Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 511
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चोद्दसमं कसायपयं कसायपभेयपरूवणा સ્થિતિ હોય તે સ્થાન–કારણ, અહીં કેટલા કારણો વડે ક્રોધ ઉત્પન્ન થાય છે? ભગવાન્ ઉત્તર આપે છે-ચાર સ્થાનો-કારણો વડે ક્રોધની ઉત્પત્તિ થાય છે, તે સ્થાનો કહે છે–‘વેત્ત પદુન્ન' ક્ષેત્રે પ્રતીત્ય-ક્ષેત્રને આશ્રયી, તેમાં નરયિકોને નરયિક ક્ષેત્ર આશ્રયી, તિર્યંચોને તિર્યંચ ક્ષેત્ર આશ્રયી, મનુષ્યોને મનુષ્યક્ષેત્ર આશ્રયી અને દેવોને દેવક્ષેત્ર આશ્રયી, વધું ૫ડુત્ર' સચેતન કે અચેતન વસ્તુને આશ્રયી, ‘શરીર પ્રતીત્વ' ખરાબ આકૃતિવાળા કે બેડોળ શરીરને આશ્રયી, ‘૩fધું પ્રતીત્વ' ઉપધિઉપકરણને આશ્રયી. એટલે જેનું ઉપકરણ ચોર વગેરેથી હરણ કરાયેલું હોય કે હરણ ન કરાયેલું હોય તેને આશ્રયી, એ ચાર કારણો વડે ક્રોધની ઉત્પત્તિ થાય છે. એ પ્રમાણે નૈરયિકાદિ દંડકનું સૂત્ર પણ જાણવું. ૩૪૨૩ | | નાચવમેચવવા | कतिविधे णं भंते! कोधे पण्णत्ते? गोयमा। चउविहे कोहे पन्नत्ते, तं जहा-अणंताणुबंधी कोहे, अपच्चक्खाणे कोहे, पच्चक्खाणावरणे कोहे,संजलणे कोहे। एवं नेरइयाणं जाव वेमाणियाणं। एवं माणेणं मायाए लोभेणं, एए વિ વારિરંડા સૂ૦-૪૪૨૪ (મૂ૦) હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો ક્રોધ કહ્યો છે. તે આ પ્રમાણે–૧ અનંતાનુબંધી ક્રોધ, ૨ અપ્રત્યાખ્યાન ક્રોધ, ૩ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને ૪ સંજ્વલન ક્રોધ. એ પ્રમાણે નરયિકોને યાવ વૈમાનિકોને કહેવું. એમ માન, માયા અને લોભ સંબંધે જાણવું. એ ચાર દંડકો કહ્યા. ૪૪૨૪l (ટી.) હવે સમ્ય દર્શનાદિ ગુણના ઘાતી હોવાથી કષાયોનો ભેદ કહે છે–'વિદે જે મંત! ક્રોધે નિત્તે?' “હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? ઇત્યાદિ. અનન્તાનુબન્ધી વગેરેનો શબ્દાર્થ આગળ કર્મપ્રકૃતિ પદમાં કહીશું. ભાવાર્થ આ છે–સમ્યગદર્શનગુણનો વિઘાત કરનાર અનન્તાનુબન્ધી, દેશવિરતિ ગુણનો ઘાતી અપ્રત્યાખ્યાન, સર્વવિરતિ ગુણનો ઘાત કરનાર પ્રત્યાખ્યાનાવરણ અને યથાખ્યાત ચારિત્રનો વિઘાત કરનાર સંજવલન કષાય છે. એ ચારે કષાયોનો પણ નરયિકાદિ દંડકના ક્રમથી વિચાર કરે છે–‘નેફયા' ઇત્યાદિ. એ પ્રમાણે નરયિકોને યાવત્ વૈમાનિકોને કહેવું. એમ માન, માયા અને લોભના પ્રત્યેકના ચાર ચાર પ્રકાર સામાન્ય રીતે દંડકના ક્રમથી વિચારવા. ૪/૪૨૪ कतिविधे णं भंते! कोधे पन्नत्ते? गोयमा! चउबिहे कोहे पन्नत्ते, तंजहा-आभोगनिव्वत्तिए, अणाभोगनिव्वत्तिए, उवसंते, अणुवसंते। एवं नेरइयाणं जाव वेमाणियाणं। एवं माणेण वि, मायाए वि, लोभेण वि चत्तारि दंडगा Iણૂંટ-ધારા(મૂળ) હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે—૧ આભોગનિર્વર્તિત, ર અનાભોગનિવર્તિત, ૩ ઉપશાન્ત અને ૪ અનુપશાન્ત, એ પ્રમાણે નરયિકોથી આરંભી વૈમાનિકો સુધી જાણવું. " એમ માન, માયા અને લોભને આશ્રયી પણ ચારે દંડકો જાણવા. //પી૪૨૫// (૨૦) હવે એ ક્રોધાદિના ઉત્પત્તિભેદની અને અવસ્થાભેદથી ભેદ બતાવે છે –બીજાનો અપરાધ સારી રીતે જાણીને અને કોપનું કારણ વ્યવહારથી સબળ માની “આ સિવાય એને શિક્ષા નહિ થાય' એમ વિચારી જ્યારે કોપ કરે ત્યારે તે કોપ આભોગનિવર્તિત-વિચારપૂર્વક થયેલો કહેવાય છે. જ્યારે એ પ્રમાણે જ તેવા પ્રકારના મુહૂર્તના વાશથી ગુણદોષની વિચારણાશૂન્ય આત્મા પરવશ થઇને કોપ કરે છે ત્યારે તે કોપ અનાભોગનિવર્તિત કહેવાય છે. ઉપશાન્ત-અનુદયાવસ્થાને નહિ પ્રાપ્ત થયેલો અને અનુપશાન્ત-ઉદયાવસ્થાને પ્રાપ્ત થયેલો. એ પ્રમાણે એ સંબન્ધ દંડકસૂત્ર પણ વિચારવું. એમ માન, માયા અને લોભ એ પ્રત્યેકના ચાર ચાર પ્રકાર સામાન્ય રીતે અને દડકના ક્રમથી જાણવા. પા૪૨પા ૧.૫શના:-અનુયાવસ્થ: ર. અનુપાનઃ સત્યાવસ્થ: ટીકા પૃષ્ઠ. ન. ૨૯૧ 434

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554