગૌતમ! શરીરપ્રમાણ વિસ્તાર છે. ।।૩।૪૨૭ (ટી૦) હવે બાહલ્ય–ઇન્દ્રિયોની જાડાઇનો વિચાર કરે છે—‘સોવિપ્ નું મંતે! જેવાં વાહìનું પન્નત્તે'-હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયની કેટલી જાડાઇ છે? ઇત્યાદિ સૂત્ર પણ પાઠસિદ્ધ છે. આજ અર્થ બીજે સ્થળે પણ કહ્યો છે—‘‘ વાહનતો ય સવ્વાર્ફ અંગુતબસંહમામાં''। બધી ઇન્દ્રિયો જાડાઇમાં અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. (પ્ર0)—જો સ્પર્શનેન્દ્રિયની જાડાઇ અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય તો તરવાર કે છરી વગેરેના ઘાથી શરીરની અંદર પીડાનો કેમ અનુભવ થાય? (૩૦)—આ શંકા અયુક્ત છે, કારણ કે સમ્યક્ વસ્તુતત્ત્વનું જ્ઞાન નથી. સ્પર્શનેન્દ્રિયનો વિષય શીતાદિ સ્પર્શોનો છે જેમ ચક્ષુઇન્દ્રિયોનો વિષય રૂપ અને ઘ્રાણેન્દ્રિયોનો વિષય ગંધ છે. તલવાર કે છરીનો ઘા વાગવાથી શરીરની અંદર શીતાદિસ્પર્શોનો અનુભવ થતો નથી, પરન્તુ કેવળ પીડાનો અનુભવ થાય છે, અને તે દુઃખરૂપ વેદનાને આત્મા જ્વરાદિની વેદનાની જેમ સર્વ શરીર વડે અનુભવે છે, પણ કેવળ સ્પર્શનેન્દ્રિય વડે ભોગવતો નથી, માટે કંઇપણ દોષ નથી. જો એમ છે તો શીતળ પીણું વગેરે પીતાં અંદર શીતસ્પર્શનો અનુભવ થાય છે તે કેમ ઘટી શકે? તેનો ઉત્તર એ છે કે, અહીં સ્પર્શનેન્દ્રિય બધે આત્મપ્રદેશના છેવટના ભાગમાં હોય છે, કારણ કે તે પ્રમાણે પૂર્વાચાર્યોએ વ્યાખ્યા કરી છે. એ સંબન્ધ મૂલટીકાકાર કહે છે-‘‘સર્વપ્રવેશપર્યન્તવર્તિત્વાર્ ત્વત્તોડમ્યન્તરેપિ સુષિરહ્યોપરિ ત્વજિન્દ્રિયમ્ય ભાવાનુવપદ્યતેઽન્ત: શીતવિવનાનુખવ:''। ત્વચા સર્વપ્રદેશના પર્યન્તવર્તી હોવાથી અને શરીરનો અંદર પણ પોલાણના ઉ૫૨ના ઉપરના ભાગમાં સ્પર્શેન્દ્રિય હોવાથી અંદર શીત સ્પર્શોનો અનુભવ ઘટી શકે છે. હવે ઇન્દ્રિયના વિસ્તાર સંબન્ધે સૂત્ર કહે છે—‘સોવિદ્ મંતે! જેવડું પોત્તેનું પત્તે'? હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયનો કેટલો વિસ્તાર છે–ઇત્યાદિ. અહીં સ્પર્શનેન્દ્રિય સિવાય બાકીની ચાર ઇન્દ્રિયોનો વિસ્તાર આત્માંગલ વડે જાણવો. અને સ્પર્શનેન્દ્રિયનો વિસ્તાર ઉત્સેધાંગુલથી જાણવો. (પ્ર0)—ઇન્દ્રિયો શરીરાશ્રિત હોય છે અને શરીર ઉત્સેધાંગુલથી મપાય છે, કારણ કે ‘Kહપમાળતો મળતુ વેહૈં'—ઉત્સેધાંગુલના પ્રમાણથી શરીરનું માન કરવું–એવું શાસ્ત્રવચન છે. તો ઇન્દ્રિયોનું પણ ઉત્સેધાંગુલથી માન કરવું યોગ્ય છે, પણ આત્માંગુલથી કરવું યોગ્ય નથી. (ઉ0)—તે અયુક્ત છે. કારણ કે જીભ વગેરે ઇન્દ્રિયના વિસ્તારનું માન ઉત્સેધાંગુલથી કરીએ તો ત્રણ ગાઉ વગેરેના પ્રમાણવાળા મનુષ્યાદિને રસાસ્વાદના વ્યવહારનો ઉચ્છેદ થાય. તે આ પ્રમાણે–ત્રણ ગાઉના પ્રમાણવાળા મનુષ્યોને અને છ ગાઉના પ્રમાણવાળા હસ્તી વગેરેને પોતપોતાના શરીરને અનુસા૨ે અતિ વિશાલ મુખ અને જીભ હોય છે. તેથી જો તેઓની અન્નાના આકારે કહેલી અભ્યન્તર નિવૃત્તિરૂપ જીભનો ઉત્સેધાંગુલથી અંગુલપૃથક્ત્વપ્રમાણ વિસ્તાર માનીએ તો તે અલ્પ હોવાથી બાહ્યનિવૃત્તિરૂપ સર્વ જીભને વ્યાપીને નહિ રહે, અને જો સર્વ જીભને વ્યાપીને ન ૨હે તો જાડાઇ વડે સર્વ જીભથી થતો રસના અનુભવરૂપ દરેક પ્રાણી પ્રસિદ્ધ વ્યવહારનો ઉચ્છેદ થાય. એ પ્રમાણે ઘ્રાણેન્દ્રિયાદિ સંબન્ધે પણ યથાસંભવ ગંધાદિના વ્યવહા૨નો ઉચ્છેદ જાણવો. તેથી જિહ્વાદિ ચાર 439

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554