Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 508
________________ तेरसमं परिणामपयं अजीवपरिणामा श्री प्रज्ञापना सूत्र भाग १ હે ભગવન્! ગતિપરિણામ કેટલા પ્રકારે છે–ઇત્યાદિ. બે પ્રકારનો ગતિપરિણામ છે—સ્પૃશદ્ગતિપરિણામ અને અસ્પૃશગતિપરિણામ. તેમાં અન્ય વસ્તુને સ્પર્શ કરતાં છતાં જે ગતિપરિણામ તે સ્પૃશગતિપરિણામ. જેમકે પાણીના ઉપર પ્રયત્નથી તીર્ણી ફેંકેલી ઠીકરી વચ્ચે રહેલા પાણીનો સ્પર્શ કરતી કરતી ચાલી જાય છે. એ વાત બાલજન પ્રસિદ્ધ છે. તથા કોઇ પણ બીજી વસ્તુને સ્પર્શ નહિ કરતાં છતાં વસ્તુનો ગતિપરિણામ તે અસ્પૃશગતિપરિણામ. જે વસ્તુ (ગતિ કરતાં) વચ્ચે રહેલી કોઇ પણ વસ્તુની સાથે સ્પર્શ ન કરે તેનો અસ્પૃશદ્ગતિપરિણામ જાણવો. બીજા આચાર્યો આ પ્રમાણે સમજાવે છે—જે ગતિપરિણામ વર્ડ પ્રયત્નવિશેષથી ક્ષેત્રના પ્રદેશોને સ્પર્શ કરતાં ગતિ કરે તે સ્પૃશગતિપરિણામ અને જે ગતિપરિણામ વડે ક્ષેત્રના પ્રદેશોનો સ્પર્શ કર્યા સિવાય ગતિ કરે તે અસ્પૃશગતિપરિણામ. પરન્તુ આ વાત અમે સમજી શકતા નથી, કારણ કે આકાશ સર્વવ્યાપી હોવાથી તેના પ્રદેશનો સ્પર્શ કર્યા સિવાય ગતિનો અસંભવ છે. અથવા આ વિચાર બહુશ્રુતોથી જાણવો. અહીં ગતિપરિણામ અન્ય પ્રકારે બતાવે છે–અથવા–પ્રકારાન્તરથી ગતિપરિણામ બે પ્રકારનો છે–દીર્ઘગતિપરિણામ અને હ્રસ્વગતિપરિણામ. તેમાં દૂર દેશાન્તરની પ્રાપ્તિ તે દીર્ધગતિપરિણામ અને તેનાથી વિપરીત તે હ્રસ્વગતિપરિણામ. પરિમંડલાદિ સંસ્થાનવિશેષ અને ખંડભેદાદિનું પૂર્વે વ્યાખ્યાન કરેલું છે, માટે અહીં તેનું વ્યાખ્યાન કરતા નથી. અગુરુલઘુપરિણામ ભાષાદિ પુદ્ગલોનો જાણવો. કારણ કે ‘જમ્મા-મળ-માસારૂં બારૂં અનુહુવારૂં'' કાર્મણ, મન અને ભાષાદ્રવ્યો એ અગુરુલઘુ છે—એવું શાસ્ત્રનું વચન છે. તથા આકાશાદિ અમૂર્ત દ્રવ્યોનો પણ અગુરુલઘુપરિણામ છે. અગુરુલઘુપરિણામ એ ઉપલક્ષણ–સૂચક છે તેથી ગુરુલઘુપરિણામ પણ જાણવો. અને તે ઔદારિકથી માંડી તૈજસ સુધીના દ્રવ્યોનો હોય છે, કારણ કે ‘‘ઓરાતિય-વેન્દ્રિય-આહારળ-તેય ગુહુ ડ્વા.''-ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ ગુરુલઘુ દ્રવ્યો છે—એવું શાસ્ત્રનું વચન છે. સુરભિશબ્દ એટલે શુભશબ્દ અને દુરભિશબ્દ એટલે અશુભશબ્દ જાણવો.।।૫।।૪૧૮૫ શ્રીમદાચાર્યામલયગિરિવિરચિત પ્રજ્ઞાપનાટીકાના અનુવાદમાં તેરમું પદ સમાપ્ત. .. અરિહંત પદ પણ કર્મ જનિત જ માનવામાં આવેલ છે. ૧૫૮ કર્મપ્રકૃતિયોમાં સર્વોત્કૃષ્ટ પ્રકૃતિ તીર્થંકર નામ કર્મની છે. એ પ્રકૃતિના ઉદયકાળમાં આત્મા સર્વોત્કૃષ્ટ રિદ્ધિ ભોગવવા છતાં મોહનીય કર્મના ક્ષયના કારણે એક સમયમાત્રના શાતાવેદનીયનાં બંધ સિવાય એકપણ કર્મને ન બાંધીને પૂર્વના બાંધેલા અઘાતી કર્મોને ખપાવવાનું જ કાર્ય કરે છે. અરિહંત પદ ધારક પોતાના તો અઘાતિ કર્મો ખપાવે છે પણ એ પદ દ્વારા મેળવેલ રિદ્ધિ-સિદ્ધિ પણ અનેક આત્માઓ માટે ઘાતિ અને અધાતિ કર્મ ખપાવવાનું કારણ બને છે. અરિહંત પરમાત્માનું સમવસરણ જોઈને પાંચસો એક તાપસોને કેવળજ્ઞાન થઈ ગયું એ આ વાતનો પુરાવો છે. અરિહંત ભગવંત સાક્ષાત આપણને આપણા ઘણા જ અશુભોદયના કારણે ન મળ્યા પણ એમનું સ્થાપેલું તારક શાસન આપણને મળી ગયું છે. એ શાસનનું મળવું એ જ આપણો અભ્યુદય માનવો. ની અરિહંત આરાધના કરનારો પણ આયુષ્યબંધના સમયે જો આશાતના યા વિરાધનાના ભાવોમાં આવી જાય તો એને દુર્ગતિમાં જવું પડે છે. પણ અલ્પકાળમાં એ આરાધના એને સુગતિમાં ખેંચી લાવે છે. જયાનંદ 431

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554