________________
આવકાર
વિકસતી રહો સદાય સાહિત્ય યાત્રા
હારાજ
મનુષ્યના જીવનને ઘડનાર અને ઊર્ધ્વગામી બનાવનાર બે આલંબનો –- એક વાચન અને બીજું શ્રવણ. સહજપણે, શ્રવણની અસર સચોટ અને શીધ્રપણે થતી અનુભવાય છે. પ્રવચન-શ્રવણના યોગે કંઈ કેટલાયનાં જીવન પરિવર્તિત થયાના પ્રસંગો બન્યા છે. પણ થોડું ઊંડાણથી વિચારતાં લાગ્યું છે કે શ્રવણ કરતાં પણ વાચન વધુ ઉપકારક નીવડ્યું છે. શ્રવણથી થતો ઉપકાર પ્રત્યક્ષમાં જે હાજર હોય તેને જ થાય છે, વળી તે, શ્રોતાની ગ્રહણશક્તિ મુજબ જ થાય છે. ઘણીવાર તો સાંભળેલી વાત વિચારે કે વાગોળે ત્યાં તો બીજી બે-ત્રણ વાતો કહેવાઈ જતી હોય છે.
જ્યારેવાચનથી થતો લાભ સ્થાયી બને છે. તે પરોક્ષમાં પણ થઈ શકે છે. ન સમજાય તો ફરી ફરી અધ્યયન કરી શકાય છે.
અમારા લઘુબંધુ અને શિષ્ય, આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીના મનમાં એ વાત તો ઘોળાયા કરતી હતી અને કેટલાક લોકો પણ એ માટે પ્રેરણા કર્યા કરતા હતા કે તમારી પાસે આટલું બધું જ્ઞાન છે તો લખો; લોકોને ઘણો લાભ થશે. આવું કોઈ પણ કાર્ય “અંજળ' વિના થતું નથી. એના માટે ભૂમિકા તો સર્જાવી જોઈએ. એ ભૂમિકા સુરેન્દ્રનગરના રમેશભાઈ બાપાલાલ શાહના સંપર્ક સર્જાઈ. તેમની સાથે થયેલી ચર્ચા-વિચારણામાં, એમણે કોઈ પણ માસિક કે દ્વિમાસિક બહાર પાડવામાં આવે તો તેને સંપાદિત કરી, છપાવી, વાચકોને મોકલવાની બધી જવાબદારી પોતે સ્વીકારી. એમણે આગ્રહપૂર્વક કહ્યું કે, “બસ, આપ લખાણ લખીને મોકલો, બીજું બધું હું સંભાળી લઈશ.’ આ વચનોથી ઉત્સાહિત થયેલા આચાર્યશ્રીએ શિષ્ટ સાહિત્ય પીરસવાનું શરૂ કર્યું. પહેલા અંકમાં છપાયેલ લેખ “મારું સ્વપ્ન : અભંગદ્વાર પાઠશાળા” પરથી આ પત્રિકાનું નામ ‘પાઠશાળા' નક્કી થયું, જે એક એકથી ચડિયાતા અંકો દ્વારા યથાર્થ બન્યું. આજ સુધીના બધા અંકોનું સુંદર સંકલન-સંપાદન કરી, રમેશભાઈએ આ પુસ્તક તૈયાર કર્યું છે.
આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી એમની સંયમસાધનામાં કાળજીપૂર્વક પ્રવૃત્ત રહેવા સાથે, પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય, કાવ્ય, શિલ્પ, સ્થાપત્ય, વનસ્પતિ, ઔષધ, આરોગ્યશાસ્ત્ર જેવા વિવિધ વિષયો પરત્વે અભ્યાસપૂર્ણ રસરુચિ ધરાવે છે. એમની વાણીમાં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સુવાસ ફોરે છે. જ્યાંથી જે પણ સારું મળે એ ગ્રહણ કરવા માટે તેઓ સદા તત્પર રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
આવકાર : અગિયાર
www.jainelibrary.org