Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 497
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ ઉપરના છે, અથવા આ અંક સ્થાનના પ્રથમાક્ષરની સંગ્રહગાથા છે— बारसमं सरीरपयं देवाणं बद्ध-मुक्कसरीरपरूवणा છ-તિ-તિ-સુ-પળ-નવ-તિ-૪-૫-તિ-૬-૫-૪-તિ-તિ-૨૩-૪-જો । ૪-૬-૫-રો---મ-નો-જો--ક્ષ પદ્મમવવરસન્તિયદાળા | આ ઉપર કહેલા પ્રથમાક્ષર સંબન્ધી સ્થાનો છે. આ ઓગણત્રીશ અંકસ્થાનોની પૂર્વાચાર્યોએ પૂર્વ અને પૂર્વા વડે સંખ્યા કહી છે તે બતાવે છે—તેમાં ચોરાશી લાખની પૂર્વાંગ સંજ્ઞા છે. ચોરાશી લાખને ચોરાશી લાખ વડે ગુણીએ એટલે પૂર્વ થાય છે. તેનું પરિમાણ સિત્તેર લાખ છપ્પન હજાર ક્રોડ થાય છે. એ સંખ્યા વડે પૂર્વોક્ત ઓગણત્રીશ આંકવાળી સંખ્યાનો ભાગાકાર કરવો. એટલે આ નીચેની સંખ્યા આવે છે—અગિયાર કોટાકોટી, બાવીશ લાખ કોટી, ચોરાશી હજાર કોટી, એકસો અઢાર કોટી, એકાશી લાખ, પંચાણુ હજાર ત્રણસો અને છપ્પન એટલા પૂર્વો, ત્યાર પછી પૂર્વ વડે ભાગ ચાલતો નથી. તેથી પૂર્વા વડે ભાગ ચલાવવો. તેથી આ નીચે બતાવેલી સંખ્યા આવે છે. એકવીશ લાખ, સીત્તેર હજાર, છસોને ઓગણસાઠ પૂર્વજ્ઞ. ત્યાર બાદ નીચેની સંખ્યા શેષ રહે છે. ત્ર્યાશી લાખ, પચાસ હજાર, ત્રણસો અને છત્રીશ. એ પ્રમાણે મનુષ્યોની સંખ્યા છે. એ અર્થને જણાવનારી પૂર્વાચાર્ય રચિત આ ગાથા આપવામાં આવી છે—‘મનુષ્યોની સંખ્યા જઘન્યપદે અગિયાર કોટાકોટી, બાવીશ લાખ કોટી, ચોરાશી હજાર કોટી, એકસો અઢાર કોટી, તે પછી એકાશી લાખ, પંચાણુ હજાર, ત્રણસો છપ્પન એટલા પૂર્વે છે અને તેનું સ્વરૂપ પૂર્વે વર્ણવેલું છે. એથી અધિક બીજા આ પૂર્વાો છે. એકવીશ લાખ સિત્તેર હજાર છસો ને ઓગણસાઠ એટલા પૂર્વાઙો છે, અને (તે ઉપર) ત્ર્યાશી લાખ પચાસ હજાર ત્રણસો ને છત્રીશ, એટલા બધા મનુષ્યો છે. આ જ સંખ્યાને વિશેષ જ્ઞાનની ખાતર પ્રકારાન્તરે બતાવે છે— મહવ છળતÐયળવાથી ાસી' ઇતિ. અથવા જે સંખ્યાને છનું વાર છેદ આપી શકાય તેટલા મનુષ્યો છે. તાત્પર્ય એ છે કે જે રાશિને અર્ધ અર્ધ છેદ આપતાં છનું વાર છેદ આપી શકાય અને છેવટે એક બાકી રહે તે રાશિપ્રમાણ મનુષ્યો જાણવા. કઇ રાશિ એવી છે કે તેને છનું વા૨ છેદ આપી શકાય? ઉત્તર-પાંચમા વર્ગને છઠ્ઠા વર્ગની સાથે ગુણતાં જે આવે તે રાશિને છનું વાર છેદ આપી શકાય છે. તે આ પ્રમાણે-પ્રથમના વર્ગને છેદ આપતાં બે વાર છેદ આપી શકાય છે. જેમકે પ્રથમ વર્ગ ચાર છે તેનો પ્રથમ છેદ બે અને બીજો છેદ એક, બીજા વર્ગને ચાર છેદ આપી શકાય છે. તેમાં પ્રથમ છેદ આઠ, બીજો છેદ ચાર, ત્રીજો છેદ બે અને ચોથો છેદ એક. એવી રીતે ત્રીજા વર્ગનો આઠ વાર ચોથા વર્ગના સોળવાર, પાંચમા વર્ગનો બત્રીશવાર અને છઠ્ઠા વર્ગનો ચોસઠવાર છેદ કરી શકાય છે. અને પછી પાંચમા વર્ગ સાથે ગુણવામાં આવે છે, એટલે તે રાશિને છત્ત્તવાર છેદ આપી શકાય છે. એ શી રીતે જાણી શકાય? ઉત્તર—જે જે વર્ગનો જે જે વર્ગની સાથે ગુણાકા૨ ક૨વામાં આવે ત્યાં ત્યાં તે બન્નેનો છેદ પ્રાપ્ત થાય છે. જેમ કે બીજા વર્ગનો પ્રથમ વર્ગ વડે ગુણાકાર કરવામાં આવે તો તે રાશિ છ છેદને પ્રાપ્ત થાય છે. જેમ કે બીજો વર્ગ સોળ છે તેને પ્રથમ વર્ગ ચાર વડે ગુણતાં ચોસઠ થાય. તેનો પ્રથમ છેદ બત્રીશ, બીજો સોળ, ત્રીજો આઠ, ચોથો ચાર, પાંચમો બે અને છઠ્ઠો છેદ એક, એ પ્રમાણે બીજા સ્થળે પણ જાણવું. તેમાં પાંચમા વર્ગમાં બત્રીશ છેદ અને છઠ્ઠા વર્ગમાં ચોસઠ છેદ થાય છે. તેથી પાંચમા વર્ગ વડે છઠ્ઠા વર્ગને ગુણતાં જે સંખ્યા આવે તેનો છનું વાર છેદ થાય છે. અથવા એકને સ્થાપી તેના છનું વાર બમણા બમણા કરવા અને તેમ કરવાથી તેની એટલી સંખ્યા થાય છે કે તેને છનું વાર છેદ આપી શકાય છે. એ પ્રમાણે જધન્ય પદ કહ્યું, હવે ઉત્કૃષ્ટ પદ કહે છે—ઉત્કૃષ્ટપદે મનુષ્યો અસંખ્યાતા હોય છે. તેમાં પણ કાળને આશ્રયી પરિમાણનો વિચાર કરીએ ત્યારે પ્રતિસમય એક એક મનુષ્યનો અપહાર કરાતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે બધા મનુષ્યો અપહરાય. અને ક્ષેત્રને આશ્રયી એક સંખ્યા ઉમેરીએ તો મનુષ્યો વડે સંપૂર્ણ શ્રેણિ અપહરાય. તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટપદે જે મનુષ્યો છે તેઓમાં અસત્કલ્પનાથી એક મનુષ્ય ઉમેરીએ આખી શ્રેણિ અપહરાય. તે શ્રેણિની ક્ષેત્ર અને કાળને આશ્રયી અપહારમાર્ગણા—તેમાં કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી 420

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554